બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / prakash jha talk about box office failure of aamir khan s laal singh chaddha

કટાક્ષ / તમે બકવાસ બનાવી રહ્યા છો, સ્ટોરી ના હોય તો ફિલ્મો બંધ કરી દો: આશ્રમના ડાયરેક્ટરે આમિર ખાનને માર્યો ટોણો

Premal

Last Updated: 12:35 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં પ્રકાશ ઝા મટ્ટોની સાઈકલના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમ્યાન તેમને બૉક્સ ઑફિસ પર લાલ સિંહ ચડ્ઢા ના ચાલવાનુ કારણ પૂછવામાં આવ્યું. તેઓ કહે છે, જો કોઈ ફિલ્મ સારી હશે તો ચાલશે. આ ઈન્ડસ્ટ્રી માટે એક વેકઅપ કૉલ છે.

  • પ્રકાશ ઝા મટ્ટોની સાઈકલના પ્રમોશનમાં વ્યસ્ત
  • પ્રકાશ ઝાએ લાલ સિંહ ચડ્ઢા અંગે આપ્યું નિવેદન
  • જો કોઈ ફિલ્મ સારી હશે તો તે ચાલશે 

પ્રકાશ ઝાએ લાલ સિંહ ચડ્ઢાને લઇને આપ્યું મોટુ નિવેદન

પ્રકાશનુ ઝાનુ કહેવુ છે કે નિર્માતાઓએ કહાની પર કામ કરવુ પડશે. આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા પાસેથી દર્શકોને ઘણી આશા હતી. ફ્લોપ ફિલ્મોથી નિરાશ જનતા માટે લાલ સિંહ ચડ્ઢા આશાની નવી રોશની હતી. બોક્સ ઑફિસ પર આ ફિલ્મ સારું પ્રદર્શન કરી શકી નથી. આ ફિલ્મ ના ચાલવાનુ દરેક વ્યક્તિ પોતાનુ મંતવ્ય જણાવી રહ્યું છે. તો હવે પ્રકાશ ઝાએ પણ લાલ સિંહ ચડ્ઢાને લઇને મોટી વાત કહી છે.

પ્રકાશ ઝાએ શું કહ્યું?

આશ્રમના ડાયરેક્ટર પ્રકાશ ઝા હાલમાં તેની ફિલ્મ મટ્ટોન સાઇકલને લઇને ચર્ચામાં છે. ફિલ્મ પ્રમોશન દરમ્યાન પ્રકાશ ઝાએ એક વેબપોર્ટલ સાથે વાતચીત કરતા કહ્યું, જો કોઈ ફિલ્મ સારી હશે તો તે ચાલશે. આ ઈન્ડસ્ટ્રી માટે એક વેકઅપ કૉલ છે. તેમણે વધુમાં કહ્યું, તેમણે સમજવુ જોઈએ કે તેઓ બકવાસ ફિલ્મ બનાવી રહ્યાં છે. માત્ર પૈસા, કોર્પોરેટ્સ અને અભિનેતાને વધુ પૈસા આપવા માટે ફિલ્મો ના બનાવાય. એક સારી કહાની લખવાની જરૂર છે, જે તમને સમજે અને મનોરંજન આપે.

દર્શકોને ગમતી હોય તેવી કહાની બનાવો: પ્રકાશ ઝા 

બોલીવુડ ફિલ્મો પર વાત કરતા પ્રકાશ ઝાએ કહ્યું, તેમણે એવી કહાનીઓ બનાવવી જોઈએ જે લોકો સાથે જોડાયેલી હોય. હિન્દી ઈન્ડસ્ટ્રીના લોકો લોકો વાત તો હિન્દીમાં કરે છે, પરંતુ બનાવી શું રહ્યાં છે, માત્ર રિમેક? જો તમારી પાસે બતાવવા માટે કહાની નથી તો ફિલ્મો બનાવવાનુ બંધ કરી દો.

નિર્માતાઓએ પરિશ્રમ કરવાની જરૂર 

મટ્ટોની સાઈકલના ડાયરેક્ટર પ્રકાશ ઝા કહે છે કે ફિલ્મ નિર્માતાઓએ હવે સખત પરિશ્રમ કરવાની જરૂર છે. તેમણે વિચારવુ પડશે કે આખરે દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરો કેમ જતા નથી. બાયકૉટ કલ્ચર પર વાત કરતા તેમણે કહ્યું કે આ ટ્રેન્ડ હંમેશા રહ્યો છે. તફાવત એટલો છે કે હવે લોકો સોશિયલ મીડિયા પર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ