ગુજરાત / 'અસામાજિક તત્વો ગુનો કરતા પહેલા 100 વાર વિચાર કરો', જાણો ગૃહ રાજ્યમંત્રીએ આમ શા માટે કહ્યું...

Pradipsinh jadeja statement The Gujarat Hooligan and Antisocial Activity Act

ગુનોખોરી કરતા અસામાજિત તત્વો હવે સાવધાન થઇ જાય. ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનું ગુંડા એક્ટ બિલ બહુમતિના જોરે પાસ થયું છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે 'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ' બિલ વિધાનસભામાં પાસ કરાયું છે. બિલ પર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને રાજ્ય સરકાર સાંખી નહીં લે. આવા તત્વો ચેતી જાય, અમે કોઇને છોડીશું નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ