બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Pradesh Congress President Jagdish Thakore Give Statement For Gujarat government over Corona issue

પ્રહાર / 800 કરોડનું પ્લેન ન લીધું હોત તો ચાલત, યોગ્ય સહાય આપો નહીં તો રાષ્ટ્રપતિ સુધી જઈશું: જગદીશ ઠાકોર

ParthB

Last Updated: 12:49 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના મુદ્દે  પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સરકારની બેદરકારી દ્વારા ઉભી થતી આફત એટલે કોરોના કાળ

  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આકરા પ્રહાર
  • કોવિડ મુદ્દે જગદીશ ઠાકોરના રાજ્ય સરકાર પર પ્રહાર
  • સરકારની બેદરકારી દ્વારા ઉભી થતી આફત એટલે કોરોના કાળઃ જગદીશ ઠાકોર

સરકારની બેદરકારી દ્વારા ઉભી થતી આફત એટલે કોરોના કાળઃજગદીશ ઠાકોર

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેઓએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની સમગ્ર આફતથી સૌ કોઈ પરિચિત છે. કુદરતી આફતો એ કુદરત દ્વારા આફત આવે અને સરકાર આફતો સરકારની બેદરકારી અણઆવડત દ્વારા ઉભી થાય છે. એમાં સૌથી મોટી આફત જેનો સરકારે પોતે તે આફત માટે જવાબદાર છે. એવા કોરોના કાળમાં આપ સૌએ જોયું છે. અંતિમ વિધીમાં સ્મશાનમાં લોખંડની ભઠ્ઠીઓ પીગળી ગઈ વેન્ટિલેટર, દવાઓ અને અન્ય સુવિદ્યા નહી મળવાના કારણે લાખો લોકોના મૃત્યુ નીપજ્યાં છે. અને તે વખતે પણ સરકાર કંઈ સ્વીકારવા તૈયાર ન હતી. 

જગદ્દીશ ઠાકોરે ગુજરાત સરકાર સામે આકરાં પ્રહાર કર્યા 

તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર કોરોનાના આંકડા છુપાવતી હતી. મૃત્યુના આંકડા છુપાવતી હતી. ટેસ્ટીંગના આંકડા છુપાવતી હતી. તેમજ કોરોનામાં જે વ્યવસ્થા આપવામાં આવતી તે અંગેની માહિતી પણ છુપાવતી હતી.જેના ભાગ રૂપે કોગ્રેસના નેતાઓ એક લાખ લોકોના પરિવારોને જેમનું કોવીડમાં મૃત્યુ થયું છે. તેમની મુલાકાત લીધી હતી. અને જ્યારે ત્રણ લાખ લોકોના મૃત્યુ થયાં ત્યારે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા આ અંગે સંપૂર્ણ માહિતી મેળવી સરકાર સમક્ષ રજુ કરી તેમ છતાં તેઓ માનવા તૈયાર ન હતી. આ દરમિયાન અમે મૃતક પરિવારની મુલાકાત લીધી તેઓના ફોર્મ ભરવાની વિધી શરૂ કરાવી તેમ છતાં પણ સરકાર માનવા તૈયાર ન હતી. અને સરકારે જણાવ્યું કે કોરોનાથી માત્ર 10 હાજર લોકોનું મૃત્યુ છે. આમ પણ સરકારની મનશા નથી કોરોના પીડિત પરિવારોને સહાય કરે 

કાયદો બદલીને સહાયની રકમ ઘટાડી દેવાઈ  

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં 4 લાખની જોગવાઈ હતી. તે કાયદો બદલીને પરિપત્ર બદલીને 50 હજારની જોગવાઈ કરી દીધી હતી. તો 4 લાખના બદલે 50 હજાર આપવાના કારણ શું છે.? એ 4 લાખમાં 1 લાખ રાજ્ય સરકાર અને ત્રણ લાખ કેન્દ્ર સરકારને આપવાના હતાં તેવી જોગવાઈ હતી. તેની બદલે 50 હજારની જ જોગવાઈ કરી અને તે 50 હજારની જોગવાઈ કર્યા પછી પણ  સુપ્રીમ કોર્ટ વારંવાર ગુજરાત સરકારને વારંવાર ફટકારે છે.એ જે વાતો કરે છે. તેમ છતાં સરકાર માનતી નથી.અને કોર્ટ જ્યારે ફટકારે ત્યારે મીકેનીઝમ ગોઠવી રહ્યાં છે તેમ કહે છે.પહેલા ઓનલાઈન કરે છે. અને પછી સરકાર કહે છે. લોકોને ઓનલાઈનમાં ખબર નથી પડતી તો ઓફલાઈન કરે છે. તે વખતે ફોર્મમાં વધારાના ડોક્યુમેન્ટ માટે મૃતક પરિવારો હેરાન પરેશાન થાય છે. તે પણ આજે આપણે તમામ કાર્યલયમાં જોઈ રહ્યાં છે. 

સહાય નહી મળે તો રાષ્ટ્રપતિ સમક્ષ રજુઆ કરીશું 

સરકાર મારા ગુજરાતીઓ, મારુ ગુજરાત, મારુ ગૌરવ આ વાતો આજે પણ કોરોના મૃતકોના પરિવારને શોધી સહાય આપવામાં નિષ્ફળ નીવડી છે અમે મહિના બે મહિનાની અંદર આ સતત કાર્યક્રમ ચલાવવાના છીએ જેમાં એક કાર્યક્રમ  મામલતદાર કક્ષાએ જિલ્લા કક્ષાએ સરકારમાં તેમજ ગુજરાતના રાજ્યપાલ મળ્યાં બાદ જો મિકેનીઝમ નહી ગોઠવાય અને મૃતકોને લઈને સહાય જે સરકારે નક્કી કરી છે. તો આવનારા દિવસો સુધી રાષ્ટ્રપતિ સુધી અમારા પ્રશ્નને રજૂ કરીશું  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ