બ્રેકિંગ ન્યુઝ
Mayur
Last Updated: 12:11 PM, 7 January 2022
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓનો માહોલ છે. એ અગાઉ કાશીના ગંગા ઘાટ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કાશીના ગંગા ઘાટ ઉપર આ પોસ્ટર VHP અને બજરંગ દળ દ્વારા લગાવવામાં આવ્યા છે જેને લઈને વિવાદ ઊભો થયો છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પોસ્ટર
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર પર બિન હિન્દુઓના "પ્રવેશ પર પ્રતિબંધ" હોવાના લખાણ સાથે પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. ગંગા ઘાટ પાસેની દિવાલો પર આ પોસ્ટર લગાવાયા છે.
ADVERTISEMENT
ગંગા ઘાટ કોઇ પિકનિક સ્પોટ નથી
પોસ્ટર પર "જે લોકોની આસ્થા સનાનત ધર્મમાં છે એમનું સ્વાગત છે" એવું લખાણ પોસ્ટર પર લખવામાં આવ્યું છે. સાથે જ સનાતન ધર્મમાં આસ્થા નથી તેમના માટે પ્રવેશ પ્રતિબંધ છે એવો પણ ઉલ્લેખ કરાયો છે. વિહિપના મંત્રી રાજન ગુપ્તાનું નિવેદન આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે આ પોસ્ટર કેવલ પોસ્ટર નથી ચેતાવણી છે. ગંગા ઘાટ કોઇ પિકનિક સ્પોટ નથી. બજરંગ દળ દ્વારા પણ નિવેદન આપી જાણાવવામાં આવ્યું છે કે સનાતન ધર્મમાં ન માનનારા માં ગંગાથી દૂર રહે નહીં તો તેમને ગંગા ઘાટથી ખદેડવામાં આવશે.
માં ગંગાને લોકો એક પિકનિક સ્પોટ સમજે
ગંગા ઘાટ મંદિર અને ધાર્મિક સ્થળ સનાતન ધર્મની આસ્થાનું પ્રતિક છે. એ કોઈ પિકનિક સ્પોટ નથી જે લોકોને સનાતન ધર્મમાં આસ્થા નથી તેમના માટે પ્રવેશ પ્રતિબંધ છે અને જેમની આસ્થા સનાનત ધર્મમાં છે એમનું સ્વાગત છે. ઘણા લોકો અમારી અવિરલ માં ગંગાને લોકો એક પિકનિક સ્પોટ સમજે છે માટે આ ચેતવણી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.