બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / post office senior citizen savings scheme know about the benefits

તમારા કામનું / સીનિયર સિટીઝન પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, 5 વર્ષમાં મળશે 14 લાખનું રિટર્ન

Arohi

Last Updated: 02:00 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના સીનિયર સિટીઝન ઈચ્છે છે કે તે એવી જગ્યા પર રોકાણ કરે જેનાથી તેમને વગર જોખમે વધારે રિટર્ન મળે. માટે પોસ્ટ ઓફિસની સ્કીમ્સ ખૂબ જ ફાયદાકારક છે.

  • પોસ્ટની આ સ્કિમમાં કરો રોકાણ 
  • સીનિયર સિટીઝન માટે બેસ્ટ સ્કિમ 
  • જાણો તેના વિશે બધુ જ 

રિટાયરમેન્ટ બાદ મળેલા પૈસાની યોગ્ય પ્લાનિંગ કરવી ખૂબ જ જરૂરી હોય છે. મોટાભાગના સીનિયર સિટીઝન ઈચ્છે છે કે તે એવી જગ્યા પર રોકાણ કરે જેનાથી તેમને વગર જોખમે વધારે રિટર્ન મળે. માટે પોસ્ટ ઓફિસની સ્કીમ્સ ખૂબ જ ફાયદાકારક છે. 

પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરવાથી વરિષ્ઠ નાગરિકોનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે અને તેમને વધુમાં વધુ વળતર પણ મળે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.

વાર્ષિક 7.4 ટકા વળતર
આ યોજનામાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વાર્ષિક 7.4 ટકા વળતર આપે છે. આ યોજનામાં રોકાણ કરીને, તમે માત્ર પાંચ વર્ષમાં 14 લાખનું ભંડોળ એકઠું કરી શકો છો. તો ચાલો જાણીએ આ યોજનાના ફાયદાઓ વિશે.

રોકાણ કરવા 60 વર્ષની હોવી જોઈએ ઉંમર 
પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવા માટે, રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષની હોવી જોઈએ. આ સ્કીમમાં તમે 1000 રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીની રકમનું રોકાણ કરી શકો છો.

સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય 
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ સિંગલ એકાઉન્ટ તરીકે અથવા તમારા જીવનસાથી સાથે જોઈન્ટ એકાઉન્ટ તરીકે ખોલી શકાય છે. આ સિવાય રોકાણકાર અન્ય કોઈને આ ખાતામાં સામેલ કરી શકાતા નથી. આ સ્કીમમાં તમે તમારા પૈસા પાંચ વર્ષ માટે રોકાણ કરી શકો છો.

આવકવેરામાં 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ
જેમણે VRS (Voluntary Retirement Scheme) લીધી છે તેઓ પણ આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને આવકવેરામાં 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે. તમને આવકવેરાની કલમ 80C હેઠળ આ છૂટ મળે છે.

ખાતુ બંધ કરાવવા પર શું થશે? 
આ સ્કીમમાં રોકાણ કર્યા પછી તમે પાંચ વર્ષ પહેલાં તમારું ખાતું બંધ કરી શકો છો. જો તમે રોકાણના એક વર્ષની અંદર ખાતું બંધ કરો છો તો તમને કોઈ વ્યાજ નહીં મળે. બીજી તરફ, 2 વર્ષમાં ખાતું બંધ કરવા પર 1.5 ટકા રકમ કાપવામાં આવશે. ત્યાં જ 2 થી 5 વર્ષની વચ્ચે ખાતું બંધ કરવા પર, તમારી કુલ જમા રકમમાંથી 1 ટકા કાપવામાં આવશે.

જો તમે આ સ્કીમમાં 5 વર્ષમાં 14 લાખનું ફંડ જમા કરાવવા માંગો છો, તો તમારે એકસાથે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. 7.4 ટકાના વ્યાજ દર મુજબ, તમને પાકતી મુદત પર 14,28,964 રૂપિયા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ