બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pornographic photo in Ghoghamba BJP WhatsApp group of Panchmahal

'કામ'ના / પંચમહાલમાં ભાજપ વોટ્સઅપ ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકાતા હડકંપ, જુઓ કોણ કોણ સામેલ છે આ ગ્રુપમાં?

Vishnu

Last Updated: 08:58 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રુપના સભ્યોમાં અશ્લીલ ફોટો મુકવાની જાણે હોડ જામી છે.મહિલા સભ્યો ગ્રુપ માંથી લેફ્ટ થવા મજબૂર બન્યા.

  • ઘોઘંબા ભાજપ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો 
  • ગ્રુપના સભ્યોમાં અશ્લીલ ફોટો મુકવાની જામી હોડ
  • પક્ષના હોદ્દોદારો-તા.પંચાયતના સભ્યોએ મુક્યા ફોટા

એવી તો રોજ કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વોટ્સઅપનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. ક્યાંક ભડકાઉ ભાષણ તો ક્યાંક વાયરલ વીડિયો, અરે હદ તો ત્યારે થાય છે કે  હવે આ ગ્રૂપનો ઉપયોગ અશ્લીલતા માટે થઈ રહ્યો છે. આવી વિચિત્ર ઘટના પંચમહાલમાં ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં જોવા મળી છે. નેતાઓ ભાન ભૂલી ધડાધડ અશ્લીલ ફોટો મૂકી રહ્યા છે. ગ્રૂપમાં મહિલા સભ્યો હોવા છતાં લાજ મૂકી ફોટો મુકવાની જાણે હોડજામી હોય તેમ ગ્રૂપનો ઉપયોગ થઈ રહ્યો છે. અગાઉ પણ આ ભાજપ ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકવામાં આવ્યા હતા. જેનો મહિલા સભ્યો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. 

ઘોઘંબાના ભાજપનું વોટ્સએપ ગ્રુપ 'કામ'ના માટે છે?

પંચમહાલ ઘોઘંબાના ભાજપનું વોટ્સએપ ગ્રુપ હળી મળી તાલુકામાં વિકાસના કામો માટે બનાવામાં આવ્યું છે પણ ગ્રુપમાં નેતાઓની હરકતો જોતાં તો એવું લાગી રહ્યુ છે કે ગ્રુપ 'કામ'ના માટે બનાવ્યું હોય, ભૂલથી નહીં પણ જાણી જોઈએ વારંવાર જાણે ફોટો મુકવાની રેસ લાગી હોય તેમ અશ્લીલ ફોટો ગ્રૂપમાં મૂકવામાં આવ્યા. ગ્રુપમાં સામેલ મહિલા સભ્યોનો પણ વિચાર ન કરી આ હરકતો કરતાં હવે સોશિયલ મીડિયામાં આ ગ્રુપ વિશે ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ પણ આ જ ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકાયા હતા. તેમ છતાં ફરી વખત વારંવાર ફોટો મૂકવામાં આવતા મહિલા સભ્યોને ગ્રુપ માંથી લેફ્ટ થવાની ફરજ પડી છે. શ્લીલ ફોટોના સ્ક્રિન શોટ્સ વાયરલ થયા છે.

કોણ કોણ સામેલ છે ગ્રુપમાં?

ઘોઘંબા ભાજપનું વોટ્સએપગ્રુપ
1 તાલુકાના પક્ષના મોટાભાગના આગેવાનો
2 તાલુકા પંચાયતના સભ્યો
3 આસપાસના ગામના કેટલાક સરપંચો
4 ભાજપના જિલ્લા પ્રમુખ પણ ગ્રુપના સભ્ય
5 ભાજપના મોટા જિલ્લા હોદ્દેદારો 
6 તાલુકા ભાજપની મહિલા સભ્યો તેમજ મહિલા આગેવાનો

અશ્લીલ ફોટો મુકનાર હોદ્દેદારો સામે થશે કાર્યવાહી ?

સમગ્ર અશ્લીલ ફોટાનો મામલો જોર પકડાતાં એક બાદ એક સભ્યો હાલ તો વોટ્સઅપ ગ્રુપમાંથી લેફ્ટ થવા લાગ્યા છે. પણ આ કોઈ પહેલી  વખત નથી કે વોટ્સઅપ ગ્રૂપમાં આ રીતે ફોટો મુકાયા હોય અનેક ઘટનાઓ રોજ આવી બનતી હોય છે અને સામે અજાણી સ્ત્રીને નીચે જોવાનો વારો આવે છે.ત્યારે માંગ થઈ રહી છે કે  અશ્લીલ ફોટો મુકનાર હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ