બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar city BJP president's office vandalized, The glass of the office window and door was broken

પોરબંદર / VIDEO: નેતા જ નથી સુરક્ષિત તો પ્રજાનું શું? ગુજરાત ભાજપ નેતાની ઓફિસમાં ધોળા'દાડે થઈ તોડફોડ

Kiran

Last Updated: 03:45 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર શહેર ભાજપ-પ્રમુખની ઓફિસમાં અસામાજિક તત્ત્વોની તોડફોડ, CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી

  • પોરબંદર શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં તોડફોડ 
  • ભાજપ શહેર પ્રમુખ પંકજ મજીઠીયાની ઓફીસમાં તોડફોડ 
  • અજાણ્યા શખ્સો બારી દરવાજાના કાચ તોડી થયા ફરાર

પોરબંદર શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, કેટલાક અજાણ્યા શખ્સો ભાજપ શહેર પ્રમુખ પંકજ મજીઠીયાની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ બાદ આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે અસામાજિક તત્વોના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતા સમગ્ર મામલે પોલીસે જાણ કરવામાં આવી છે, જેને લઈ પોલીસે સીસીટીવી ફુટેજ એકત્રિત કરી આતંક મચાવનાર તત્વો સામે વધુ તપાસ હાથ ધરી છે. 



 

અજાણ્યા શખ્સો બારી દરવાજાના કાચ તોડી થયા ફરાર

મહત્વનું છે બીજી ઓક્ટોબરે મહાત્મગાંધી જયંતિ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાતે લેવાના છે ત્યારે એક દિવસ અગાઉ જ ભાજપ શહેર પ્રમુખની ઓફિસમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આતંક મચાવનાર આ શક્યોના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ધોળા દિવસે 4 જેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી રહી છે, ઓફિસના દરવાજા, બારી કાચની તોડફોડ કરી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે  પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આ તોડફોડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ઘટનાને લઈને શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયાએ જણાવ્યું હતું કે પોતે ખરીદી કરેલી જમીનને લઈને આરોપીઓ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તેને લઈને જ હુમલો થયો છે. હુમલાની આ ઘટનાની જાણ થતા શહેર પ્રમુખને ત્યાં થયેલા હુમલાને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઘરે દોડી ગયા હતા

ઓફિસ પર હુમલો કરાતા રાજકીય માહોલ ગરમાયો

જો કે સમગ્ર મામલેમૂળ પોરબંદરના એવા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે શહેરમાં ભાજપ પ્રમુખ પર હુમલો કરે એ કોઈ પણ કાળે ચલાવી લેવામાં ન આવે, આવા તત્વો સામે પોલીસે કડડ કાર્યવાહી હાથ ધરવી જોઈએ, શહેર પ્રમુખની ઓફિસમાં અગાઉ પણ હુમલાની ઘટના બની છે, ત્યારે કોઈ રાજકીય કિન્નાખોરી કે રાજકીય રીતે તેમને હેરાન કરાતું હોવાનું રામભાઈ કોકરિયાએ જણાવ્યું છે જો કે હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ