બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Population explosion in Surat: City population crosses 69 lakh, proportion of females per 1000 males

વસ્તી વધારો / સુરતમાં વસ્તી વિસ્ફોટ : શહેરની વસ્તી 69 લાખને પાર, 1000 પુરુષો સામે માત્ર આટલી જ સ્ત્રીઓનું પ્રમાણ

Kiran

Last Updated: 09:26 AM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં વસ્તી વિસ્ફોટ,શહેરમાં વસ્તી વધારો એક ચિંતાનો વિષય બન્યો છે સાથે સાથે સ્ત્રી અને પુરુષમાં સમાનતાનો રેશિયો પર ખોરવાયો છે.

  • સુરતમાં વસ્તી વિસ્ફોટ, 10 વર્ષમાં વસ્તીમાં 55 ટકાનો વધારો
  • મનપાએ રજૂ કરેલા આંકડા શહેરની વસ્તી 69 લાખને પાર
  • શહેરમાં છેલ્લા 10 વર્ષમાં 55 ટકા વસ્તીનો વધારો થયો

સુરત શહેરમાં વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે મનપાએ જાહેર કરેલા આંકડામાં સુરતમાં સતત વસ્તી વધારો નોંધાઈ રહ્યો છે. સુરત શહેરની વસ્તીમાં દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 10 વર્ષમાં 55 ટકા વસ્તીનો વધારો થયો છે. 

સુરત શહેરમાં વસ્તી વિસ્ફોટ

આમ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના દશ શહેરોમાં સુરત પણ સામેલ થઈ ગયુ છે જ્યારે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરત નવમાં ક્રમે આવે છે. સુરત મનપાએ રજૂ કરેલા આંકડા મુજબ સુરત શહેરની વસ્તી 69 લાખને પાર આંબી ગઈ છે 


છેલ્લા 10 વર્ષમાં વસ્તીમાં 55 ટકાનો વધારો

સુરતમાં વસ્તી વધારો એક ચિંતાનો વિષય બન્યો છે સાથે સાથે સ્ત્રી અને પુરુષમાં સમાનતાનો રેશિયો પર ખોરવાયો છે. સુરતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીનોનું પ્રમાણ ઓછુ હોવાનું પણ સામે આવ્યું છે શહેરમાં કુલ એક હજાર પુરુષો સામે માત્ર 756  સ્ત્રીઓ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સ્ત્રી પુરુષોનો રેશિયો ખોરવાયો છે. 


સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરત નવમાં ક્રમે

આજે સુરત હીરા આને કાપણ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. સુરતમાં ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી છે સાથે સાથે સુરતમાં અનેક સુખાકાર અને પાયાની સુવિધાઓ, સવલતો મળતી રહી છે તેના કારણે જ આજે સુરત અન્યા શહેરોની હરળોમાં સ્થાન પામ્યુ છે. ત્યારે સુરતમાં અનેક લોકો નોકરી ધંધાની શોધમાં આવીને વસવાટ કરે છે કેટલાક તો સમય જતા ત્યાં જ સ્થાયી થઈ જતા હોય છે. તેના કારણે પણ વસ્તીમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે.


વસ્તી વધારાથી એક હજાર પુરુષોએ માત્ર 756 સ્ત્રીઓ

આજે સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર તરીકે ઉભરી આવ્યો છે વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરત શહેરમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે.વર્ષ 2008માં સુરત 16.5 ટકા GDP સાથે ભારતનાં સર્વાધિક GDP વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક શહેર સુરત છે તેજમ શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે તરીકે ઉભરી આવ્યું છે ત્યારે સુરતમાં વસ્તી વધારાનો વિસ્કોફટ પણ સામે આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

City population explosion surat વસ્તી વધારો સુરત સ્ત્રી પુરુષોનું પ્રમાણ Surat population
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ