બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / poor snacking habits lack of sleep related to bad eating habits know more

હેલ્થ / ક્યાંક તમે તો નથી ખાતાને આ બધી વસ્તુઓ? વધી શકે છે Sleep Disorderની સમસ્યા

Arohi

Last Updated: 06:28 PM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે જે લોકો વધારે સ્નેક્સ ખાય છે અને તેમના ભોજનની આદતો ખરાબ છે. તેમનામાં ઘણા પ્રકારની બિમારીઓનો ખતરો વધી જાય છે.

  • 20,000 હજાર યુવકો પર એક સ્ટડી કરવામાં આવી
  • ખરાબ ફૂડ હેબિટ્સના કારણે થાય છે આ તકલિફો
  • ઉંઘ પર અસર કરે છે આ વાતો 

વધારે સ્નેક્સ ખાઓ છો તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. અમેરિકામાં તેને લઈને 20,000 હજાર યુવકો પર એક સ્ટડી કરવામાં આવી હતી. તેમાં મળેલા ડેટાના આધાર પર વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે કાર્બોહાઈડ્રેટ યુક્ત વધારે સ્નેક્સ ખાવાથી તમને ઉંઘ આવવાની સમસ્યાઓ થઈ શકે છે અને તમે પર્યાપ્ત ઉંઘ નથી આવતી. ત્યાં જ એવું પણ જોવામાં આવ્યું કે ઉંઘ ન આવવાના કારણે લોકોએ વધારે સ્નેક્સ ખાધા હોય. 

ખરાબ ફૂડ હેબિટ્સ
ઉંઘ ઓછી આવવાનો સીધો સબંધ ખરાબ ફૂડ હેબિટ્સ સાથે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે હાનિકારક છે. તેનાથી મેદસ્વિતા અને બીજી બિમારીઓનો ખતરો વધે છે. નવી સ્ટડીના રીઝલ્ટ અનુસાર, જે લોકો રાતમાં 7થી 8 કલાકની ઉંઘ નથી લઈ શકાત. તેમની સ્નેક્સિંગ ચોઈસ નિશ્ચિક ખરાબ હશે. તેમની તુલનામાં જે આરામથી સાતથી આઠ કલાકની ઉંઘ લે છે. તેમની સ્ટડીના અમુક અંશ Journal of the Academy of Nutrition and Dietetics માં પ્રકાશિત થયા છે. 

20,000 અમેરિકી યુવકોના ડેટાને ઓનલાઈન કરવા પર વૈજ્ઞાનિકોએ જાણ્યું કે જે લોકો કાર્બોહાઈડ્રેટ્સ, એડેડ શુગર, ફેટ અને કેફીન યુક્ત સ્નેક્સ લે છે. તેમનામાં ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે બન્નેની વચ્ચે લિંક છે. 

ઉંઘ પર અસર કરે છે આ વાતો 
The Ohio State Universityના પ્રોફેસર અને આ સ્ટડીમાં સીનિયર ઓથર ક્રિસ્ટેફર ટેલરે કહ્યું કે રાતે તનમે મોડા સુધી જાગો છો અને તમારી સુવિધાના હિસાબથી ડ્રિન્ક્સ અને અનહેલ્દી વસ્તુઓ ખાઓ છો. આ બધી વસ્તુઓ મેદસ્વીતાનું કારણ બને છે. ફિઝિકલ એક્ટિવિટી ન હોવી, સ્ક્રીન ટાઈમ વધી જવો, ફૂડ ચોઈઝ વગેરે વાતે ઉંઘ પર અસર કરે છે. 

ઉંઘ ન આવવાના કારણે ડાયાબિટીઝ, મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ ડિઝીઝનો ખતરો વધી જાય છે સોડા, એનર્જી ડ્રિંક, ચિપ્સ, કુકીઝ અને પેસ્ટ્રી, આ બધી વસ્તુઓ તમને નુકસાન પહોંચાડે છે. 

ડાયેટ રોલ મુખ્ય 
ઉંઘ ન આવવાની સમસ્યાના કારણે તમે મોડે સુધી જાગો છો અને મોર્નિંગ સ્નેક લો છો. ઘણી વખત વસ્તુઓ આપણે ખાઈએ છીએ તેમાં કેલેરી વધારે હોય છે અને ન્યૂટ્રિશન ઓછું હોય છે. 

જોકે વૈજ્ઞાનિકોનું એ પણ માનવું છે કે ઉંઘ ન આવવાના ઘણા બીજા સાઈકોલોજીકલ ફેક્ટ્સ પણ હોય છે. પરંતુ ડાયટનો રોલ મુખ્ય હોય છે. પુરતી ઉંધ લેવી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓથી બચાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ