બાઈકની પાછળ નંબર પ્લેટ પર રજીસ્ટ્રેશન નંબર લગાવવાને બદલે અન્ય લખાણ લખવું એક ગુનો છે.
યુપીના યુવકને બાઈક પર હોશિયારી બતાવવી પડી ભારે
બાઈકની નંબર પ્લેટમાં લખાણ લખેલું હોવાથી પોલીસ કાર્યવાહી કરી
નંબર પ્લેટ પર નંબર લગાવવાને બદલે અન્ય લખાણ લખવું એક ગુનો છે.
આ ગુનો ત્રણ યુવકો ને ભારે પડ્યો છે. વિગતવાર જણાવીએ તો ઉત્તર પ્રદેળના ઔરૈયાના અજીતમલ કોતવાલી પોલીસે બાઈક સાથે ચાલીને ત્રણ યુવકોને પકડ્યા હતા. તે બાઈકની નંબર પ્લેટમાં લખ્યું હતું કે ” બોલ દેના, પાલ સાહબ આયે થે.” પોલીસે જણાવ્યું કે, ત્રણ યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
आज @auraiyapolice की नज़र एक मोटर साइकिल पर पड़ी जिस पर लिखा हुआ था “बोल देना पाल साहब आए थे “ उस पर बैठे युवको को यह नही पता था की पाल साहब की यह सवारी आयी तो सही लेकिन जा नही पाएगी ! यह तो वही बात हो गयी-“राह में चलते मुलाक़ात हो गयी जिससे डरते थे वही बात हो गयी”।@Uppolicepic.twitter.com/hsdpeLQXRr
— ABHISHEK VERMA I.P.S (@vermaabhishek25) March 15, 2022
આ અંગે યુપીના ઔરૈયાના અજીતમલ કોતવાલીના ઇન ચાર્જ નવીન કુમાર સિંહે જણાવ્યું કે, મંગળવારે સાંજે મુરાદગંજ ચોકના ચાર્જ અવનેશ કુમાર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે એક બાઈક પર સવાર ત્રણ યુવકો આવી રહ્યા હતા. જેની બાઈક પર, પાછળની પ્લેટ પરના નંબરની જગ્યાએ, ‘બોલના પાલ સાહેબ આયે થા’ લખાયું હતું. અને સાથે સાથે મોટા અવાજવાળું સાયલેન્સર લગાવેલું હતું.
પોલીસે ઝડપેલા ત્રણ યુવકોની અટકાયત કરી હતી.
જેમાં તેમની ઓળખ બે ભાઈઓ અંકિત પાલ અને અનુજ પાલ તરીકે થઈ છે અને ત્રીજો વ્યક્તિ શિવમ સિંહ છે. આ સમગ્ર ઘટનાને IPS અભિષેક વર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી પોસ્ટ કર્યું હતું. અને સાથે સાથે ફિલ્મી અંદાજ માં લખ્યું કે ” યહ તો વહી બાત હો ગઈ, રાહ મે ચલતે મુલાકાત હો ગઈ, જિસસે ડરતે થે વહી બાત હો ગઈ”. ઇન ચાર્જ ઇન્સ્પેક્ટર નવીન કુમાર સિંહે માહિતી આપી હતી કે ત્રણ યુવકોની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવી હતી.