બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Police Notification before Junior Clerk Exam
Vishal Khamar
Last Updated: 06:53 PM, 5 April 2023
ADVERTISEMENT
રાજ્યમાં આગામી તા. 9 નાં રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પંચાયત પસંદગી મંડળ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન કોચિંગ ક્લાસીસ બંધ રાખવા તેમજ 6 થી 9 એપ્રિલ સુધી કોચિંગ ક્લાસીસ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં કુલ 115 કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા દરમિયાન કેન્દ્ર બહાર ચારથી વધુ વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતી અટકાવવા તંત્ર સાબદું બન્યું છે.
ADVERTISEMENT
પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે?
આ સાથે તેમણે જણાવ્યું કે, પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક દમ ગોપનિય રાખવામા આવશે. આ સાથે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરિક્ષા યોજવાની તૈયારી છે. વિઘાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિઘાર્થીને સમય મળ્યો તો ડબલ મહેનત કરે.
એપ્રિલમાં કઈ તારીખે પરીક્ષા ?
હસમુખ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાની કઇ તારીખ છે તે હાલ જાહેર નહી કરીએ. થોડી તૈયારીઓ સાથે તારીખ જાહેર કરવામા આવશે. હાલ તારીખ જાહેર કરવાની ઇચ્છા મારી પણ થાય છે, પરંતુ તે અપરિપક્વ નિર્ણય ગણાશે થોડી તૈયારી કરી લઇએ અને તૈયારી કરવા લાગી ગયા છીએ. ટુંકા દિવસોમાં તારીખ જાહેર કરવામા આવશે. બને એટલી પરિક્ષાની તારીખ જાહેર થાય તે અમારી પ્રાથમિકતા છે.
1181 ખાલી માટે ભરતી પરીક્ષા
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. અગાઉ જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.