પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવામાં ખુદ પોલીસકર્મીઓની નિરસતા...!

By : kavan 03:09 PM, 16 May 2018 | Updated : 03:09 PM, 16 May 2018
અમદાવાદ: શહેરની મુખ્ય સમસ્યાઓમાંની માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસ કમિશનર એ. કે. સિંઘે જાહેરનામું બહાર પાડી દરેક ચાર રસ્તાથી પ૦ મીટરના વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે.

અમદાવાદના એક પણ ચાર રસ્તા ઉપર પ૦ મીટરના અંતરમાં વાહન પાર્ક કરી નહીં શકાય કે ઊભું નહીં રાખી શકાય તેવા જાહેરનામાનો અમલ કરાવવામાં ખુદ પોલીસકર્મીઓ નીરસતા બતાવી રહ્યા છે. શહેરના અનેક ચાર રસ્તા પર પ૦ મીટરના અંતરમાં અનેક વાહનો અને ખાસ કરીને શટલ રિક્ષાઓ ઊભી રહેલી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ જાહેરનામામાં જણાવાયું છે કે,કોઈ પણ ચાર રસ્તા ઉપર પ૦ મીટરના અંતરમાં વાહન પાર્ક કરી નહીં શકાય કે ઊભું નહીં રાખી શકાય. જો વાહનચાલક વાહન રોકશે તો જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડતાંની સાથે ચાર રસ્તા પર પ૦ મીટરમાં વાહન કે રિક્ષા ઊભી રાખનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં દરેક પોલીસ સ્ટેશન દ્વારા રોજના જાહેરનામા ભંગ બદલ ર૦ જેટલા કેસ કરવામાં આવતા હતા.

આપને જણાવી દઇએ કે અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવેલ,આ જાહેરનામામાં કરાયેલ ઉલ્લેખ પ્રમાણે કોઇપણ ચાર રસ્તાની 50 મીટરની હદમાં વાહન પાર્ક થયેલ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પરંતુ આ વાતને ખુદ પોલીસ કર્મીઓ જ નીરસતા દર્શાવી આંખ આડા કાન કરી રહ્યા છે.જો કે,ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે જાહેરનામા ભંગ બદલના કેસો ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે જ છે પરંતુ સાથે સાથે હવે કેસની જગ્યાએ સ્થળ પર માત્ર દંડ વસૂલવામાં આવે છે.Recent Story

Popular Story