બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Police arrest a suspect youth from Karnataka

મોટા સામાચાર / વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર ,પોલીસે કર્ણાટકથી એક શંકાસ્પદ યુવકની કરી અટકાયત

Ronak

Last Updated: 01:27 PM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા પોલીસે કર્ણાટકથી એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી છે જેમા પોલીસે તે યુવકની પુછપરછ આરંભી છે.

  • સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો 
  • પોલીસે કર્ણાટકથી કરી એક યુવકની અટકાયત 
  • ઈમરાન નામના યુવકની પોલીસે કરી અટકાયત 
  • યુવતીએ છેલ્લી વખત ઈમરાન નામના યુવકનેજ ફોન કર્યો હતો 

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ આ કેસમાં હવે કર્ણાટકથી ઈમરાન નામના શખ્સની અટકાયત કરી છે. આપને જણાવી દઈએ કે અગાઉ પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે યુવતીએ ઈમરાન નામના યુવક સાથે ફોવ પર વાત કરી હતી. 

36 સેકેન્ડ સુધી ઈમરાન નામના યુવક સાથે વાત થઈ હતી 

મૃત્યુ પહેલા યુવતીએ ઈમરાન સાથે મોબાઈલ પર અંદાજે 36 સેકેન્ડ સુધી વાત કરી હતી. જેથી પોલીસે આ મામલે જે શખ્સની અટકાયત કરી છે. તેની પૂછપરછ આરંભી છે. સાથેજ આ કેસમાં હવે ઈમરાનની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

સિક્યુરિટી ગાર્ડે સાયકલ સંતાડી હતી

આ કેસમાં પોલીસને વધુ એક કડી મળી છે. પીડિતાની સાઈકલ શોધવામાં રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એક સિક્યુરિટી ગાર્ડ પાસેથી યુવતીની સાઈકલ મળી આવી છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડ M.D સિક્યુરિટીમાં કામ કરે છે. મહેશ રાઠવા નામના સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને રેલવે LCB પોલીસે વધુ પૂછપરછ હાથધરી છે. સાયકલ પુનિતનગર નજીક પ્રાઇવેટ કવાટર્સમાંથી મળી છે. મહેશ રાઠવાએ સાઇકલ બંધ મકાનમાં રાખી હતી. મકાન 10 વર્ષથી બંધ હતું. સાઈકલ ઝાડીઓમાં સંતાડી હતી. સાઇકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા.

એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇઃ રેલવે SP

રેલવે SP પરિક્ષીતા રાઠોડે કહ્યું હતું કે, 20 દિવસથી તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ તપાસ કરી છે. જોકે આરોપીઓ અંગે હજી કોઇ ભાળ મળી નથી. યુવતીની સાઈકલ ક્યાં છે તેની પણ તપાસ ચાલુ છે. એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇ છે. લોકોના ઘરે જઇને તપાસ કરવામાં આવી રહી છે. 250 જેટલા CCTV તપાસવામાં આવ્યા છે. 200 જેટલા સેક્સ્યુઅલ ઓફેન્સની તપાસ કરાઇ છે. 

ઓએસીસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ

ઓએસીસ સંસ્થા મામલે તપાસ એસીપી ક્રાઇમને સોંપાઈ છે. નાગરિકો અને મીડિયા દ્વારા ઓએસીસ સંસ્થાનો ભૂતકાળ રજૂ કરાતા નિર્ણય લેવાયો છે. સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ્દ કરવું કે કેમ તે અંગે તપાસ બાદ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમને તપાસ સોંપી છે. સંસ્થાએ યુવતી સાથે થયેલી ઘટના પર કેમ ઢાંક પીછોડો કર્યો તે એન્ગલથી પણ તપાસ થશે.

પોલીસે પ્રજાની મદદ લેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા

ઘટનાના 20 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. ત્યારે પોલીસે પ્રજાની મદદ લેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા છે. સામુહિક દુષ્કર્મ મામલે હવે પોલીસે પ્રજાનો સહયોગ માંગ્યો છે. ગુનેગારો અંગેની માહિતી આપવા પોલીસના નંબરો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0265 2415111/100 જાહેર. DCB પોલીસ સ્ટેશનનો 0265 2513635 નંબરથી સંપર્ક કરી શકાશે. PI આર.એ જાડેજાના 9825750363 નંબર પર માહિતી આપી શકાશે. PI વી.આર ખેરના 9909267090 નંબર પર સંપર્ક કરી શકાશે. PI વી.બી આલના મોબાઈલ નંબર 8980037926 પર સંપર્ક કરી શકાશે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત કુલ 400 પોલીસ કર્મીઓ તપાસ કરશે. ગુનેગારોની માહિતી આપનારની વિગતો પોલીસ ગુપ્ત રખાશે.

પીડિતાના શરીર પરથી મળી આવ્યા ઘા 

PM રિપોર્ટમાં પીડિતાના શરીરે ઘા વાગેલા જોવા મળ્યા છે...યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાના પુરાવા મળ્યા છે.

સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 6 સિનિયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. SITના સભ્યો દ્વારા ઘટનાસ્થળે જઈને પણ તપાસ કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ કહ્યું થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠશે

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મમાં પોલીસ હાલ તો ગોથા ખાઈ રહી તેવુ લાગી રહ્યું છે તેવા સમગ્ર કેસ મુદ્દે હર્ષ સંઘવી દ્વારા ફરી નિવેદન આપવામાં આવ્યું હતું કે યુવતીને ન્યાય અપાવીને રહીશું. થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠી જશે. આરોપીને પકડી જનતા સમક્ષ લાવવામાં આવશે. પીડિતાની માતા વારંવાર ગૃહરાજ્યમંત્રી સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી રહી છે. આ પહેલા પણ પીડિતા યુવતીના ભાઈ તરીકે ન્યાય અપાવીશ એવું હર્ષ સંઘવી કહી ચૂક્યા છે. રેલવે પોલીસ આપઘાત કેસને પોતાની રીતે ખોળી રહી છે જ્યારે વડોદરા પોલીસ દુષ્કર્મના કેસની તપાસમાં જોતરાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહાયક ભૂમિકામાં માર્ગદર્શન આપી રહી છે પણ હજુ સુધી કેસ ગોળ ગોળ ફરી રહ્યો છે. 

કેસ પોલીસ 'અંધારા ઉલેચે' છે?

વડોદરામા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિટના કેસમાં હવે ઓએસીસ સંસ્થાના કેટલાક લોકો પોલીસ રડારમાં આવ્યા છે. શું આ ઘટના અંગે સંસ્થાના કેટલાક લોકોને જાણ હતી ? પોલીસે   સંસ્થાના કેટલાક કર્મચારીઓના મોબાઈલ અને તેની વિગતો ચકાસવા માટે 'ટ્રેસ'કરવા શરૂ કર્યા છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ યુવતીના કેસ અંગે   પૂર્વ સરપંચ રહી ચૂકેલા ઇશ્વરસિંહ સિસોદિયાએ કહ્યું કે, ન્યાય મળવો જોઇએ. 

હત્યા કે આત્મહત્યા?

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી તે વાત હવે કોરા કાગળની જેમ સાફ છે. કારણ કે, એક દીકરીનું ખુલ્લેઆમ અપહરણ થઈ જાય છે. તેની સાથે ગેંગરેપ થાય છે.   અને ટ્રેનના ડબ્બામાં ગળેફાંસો ખાઈને લટકેલી હાલતમાં મળી આવે છે. પુરાવાઓ આત્મહત્યા નહીં હત્યાની દીશામાં ઈશારો કરી રહ્યા છે. જ્યારે પોલીસ આત્મહત્યાની દીશામાં તપાસ કરી રહી છે તે પણ મોટો સવાલ છે.

યુવતીની આત્મહત્યાનો મામલો શું છે?

  • નવસારીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ થતા યુવતીએ આપઘાત કર્યો
  • યુવતી વડોદરામાં અભ્યાસ અને OASIS સંસ્થામાં ફેલોશિપ કરતી હતી
  • 2 નવેમ્બરે ઘરે જતી હતી ત્યારે વડોદરામાં તેનું અપહરણ થયું
  • વડોદરાના બે રિક્ષાચાલકોએ યુવતીનું અપહરણ કરી ગેંગરેપ કર્યો
  • દુષ્કર્મની ઘટના એક બસ ડ્રાઇવરના ધ્યાને આવતા ડ્રાઇવરે મદદ કરી હતી
  • 4 નવેમ્બરે યુવતીનો વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી મૃતદેહ મળ્યો
  • મૃતદેહ સાથે રેલવે પોલીસને એક ડાયરી મળી આવી હતી
  • આ ડાયરીમાં યુવતીએ પોતાના પર ગેંગરેપની ઘટનાની નોંધ કરી હતી
  • ડાયરીમાં યુવતીએ પોતાને વડોદરા બસ ડ્રાઇવરે બચાવ્યાની પણ નોંધ કરી હતી
  • 14 નવેમ્બરે પોલીસને સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ મળ્યા
  • પીડિત યુવતીએ ઘટના પહેલા ચાંદોદની મુલાકાત લીધી હતી
  • પીડિતા એકાદ વર્ષ અગાઉ સંસ્થાની ચાંદોદ શાખામાં પણ કામ કરતી હતી
  • 3 નવેમ્બરની રાત્રે 11.30 કલાકે યુવતીએ મેસેજ મોકલ્યો હતો
  • સંજીવભાઈ નામના વ્યક્તિને પીડિતાએ મેસેજ મોકલ્યો હતો
  • યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું
  • ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી
  • ઓએસીસ સંસ્થાની ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી 
  • સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી
  • ટ્રસ્ટીઓને દુષ્કર્મની ઘટનાની જાણ હોવા છતાં છૂપાવી હતી વાત
  • પીડિતાએ સંસ્થાની કર્મચારી વૈષ્ણવીને ડાયરીના ફોટો મોકલ્યા હતા
  • સંસ્થાની કર્મચારીએ ટ્રસ્ટી પ્રીતિ નાયરને બતાવ્યા હતા ફોટો
  • સંસ્થામાં સંજીવ શાહ, શૈલેષ શાહ અને પ્રીતિ નાયર છે ટ્રસ્ટી
  • ડાયરનું છેલ્લું પેજ, ડાયરી, પીડિતાના કપડા FSLમાં મોકલાયા   
  • OASIS સંસ્થા પર યુવતીની માતાએ પણ આક્ષેપ લગાવ્યા છે
  • સંસ્થાએ કેમ મારી દીકરીને મદદ ન કરી?- યુવતીની માતા
  • યુવતીને આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યો હોવાનો ખુલાસો થયો
  • સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના 
  • ઓએસીસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ
  • પોલીસને પીડિતાની સાઇકલ મળી આવી છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ