પંજાબ બાદ હવે આંધ્રપ્રદેશમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક કહી શકાય તેવી એક ઘટના બની છે. આંધ્રના વિજયવાડાના ગન્નાવરમ એરપોર્ટ પરથી જ્યારે પીએમ મોદી હેલિકોપ્ટરમાં ઉડાણ ભરી રહ્યાં હતા ત્યારે હેલિકોપ્ટરની ઘણી નજીક કોઈક કાળા ફૂગ્ગા છોડી રહેલું જોવામાં આવતું હતું. થોડી વારમાં તો આખુ આકાશ સેંકડો કાળા ફુગ્ગાથી ભરાઈ ગયું હતું. આ ઘટનાને કારણે સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પંજાબના ફિરોજપુરમાં પણ પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો હતો.
#WATCH | A Congress worker released black balloons moments after PM Modi's chopper took off, during his visit to Andhra Pradesh.
પીએમ મોદીના હેલિકોપ્ટર નજીક સેંકડો કાળા ફુગ્ગાઓ જોવા મળતા હડકંપ
પીએમ મોદીના હેલિકોપ્ટર નજીક સેંકડોની સંખ્યામાં કાળા ફુગ્ગાઓ જોવા મળતા હડકંપ મચ્યો હતો. અહેવાલો અનુસાર, આ કાળા ફુગ્ગાઓ કોંગ્રેસના કાર્યકરો દ્વારા છોડવામાં આવ્યા હતા અને આકાશમાં મોટી સંખ્યામાં કાળા ફુગ્ગાઓ ઉડતા જોવા મળ્યા હતા. આ પહેલા પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં મોટો ભંગ કરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પીએમ મોદી પઠાણકોટમાં રેલી કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ તેમના કાફલાને રોકી લીધો હતો. પ્રદર્શનકારીઓથી ઘેરાયેલા પીએમ મોદીનો સુરક્ષા કાફલો ત્યાંથી પરત ફર્યો હતો. કેન્દ્ર સરકારે આ મુદ્દે પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગ્યો હતો. બાદમાં પંજાબની તત્કાલીન કોંગ્રેસ સરકારે પણ તેના પર ખેદ વ્યક્ત કર્યો હતો.
#UPDATE Andhra Pradesh | 3 Congress protesters taken into custody for releasing black balloons soon after PM Modi's chopper took off from Gannavaram Airport, where a strict security cordon was set up around the airport: SP Siddharth Kaushal, Krishna district
જાણો શું બન્યું હતું
પીએમ મોદીનું હેલિકોપ્ટર જ્યાંથી ઉપડ્યું હતું તે એરપોર્ટ પર કોંગ્રેસના કેટલાક નેતાઓ વિરોધ કરી રહ્યા હતા. તેઓ વડા પ્રધાનને નિશાન બનાવતા સૂત્રોચ્ચાર કરતી વખતે કાળા ફુગ્ગાઓ અને પ્લેકાર્ડ્સ પકડેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કાળા ફુગ્ગા બતાવીને પીએમ મોદીનો વિરોધ કરવા માટે રાષ્ટ્રવ્યાપી હાકલ કરી હતી. પીએમના આગમન પહેલા સવારે લગભગ 8:30 વાગ્યે, ત્રણ લોકો, સુનકદરા પદ્મશ્રી, પાર્વતી અને કિશોર, ફુગ્ગાઓ સાથે એરપોર્ટ તરફ જતા જોવા મળ્યા હતા. તેમને રોકવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. લિકોપ્ટરમાં બેસીને પીએમ મોદીના રવાના થયા બાદ કોંગ્રેસ કાર્યકર રાજીવ રતન અને રવિ પ્રકાશ બની રહેલી બિલ્ડિંગ પર ચડી ગયા હતા અને બલૂન છૂટા મૂક્યા હતા.
કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ
પોલીસે કાળા બલૂન ચગાવનાર કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરી છે અને હજુ પણ એક કાર્યકર લાપત્તા છે જેની શોધખોળ ચાલી રહી છે.