બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / PM Narendra modi wished Amitabh Bachchan on his birthday

જન્મદિન / PM મોદીએ બિગ બીને કરી બર્થડે વિશ, અમિતાભ બચ્ચને આપ્યું હૃદયસ્પર્શી રીએક્શન

Vaidehi

Last Updated: 05:27 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દી સિનેમાનાં મહાનાયક અને એક્ટિંગ કિંગ એવા અમિતાભ બચ્ચને 11 ઑક્ટોબરનાં 80માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિતજીને બર્થ ડેની શુભકામનાઓ આપી.

  • સિનેમા જગતનાં દિગ્ગજ અમિતાભ બચ્ચનનો બર્થ ડે
  • પીએમ મોદીએ આપી શુભેચ્છા
  • અમિતાભે અલગ અંદાજમાં પીએમને આપ્યો જવાબ

જેમને પરિચયની જરૂર નથી તેવા બોલિવૂડના દિગ્ગડ કલાકાર અમિતાભ બચ્ચનનો આજે એટલે કે 11 ઑક્ટોબરનાં રોજ જન્મદિન છે. આ વર્ષે અમિતાભ બચ્ચને પોતાના જીવનકાળના 80 વર્ષ પૂરાં કર્યા છે ત્યારે બિગ બીને તમામ લોકો શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. તેવામાં દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અમિતાભ બચ્ચનને બર્થ ડેની શુભેચ્છા વ્યક્ત કરી છે. જેનો બિગ બીએ ખાસ અંદાજમાં જવાબ પણ આપ્યો છે.


વડાપ્રધાને ટ્વીટ પર બિગ બીને આપી જન્મદિવસની શુભકામનાઓ
અમિતાભ બચ્ચનનાં 80માં જન્મદિન નિમિત્તે ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી અમિતાભ બચ્ચનને બર્થ ડે વિશ કર્યું. આ ટ્વીટમાં પીએેમએ લખ્યું કે અમિતાભ બચ્ચન તમને 80માં જન્મદિવસની ખુબ-ખુબ શુભેચ્છા. તમે એક ફિલ્મ જગતના એવા વ્યક્તિઓમાંના એક છો જેણે પેઢીઓ સુધી લોકોને શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડ્યું છે. હું એવી કામના કરૂં છું કે તમે લાંબુ અને સ્વસ્થ જીવન વ્યતીત કરો.

ટ્વીટનો બચ્ચને આ રિપ્લાય આપ્યો

મોદી દ્વારા કરાયેલ બર્થ ડે વિશનાં ટ્વીટનો રિપ્લાય આપતા અમિતજીએ લખ્યું કે પીએમ નરેન્દ્ર મોદીજી, તમારી આ શુભકામનાઓ માટે હું આભાર વ્યક્ત કરૂં છું. તમારા આશીર્વાદરૂપી શબ્દો મારાં માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત રહેશે. આ અંદાજમાં બિગ બીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો.

આ કલાકારોએ પણ અમિતાભને કર્યું બર્થ ડે વિશ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ તમામ લોકો બિગ બીનું નામ ઘણાં સન્માન સાથે લે છે. તેવામાં અમિતાભ બચ્ચનના જન્મદિવસનાં અવસર પર સુપરસ્ટાર અજય દેવગણ, અક્ષય કુમાર, રાજકુમાર રાવ, મનોજ વાજપાયી અને કાર્તિક આર્યન જેવા દિગ્ગજોએ પણ તેમને વિશ કરતી પોસ્ટ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ