પંજાબમાં PMની સુરક્ષામાં ચૂકને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જેમાંથી એક છે પીએમની સુરક્ષા માટે કોણ જવાબદાર હોય છે અને કેટલો ખર્ચ થાય છે.
પીએમની સુરક્ષા SPGના હાથમાં હોય છે
પીએમ મોદીની સુરક્ષામાં દર રોજ 1.17 કરોડનો ખર્ચ
એક વૈકલ્પિક રસ્તો પણ તૈયાર રાખવામાં આવે છે
પીએમની સુરક્ષા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(SPG)ના હાથમાં હોય છે. પરંતુ જ્યારે પીએમ કોઈ રાજ્યના પ્રવાસે હોય છે ત્યારે રાજ્યની પોલીસની પણ જવાબદારી હોય છે.
એક વૈકલ્પિક રસ્તો પણ તૈયાર રાખવામાં આવે છે
એસપીજી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે પીએમના પ્રવાસને લઈને સીએમ, ગૃહમંત્રી, ડીજીપી અને મુક્ય સચિવને જાણકારી આપી શકાય છે. સિક્યોરિટી પ્લાન પણ એસએસપી અને ડીએમે જણાવ્યું કે ઈમરજન્સી માટે કન્ટીન્જેસી પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે એસએસપી પણ પીએમના કાફલાનો ભાગ હોય છે. એક વૈકલ્પિક રસ્તો પણ તૈયાર રાખવામાં આવે છે.
એસપીજીની સુરક્ષા વ્યવસ્થા કડક હોય છે. પરંતુ આમાં કેટલા જવાન હોય છે તેની સંખ્યા નક્કી નથી હોતી. ખતરાને ધ્યાનમાં રાખી તેમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. એસપીજીમાં મોટી ગાડીઓ અને જહાજો પણ સામેલ હોય છે.
પીએમ મોદીની સુરક્ષામાં દર રોજ 1.17 કરોડનો ખર્ચ
એસપીજીનું બજેટ સતત વધી રહ્યું છે. 2014-15માં જ્યારે મોદી સરકાર આવી હતી. ત્યારે તેનું બજેટ 289 કરોડ રુપિયા હતુ. 2015-16માં આ વધીને 330 કરોડ રુ. થયુ. 2019-20માં આ 540.16 કરોડ રુપિયા થયુ. 2021-22માં એસપીજીનું બજેટ 429.05 કરોડ રુપિયા હતુ. પહેલા પૂર્વ પીએમ અને તેમના પરિવારને સુરક્ષા મળતી હતી. હવે માત્ર આ ખર્ચ પીએમ મોદીની સુરક્ષા માટે થઈ રહ્યો છે. એટલે કે પીએમ મોદીની સુરક્ષામાં 1.17 કરોડ દરેક કલાક 4.90 લાખ અને દરેક મિનિટે 8160 રુપિયાનો ખર્ચ થાય છે.
કેવી હોય છે પીએમની સુરક્ષા વ્યવસ્થા
SPG કમાન્ડોરની સુરક્ષા 4 સ્તરની હોય છે. પહેલા સ્તરમાં SPGની ટીમની પાસે સુરક્ષાની જવાબદારી હોય છે. SPGના 24 કમાન્ડર પીએમની સુરક્ષામાં તૈનાત રહે છે. કમાન્ડોઝની પાસે એફએનએફ-2000 અસોલ્ટ રાઈફલ્સ હોય છે. સેમી ઓટોમેટિક પિસ્ટલ અને બીજી અત્યાધુનિક હથિયાર હોય છે.
- પીએમમંત્રી બૂલેટ પ્રુફ કારમાં સવાર હોય છે. કાફલામાં 2 આર્મ ગાડીઓ ચાલે છે. 9 હાઈપ્રોફાઈલ ગાડીઓ ઉપરાંત એમ્બ્યુલન્સ અને જામર હોય છે. પીએમના કાફલામાં ડમી કાર પણ ચાલે છે. કાફલામાં લગભગ 100 જવાન સામેલ છે.