બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / PM Narendra Modi has called for the Indian Air Force to join the evacuation efforts

BIG BREAKING / PM મોદીએ વાયુસેનાને આપ્યા મોટા આદેશ, ઓપરેશન ગંગા હેઠળ વધુ એક નિર્ણય

Pravin

Last Updated: 12:06 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ રાષ્ટ્રપિત સાથે પણ મુલાકાત કરી હતી. જો કે, હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે, તે અંતર્ગત જોઈએ તો, પીએમ મોદીએ વાયુસેનાને પણ મોટા આદેશ આપ્યા છે. જે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં મદદ કરશે.

રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું છે, તેને લઈને યુક્રેનમાં ભારે સંકટની ઘટી આવી પડી છે. જેમાં કેટલાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારતીય નાગરિકોને સહીસલામત પાછા લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ સતત કાર્યરત છે. 

 

આ જ બાબતને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રપિત સાથે પણ મુલાકાત કરી હતી. જો કે, હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે, તે અંતર્ગત જોઈએ તો, પીએમ મોદીએ વાયુસેનાને પણ મોટા આદેશ આપ્યા છે. ભારતીય વાયુસેના આ ઓપરેશનમાં ભારતીયોને સહીસલામત પાછા લાવવાના કામમાં જોડાશે.  જેમાં સી17 ગ્લોબમાસ્ટરથી ભારતીયોને સ્વદેશ પાછા લાવવામાં આવશે.

આમ તો યુક્રેનમાં કેટલાય દેશોના નાગરિકો ફસાઈ ચુક્યા છે, પણ પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત દુનિયામાં સૌથી વધારે એક્ટિવ ઓપરેશન ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી કેબિનેટના ચાર મંત્રીઓએ મોર્ચો સંભાળ્યો છે. એર ઈંડિયાની ફ્લાઈટ યુક્રેનથી ભારતીયોને સ્વદેશ લાવવાના મિશનમાં સતત ફ્લાઈટ ઉડી રહી છે. હવે ઈંડિગો, એર ઈંડિયા એક્સપ્રેસ અને સ્પાઈસ જેટ પણ ઓપરેશન ગંગામાં શામેલ થઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હંગેરી, રોમાનિયા અને પોલેન્ડના રસ્તેથી ફ્લાઈટ મોકલીને મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આવો જાણીએ યુક્રેન સંકટ દરમિયાન ઓપરેશન ગંગા કેવી રીતે દુનિયાનું સૌથી મોટું બચાવ અભિયાન બની ચુક્યું છે. 


ચાર મંત્રી, ચાર દેશ અને હજારો ભારતીયો 

મોદી સરકારે પોતાના મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, હરદીપ પુરી, કિરેન રિજિજૂ અને વીકે સિંહને યુક્રેનની પશ્ચિમી સરહદથી અડીને આવેલા દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. વોર ઝોનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે આ મહત્વની એક્શન છે, કારણ કે, એક્સપ્રટ જણાવે છે કે, આવા સમયે કોઓર્ડિનેશન એટલે કે સમન્વય સૌથી મોટી વાત છે. હકીકતમાં જ્યારે યુક્રેનમાં રશિયાએ હુમલો શરૂ કરી દીધો તો, ભારત સરકારે પોતાના નાગરિકો બહાર કાઢવા માટેના સંભવ તમામ પ્રયાસો ખંગાળવા લાગ્યું હતું. યુક્રેન અને તેના પાડોશી દેશ પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, હંગેરી અને મોલ્ડોવાની વચ્ચેની બોર્ડર ક્રોસિંગ પર ફોકસ કર્યું છે. ત્યાર બાદ આ દેશોમાંથી ભારતીયોને એરલિફ્ટ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. ગત મહિને લગભગ 20,000 ભારતીય યુક્રેનમાં હતા, જેમાં સ્ટૂડેંટ્સ પણ શામેલ છે. સરકારે એક એડવાઈઝરી જાહેર કરવાની શરૂઆત કરી, તો 8000 ભારતીય યુક્રેનમાં ફસાઈ ગયા. MEA એ જણાવે છે કે, 1400 લોકોને ઘરે લાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, ભારત સરકાર આ ઓપરેશનનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવી રહી છે. 

ભારતીય નાગરિકોને સૂચના અપાઈ

ભારત યુક્રેનમાંથી પોતાના નાગરિકોને પાછા લાવશે, ત્યાં ફસાયેલા ભારતીયોએ ગભરાવાની જરૂર નથી, વિદેશ મંત્રાલયની ટીમ સાથે સંપર્ક કરે અને સીધા સરહદ પર ન આવે. અમે ભારતીયોને યુક્રેનના પશ્ચિમી વિસ્તાર તરફ જવા માટે સૂચના આપી રહ્યા છીએ. સાથે જ અમે એ વાત પર પણ ભાર આપી રહ્યા છીએ કે, લોકો સીધા સરહદી વિસ્તારમાં પ્રવેશી નહીં. તે ભારતીય પશ્ચિમી ભાગમાં પહોંચે અને નજીકના શહેરમાં રોકાય. જો ત્યાં ફસાયેલો લોકો સીધા સરહદ પર પહોંચશે, તો ત્યાં ભીડ એકઠી થઈ જશે, ત્યારે આવા સમયે તેમને કાઢવામાં ભારે મુશ્કેલી આવી શકે છે.

કીવમાં રશિયન ભાષા જાણતા અધિકારીઓને આ કામે લગાવ્યા 

એક બાજૂ ભારતીય વિદેશ મંત્રાલય રશિયાની ભાષા જાણતા પોતાના અધિકારીઓને કીવ રવાના કર્યા છે, જેમાં બોમ્બ બ્લાસ્ટની વચ્ચે પોતાના નાગરિકોને સુરક્ષિત ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ અધિકારી રશિયાના સૈનિકોને તેમની જ ભાષામાં બચાવ અભિયાનને લઈને માહિતગાર કરશે. આ બાજૂ ભારત સરકાર સતત યુક્રેનના સંપર્કમાં છે અને સંયુક્ત રાષ્ટ્ર સુધી પણ પોતાના અધિકારોનો ઉપયોગ કરવાની કોશિશ થઈ રહી છે કે, કોઈ પણ ભારતીયને નુકસાન ન થાય.

24 કલાક મિશન મોડ પર સરકાર

પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમામ ભારતીયોની સુરક્ષા નક્કી કરવા માટે આખી સરકાર 24 કલાક કામ કરી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે, ભારત પાડોશી અને બીજા વિકાસશીલ દેશોમાં તે લોકોની મદદ કરશે, જે પૂર્વી યુરોપના યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે. પીએમ આ મિશનને ખુદ લીડ કરી રહ્યા છે. 24 કલાકમાં તેમણએ ત્રણ મહત્વની બેઠકો કરી. સરકારે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ અને જનરલ વીકે સિંહના ક્રમશ: પોલેન્ડ, રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને મોલ્ડોવામાં મોકલવાનો નિર્ણય કર્યો છે, જેથી ભારતીયોને લાવવાની પ્રક્રિયા ઝડપી બને.

સ્લોવાક, રોમાનિયાને પીએમ મોદીએ ફોન લગાવ્યો

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે સ્લોવાક ગણતંત્ર અને રોમાનિયાના પોતાના સમકક્ષ સાથે વાતચીત કરી અને યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને કાઢવામાં મદદ ચાલુ રાખવા પર ચર્ચા કરી છે. મોદીએ સ્લોવાક પ્રધાનમંત્રી એડુઅર્ડ ગેરેગ અને રોમાનિયાના પીએમ નિકોલાઈ આયોનેલ સિઉકા સાથે ફઓન પર વાત કરી, તેમણે યુક્રેનમાં ચાલી રહેલી હિંસા અને માનવીય સંકટ પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ભારત સંઘર્ષને સમાપ્ત કરવા તથા વાતચીતનો રસ્તો અપનાવાની અપીલ કરી રહ્યું છે. મોદી એ આ બંને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ રોમાનિયાના વિઝા વગર એન્ટ્રી આપવાના નિર્ણયના વખાણ કર્યા અને ભારતથી વિશેષ વિમાનને મંજૂરી આપવા માટે ખાસ આભાર પ્રગટ કર્યો હતો. મોદીએ આ બંને વડાપ્રધાનને કહ્યું કે, ભારતના મંત્રીઓને હું મોકલી રહ્યો છે, જે અમારા નાગરિકોને લાવવામાં મદદ કરશે.

વિદેશમાં ભાજપ સેલ અને આધ્યત્મિક ગુરુઓ સાથે વાત

પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને કાઢવા માટે સરકારના પ્રયાસોની સાથે સાથે ભાજપનું વિદેશ એકમ અને કેટલાય આધ્યાત્મિક ગુરૂઓ અને સંગઠનો સાથે વાત કરી છે. ભાજપના વિદેશ મામલાના પ્રભારી વિજય ચૌથાઈવાલે ટ્વિટ કર્યું છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે પીએમ મોદી કેવા અથાક કાર્ય કરી રહ્યા છે, તેની જાણ થઈ. તેમણે મને રાતના સાડા બાર વાગ્યાની આસપાસ કોલ કર્યો અને કહ્યું કે, આ પ્રક્રિયામાં કેવી રીતે વિદેશમાં રહેતા ભારતીય, આધ્યાત્મિક, સામાજિક સંગઠન શામેલ થઈ શકે છે. મોદીએ રવિવારે એક ઉચ્ચ સ્તરિય બેઠઠકની અધ્યક્ષતા કરી હતી, કારણ કે, યુક્રેનમાં તેમના ફોલોઅર્સ ઢગલાબંધ છે. રવિ શંકરે એક ચેનલને કહ્યું કે, ભારતીયોને કાઢવા અને રહેવા તથા ભોજનની વ્યવસ્થા પર વાત થઈ છે. 

ઈંડિગો, સ્પાઈસઝેટ પણ સાથે આવ્યા

ઈંડિગોએ કહ્યું કે, બૂચારેસ્ટ અને બુડાપેસ્ટથી ફ્લાઈટ સાથે તે વધું ચાર ફ્લાઈટ ઉડાન ભરશે. કહેવાયું છે કે, દિલ્હીથી બુડાપેસ્ટ, હંગેરી અને પોલેન્ડથી વાયા ઈસ્તાંબુલ માટે બે પ્લેન મોકલવામાં આવ્યા છે તે 1 માર્ચે દિલ્હીથી ઉડાન ભરશે. એર ઈંડિયા પોતાના ઝંબો પ્લેન બોઈંગ 787 ને તૈનાત કરી રહ્યું છે, જે ક્ષેત્રથી નોન સ્ટોપ ઉડાન ભરશે. ai એક્સપ્રેસ આજે મુંબઈથી બુચારેસ્ટ માટે બોઈંગ 737 મોકલી રહ્યું છે. તે કુવૈતના રસ્તેથી એક સ્ટોપ લઈને મંગળવારે સવારે 182 ભારતીયોને લઈને આવ્યું છે. ટાટા ગ્રુપ એરલાઈન્સ અંતર્ગત એર ઈંડિયા એક્સપ્રેસ ઓપરેશન ગંગામાં પુરા જુસ્સા સાથે ભાગ લઈ રહ્યું છે. ઈંડિગો પણ દિલ્હીથી બુચારેસ્ટ અને ઈસ્તાંબુલના રસ્તે બુડાપેસ્ટ માટે એ321 એરક્રાફ્ટ મોકલી રહ્યું છે. સ્પાઈસઝેટ પણ ભારતીયોને બહાર કાઢવા માટે મિશનમાં પોતાનું પ્લેન મોકલી રહ્યું છે. 

યુક્રેનથી પોતાના નાગરિકોને પાછા લાવવામાં સૌથી એક્ટિવ ભારત

ભારતે ઓપરેશન ગંગા ચલાવ્યું છે, પણ પાડોશી દેશ ચીને ન તો પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે કોઈ એડવાઈઝરી જાહેર કરી છે, ન તો કોઈ સપોર્ટ કરી રહ્યું છે. યુક્રેનમાં ચીની નાગરિકો પર હુમલા થઈ રહ્યા છે. જ્યારે તિંરગો લાગેલી બસોને સૈફ પેસેજ આપવામાં આવી રહ્યા છે. અમેરિકાએ પોતાના નાગરિકોને કાઢવામાં પણ હાથ ઉંચા કરી દીધા છે. બ્રિટેન અને જર્મનીએ સ્પષ્ટ કરી દીધું છે કે, પોતાના નાગરિકોને કાઢવાની સ્થિતીમાં નથી. કીવમાં ભારતીય દૂતાવાસ હજૂ પણ કામ કરી રહ્યું છે. જ્યારે બ્રિટિશ દૂતાવાસને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું છે, અને જર્મનીએ તો એમ્બેંસી જ બંધ કરી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ