બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm narendra modi convenes important cabinet meeting will talk to ministers

BIG BREAKING / મોદી સરકારનો મોટો નિર્ણય: મફત રાશનની યોજના 6 મહિના માટે લંબાવી, કેબિનેટની બેઠકમાં લેવાયો આ નિર્ણય

Pravin

Last Updated: 07:38 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • મોદી સરકારનો મોટો નિર્ણય
  • દેશવાસીઓને આપી મોટી રાહત
  • કેબિનેટ બેઠકમાં લેવાયો આ નિર્ણય

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠક સાંજે 4:30 કલાકે બોલાવવામાં આવી હતી. સામાન્ય રીતે આવી બેઠક બુધવારે યોજાતી હોય છે, પરંતુ શનિવારે આ બેઠક કયા હેતુથી બોલાવવામાં આવી હતી તેના પર સૌની નજર મંડાયેલી છે. આ બેઠકમાં મુખ્ય મુદ્દા પર નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત આગામી દિવસમાં 6 મહિના સુધી દેશવાસીઓને મફત રાશન આપવામાં આવશે. 

 

મીટિંગમાં થયો આ નિર્ણય

આ કેબિનેટ મીટિંગમાં ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત આગામી 6 મહિના સુધી લંબાવી દેવામાં આવી છે. મોદી કેબિનેટમાં આ નિર્ણય થયો છે કે, 30 સપ્ટેમ્બર સુધી આ યોજના લાગૂ રહેશે. પહેલા યોજના 31 માર્ચ સુધી ખતમ થવાની હતી.

કોરોનાકાળમાં શરૂ કરી હતી આ યોજના

આપને જણાવી દઈએ કે, કોરોનાના કારણે લોકડાઉન લાગવા પર કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. એટલા માટે સરકારે 1.70 કરોડની ગ્રાંટ તેના માટે ફાળવી હતી. આ અન્ન યોજના અંતર્ગત ગરીબોને મફત રાશન આપવામાં આવે છે, જેમાં પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલોના દરથી અનાજ મળે છે. 

અહીં ઉલ્લેખનીય છે કે, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને ત્યારે આવા સમયે કેબિનેટની બેઠકમાં લેવાયેલો આ નિર્ણય ખૂબ મહત્વનો માનવામાં આવે છે. 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત, સરકાર નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ઓળખાણ માટે 80 કરોડ રાશન કાર્ડધારકોને મફત રાશન આપે છે. આ સ્કીમ અંતર્ગત મળતા મફત રાશન કાર્ડધારકોને રાશનની દુકાન દ્વારા મળતી સબ્સિડીવાળા અનાજ ઉપરાંત વધારાનું અનાજ હોય છે. 

આ યોજના અંતર્ગત કોને કેટલો ફાયદો થાય છે 

ત્યારે હવે સવાલ એ થાય છે કે, કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત ક્યા લોકોને અને કેટલો ફાયદો મળે છે. તો આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત ભારતના લગભગ 80 કરોડ રાશનકાર્ડ ધારકોને દર મહિને પ્રતિ વ્યક્તિદીઠ 5 કિલો વધારે અનાજ (ઘઉં-ચોખા) મળે છે. આપને જણાવી દઈએ કે, દેશના જે નાગરિક પાસે રાશન કાર્ડ છે, તેને પોતાના કોટાના રાશનની સાથે સાથે આ યોજના અંતર્ગત દર મહિને પાંચ કિલો વધારાનું રાશન પણ મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત મફત અનાજ એજ રાશનની દુકાનેથી મળે છે. જ્યાં રાશન કાર્ડ પર મળે છે. 

આ વાતનું ધ્યાન રાખજો કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજનો ફાયદો એ લોકો માટે નથી, જેમની પાસે રાશન કાર્ડ નથી. આ યોજના રાશન કાર્ડ ધારકો સુધી જ મર્યાદિત છે. જેની સંખ્યા દેશમાં 80 કરોડની આસપાસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ