બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's mother Heeraba UN Mehta admitted to hospital

કામના / VIDEO: PM મોદીના માતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ, હીરાબા માટે મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી જ કરી પ્રાર્થના

Malay

Last Updated: 06:39 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ PM મોદીના માતા હીરાબા માટે મોરારીબાપુએ પ્રાર્થના કરી છે. હીરાબાના આશીર્વાદ લાંબા સમય સુધી સૌને પ્રાપ્ત થતાં રહે તેવી ભાવના મોરારીબાપુએ દર્શાવી છે.

  • PM મોદીના માતા હીરાબા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ
  • PM મોદીના માતા હીરાબા માટે મોરારીબાપુએ કરી પ્રાર્થના
  • આપણે બધા હીરાબા માટે કરીએ પ્રાર્થનાઃ મોરારીબાપુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડતા મંગળવારે રાતે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને 7 ડોક્ટરોની ટીમ હીરાબાની સારવાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં હીરાબાના ખબર-અંતર પૂછ્યા હતા. હીરાબા જલ્દી સ્વસ્થ થાય એ માટે દેશભરમાં પ્રાર્થના  કરવામાં આવી રહી છે. ત્યારે રામ કથાકાર મોરારી બાપુએ પણ હીરાબાના સારા સ્વાસ્થ્યમાં માટે પ્રાર્થના કરી છે.

હીરાબા માટે મોરારીબાપુએ કરી પ્રાર્થના
આજે મોરારીબાપુએ લાઠીની રામકથાના છઠ્ઠા દિવસે પ્રધાનમંત્રીના માતા હીરાબાના જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સૌ રામકથાના શ્રોતાજનો વતી કરી હતી. હીરાબાના આશીર્વાદ લાંબા સમય સુધી સૌને પ્રાપ્ત થતાં રહે તેવી ભાવના મોરારીબાપુએ દર્શાવી હતી. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, આપણા દેશના વડાપ્રધાનના પૂજ્ય માતુશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપણે બધા જ મારી વ્યાસપીઠની સાથે પરોક્ષ-અપરોક્ષ રીતે જોડાયેલા સૌ હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ, જેથી કરીને હીરાબાના આશીર્વાદ બધાને લાંબા સમય સુધી પ્રાપ્ત થતા રહે.    

હીરાબાની તબિયત સુધારા પર છેઃ UN મહેતા હોસ્પિટલ
આ તરફ ગઇકાલ બાદ આજે સવારે ફરી એકવાર CM ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. જેથી આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. UN મહેતા હોસ્પિટલે પણ નવું હેલ્થ બુલેટિન બહાર પાડીને જણાવ્યું છે કે, હીરાબાની ગઈકાલ કરતા આજે તબિયત સારી છે, હીરાબાની તબિયત સુધારા પર છે. આપને જણાવી દઈએ કે, હાલ તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે હાજર છે.

શું તકલીફ હતી હીરાબાને?  
હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે કે તેઓ કુદરતી રીતે શ્વાસ નહોતા લઈ શકતા, તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું. હાલમાં ડોક્ટરો તેમની શ્વાસની બીમારીની સારવાર કરી રહ્યાં છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ