બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi's hard work, does the Opposition have such power and face?

અજેય મોદી / UP બાદ નવા મિશન પર મોદી, શું વિપક્ષના કોઈ નેતામાં આટલી એનર્જી છે ખરી ?

Vishnu

Last Updated: 11:05 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈ કાલે 4 રાજ્યોમાં પીએમ મોદીનો સખત પરિશ્રમ રંગ લાવ્યો, આજથી ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીના રોડ શો કરી શ્રી ગણેશ કર્યા

  • 4 રાજ્યોમાં ફરી એકવાર ભાજપ સરકાર
  • સફળતાના શિરોમણી નરેન્દ્ર મોદી
  • સપા, બસપા, કોંગ્રસ થયા સાફ

જો ચૂંટણી જીતવી હોય તો જમીન પર ઉતરવું પડે. જીતમાં હરખાઈ ન જવાય અને હારમાં હિંમત ન હારી જવી. દરેક જીત પછી બીજી જીત મેળવવાની તમન્ના હોવી જોઈએ. ત્યારે દેશમાં તમારુ એકચક્રી શાસન આવે છે. ગઈકાલે આવેલા પાંચ રાજ્યોના પરિણામમાં ભાજપે ચાર રાજ્યોમાં ફરી સત્તા મેળવી. પ્રધાનમંત્રી મોદીએ આ ચારેય રાજ્યોમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. જીત પછી દિલ્લી ભાજપ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધ્યા. અને આજે તેઓ ફરી ચૂંટણી જીતવા માટે અન્ય મિશન પર લાગી ગયા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી જેવી એનર્જી વિપક્ષમાં છે?.

ચાર રાજ્યોમાં છવાયો ભગવો
કાઉન્ટિંગ શરૂ થયાના બે કલાકમાં જ પરિણામના ટ્રેન્ડ સેટ થયા હતા. દિવસ જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ પાંચે રાજ્યોમાં કોની સરકાર બનશે તે પિક્ચર સ્પષ્ટ થઈ ગયું હતું. ચાર રાજ્યોમાં બંપર જીત સાથે ભાજપે ફરી કમળ ખીલવ્યું અને પંજાબમાં આપે એકતરફી રેકોર્ડ જીત મેળવી. ભાજપ અને જનતાનો નિર્ણય બન્ને સ્પષ્ટ હતા. સાંજે પ્રધાનમંત્રી મોદી કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે પાર્ટી મુખ્યાલય પહોંચ્યા. ફુલોનો વરસાદ થયો. કેન્દ્રના મંત્રી લાઈનમાં ઉભા રહીને તાળીઓ વગાડી રહ્યા હતા. સંબોધનની શરૂઆત થઈ તો મોદીએ મતદાતોનો આભાર માનવા તાળીઓ વગડાવી. અને પોતાના આગવા અંદાજમાં વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો. ભાજપમાં ઉત્સાહ અને ઉમંગ સમાતો ન હતો. ત્યાં કોંગ્રેસ, સપા અને બીજી વિપક્ષી પાર્ટીઓમાં સન્નાટો પસરેલો હતો. ઘણી તૈયારીઓ સાથે જનમત સ્વીકાર કરનારા ટ્વીટ આવ્યા. કાર્યકરોને હિંમત બનાવેલી રાખવાની વાતો કરાઈ. અને રાત પડતા જ ચૂંટણી જાણે થાકમાં ડૂબી ગઈ. 

PM મોદીના પરિશ્રમને સલામ
પરંતુ કોઈ હતું કે જેના માટે આગામી દિવસની સવારનો પ્લાન તૈયાર હતો. જીહાં. અમે વાત કરી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. રાતના આનંદ અને ઉત્સાહ પછી બીજા દિવસના આ દ્રશ્યો અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી જેવા વિપક્ષી નેતાઓ માટે મોટો સંદેશ આપી રહ્યા છે. જ્યારે સવારે લોકો પોતાના મોબાઈલમાં કયા ઉમેદવાર જીત્યા તે શોધી રહ્યા હતા. ત્યારે મોદી ગુજરાત માટે દિલ્લીથી ઉડી ચુક્યા હતા. ટીવી પર લાઈવ પ્રસારણ શરૂ થઈ ગયું હતું અને મોદી ભગવા રંગની ખાસ ટોપી અને સફેદ કુર્તો પહેરી રોડ પર રહેલી ભીડનું અભિવાદન કરતા જોવા મળ્યા. ફુલોની માળાઓથી સજાવેલી જીપમાં સવાર મોદીએ રોડ શો દરમિયાન લાખો સમર્થકોનું હાથ હલાવી અભિવાદન કર્યું. જનતા મોદી. મોદી. જય શ્રી રામ અને ભારત માતા કી જયનો જયજયકાર કરી રહી હતી. રોડ પર લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. એક હાથથી મોદી અભિવાદન કરી રહ્યા હતા. તો બીજા હાથથી વિક્ટ્રી સાઈન બતાવી રહ્યા હતા. આવા સમયે જ્યારે સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી, RLDના જયંત ચૌધરી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા વિપક્ષી નેતાઓ ચૂંટણી પરિણામોથી નિરાશામાં જતા રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી નવા મિશન માટે આગળ વધી ચુક્યા છે. શું વિપક્ષના કોઈ નેતામાં આટલી એનર્જી જોવા મળી રહી છે ખરાં?. 

પ્રધાનમંત્રી મોદી એવા નેતા છે કે જેમના વિશે એવું કહેવાય છે કે તેઓ રાત દિવસ કામ કરે છે. એક કામ પુરુ થયું નથી અને બીજા કામમાં લાગી જાય છે. તેઓ માંડ ત્રણ-ચાર કલાકની ઊંઘ લે છે. તેઓ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી જ્ઞાતિ-જાતિના વાડાઓ તુટી ગયા છે. એક જાતિ પર રાજનીતિ કરતી પાર્ટીઓ વેરવિખેર થઈ ગઈ છે. 

અજેય મોદીની સફળતાની કહાની
2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીની પ્રચંડ જીત પછી કંઈ આવી જ રાજનીતિ દેશમાં જોવા મળી હતી. ભાજપ એક પરિણામ આવ્યા બાદ તરત જ આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી જાય છે. મહાવિજય પછી પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો કર્યો જેમાં દાવો કરાયો કે ચાર લાખ લોકોએ સ્વાગત કરવા માટે ઉભા હતા. રોડ પછી કમલમમાં પ્રધાનમંત્રીએ કાર્યકરો અને નેતાઓ સાથે વાતચીત કરી. અને ત્યારપછી ભોજન લીધુ અને પછી ત્યાંથી સીધા પંચાયત સંમેલનમાં સામેલ થવા માટે નીકળી પડ્યા. આ સંમેલનમાં ગામે ગામથી લોકો ઉમટ્યા હતા. અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સિવાય પણ તેઓ અનેક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ગુજરાતમાં હાલ ભાજપની સરકાર છે અને 2024ની લોકસભા પહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી સ્પષ્ટ સમજી શકાય છે કે ગુજરાત ચૂંટણી માટે ભાજપે તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ વર્ષના અંતમાં રાજ્યમાં ચૂંટણી યોજાશે.  આ વાત હવે વિપક્ષે સમજવી પડશે. કોંગ્રેસે શર્મનાક હાર પછી CWCની બેઠક બોલાવી. માયાવતીએ હિંમત ન હારવાની વાત કરી પરંતુ ભાજપની રણનીતિ તોડ કાઢ્યા સિવાય પડકાર કેવી રીતે આપી શકશે?.  

જ્ઞાતિ-જાતિના વાડામાંથી હવે મુક્તિ?
કેન્દ્રની રાજનીતિમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા તે પહેલા ચૂંટણી વ્યાપક રીતે જાતિ, ક્ષેત્ર અને ધર્મના આધાર પર જીતવામાં આવતી હતી. પ્રધાનમંત્રીએ હવે પોતાના આઠ વર્ષના કાર્યકાળમાં વિપક્ષી પાર્ટીઓની આગળ એક મોટી અને મજબૂત લકીર ખેંચી દીધી છે જેને નાની કરી શકવી અખિલેશ, રાહુલ, મમતા, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, જેવા નેતાઓ માટે એક મોટો પડકાર છે. 

વિપક્ષ હવે શું કરશે?
મોદીની કાર્યશૈલી અને ઊર્જાથી સમજી શકાય છે કે તેઓ એક ટાર્ગેટ સેટ કરે છે અને તેની પર આગળ વધે છે. બીજો દિવસ ઉગે ત્યારે બીજો ટાર્ગેટ તૈયાર રાખે છે. શું વિપક્ષમાં આવી કાર્યશૈલી જોવા મળી રહી છે ખરાં?. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા વિપક્ષી નેતા ટ્વીટર પર અને રેલીઓમાં સક્રિયતા બતાવે છે. પરંતુ આ બધુ ચૂંટણી પુરતું જ હોય છે. ચૂંટણી પુરી થતાંની સાથે આ નેતાઓ ક્યાં પાતાળમાં જતા રહે છે. પાંચ વર્ષ પછી બહાર આવે છે.  જો વિપક્ષે ભાજપને પડકાર આપવો છે તો જળમૂળથી પરિવર્તન કરવું પડશે નહીં તો યુપી ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસને જે 2.33 ટકા વોટ શેર મળ્યો. તેવી જ ટકાવારી અન્ય વિપક્ષી પાર્ટીઓની પણ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ