બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PM modi will hold a high level meeting on the ukraine issue today

એક્શન / PM મોદીએ તાબડતોબ ટૂંકાવ્યો UP પ્રવાસ! દિલ્હી જવા રવાના, યુક્રેન સંકટ મામલે લઈ શકે મોટો નિર્ણય

Kavan

Last Updated: 07:37 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશનો પ્રવાસ અધવચ્ચે જ છોડ્યો છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેઓ યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.

  • યુક્રેન સંકટ પર PM મોદીએ બોલાવી બેઠક
  • UP પ્રવાસ મુક્યો પડતો 
  • ભારતે યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે ઓપરેશન ગંગા

આપને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે. રશિયાએ યુક્રેનના 471 સૈનિકોની ધરપકડ કરવાનો પણ દાવો કર્યો છે. 

4,300 રશિયન સૈનિકો માર્યા ગયાનો યુક્રેને કર્યો દાવો 

આ ઉપરાંત, રશિયન સેનાએ કહ્યું છે કે તેણે યુક્રેનના 975 સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે. બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 4,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે લગભગ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર નષ્ટ થયા છે.

ભારતે યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે ઓપરેશન ગંગા

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો.  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.

યુક્રેન રેલવેએ ભારતીયો માટે શરુ કરી ઈમરજન્સી રેલવે

યુક્રેન રેલવેની જાહેરાત અનુસાર, રાજધાની કીવથી ઈમરજન્સી ટ્રેન ચલાવવામાં આવશે અને તેમાં બેસીને વિદ્યાર્થીઓ અને ભારતીયો પશ્ચિમી વિસ્તારો સુધી જઈ શકશે. યુક્રેન સરકારે દેશમાં વસતા ભારતીયોને ઈમરજન્સી ટ્રેનમાં બેસીને પશ્ચિમી વિસ્તારો તરફ જતા રહેવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને તેમને કોઈ હાની ન પહોંચે અને તેઓ સુરક્ષિત રીતે સ્વદેશ તરફ જતા રહે. 

બેલારુસમાં મોકલ્યું દળ

રશિયન મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેને તેના એક પ્રતિનિધિમંડળને બેલારુસ મોકલી આપ્યું છે જે રશિયાના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરીને કોઈ ઉકેલ કાઢશે. આ પહેલા બેલારુસમાં શાંતિ મંત્રણા માટે યુક્રેને ના પાડી દીધી હતી અને બેલારુસને બદલે બીજા કોઈ સ્થળે શાંતિ મંત્રણાનું જણાવ્યું હતું પરંતુ રશિયા બેલારુસમાં જ વાતચીત કરવા મક્કમ રહ્યું હતું. 

યુક્રેન આંતરરાષ્ટ્રીય અદાલતમાં પુતિનને "યુદ્ધ ગુનેગાર" સાબિત કરશે

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં યુક્રેનનો બચાવ કરનારા પ્રોસિક્યુટર જનરલ ઇરિના વેન્ડિક્ટોવાએ એક ટીવી ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "યુક્રેન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ સાબિત કરશે કે રશિયાના પુતિન 'વોર ક્રિમિનલ' છે. યુક્રેન ન્યાયી અદાલતમાં સાબિત કરશે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 21 મી સદીના "મુખ્ય યુદ્ધ ગુનેગાર" છે.

યુક્રેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયા વિરૃદ્ધ કરી અરજી 

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેને રશિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતમાં અરજી રજૂ કરી છે, જેમાં ભલામણ કરવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ રશિયાને "આક્રમણને ન્યાયી ઠેરવવા માટે નરસંહારની કલ્પનામાં હેરાફેરી કરવા માટે" જવાબદાર ઠેરવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ