બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi will come to Gujarat on July 28 and 29

મુલાકાત / PM મોદી ફરીવાર આવશે ગુજરાતના આંગણે, 2 દિવસ ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી

Dhruv

Last Updated: 03:32 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અનેક રાજકીય નેતાઓ ગુજરાત અવર-જવર કરી રહ્યાં છે ત્યારે ખુદ PM મોદી 28-29એ ગુજરાતને વધુ એક ભેટ આપશે.

  • PM નરેન્દ્ર મોદી ફરીવાર આવશે ગુજરાત પ્રવાસે
  • 28-29 જુલાઈએ ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી
  • અગાઉ વરસાદના કારણે કાર્યક્રમ થયો હતો રદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 28 અને 29 જુલાઈના રોજ PM મોદી ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનીય છે કે, અગાઉ વરસાદના કારણે કાર્યક્રમ રદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા અગાઉ PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અગાઉ તારીખ 15મી જુલાઈના રોજ સાબર ડેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ PM મોદી કાર્યક્રમમાં સામેલ થવાના હતા. પરંતુ રાજ્યમાં અવિરત મેઘમહેરના કારણે PM મોદીનો સાબર ડેરીનો કાર્યક્રમ રદ કરાયો હતો.

સાબર ડેરીના કુલ 3 પ્રોજેક્ટના લોકાર્પણ માટે PM મોદી ગુજરાત આવવાના હતા

ઉલ્લેખનીય છે કે, 15 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના હતા. વડાપ્રધાનના હસ્તે સાબર ડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાનું હતું. હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ (Inauguration of Sabar Dairy Project) કરવાના હતા.

પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીમાં 13 જેટલા પ્લાન્ટ છે કાર્યરત

તમને જણાવી દઇએ કે, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીમાં દૂધની અલગ-અલગ બનાવટો માટે 13 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે એવામાં બીજી તરફ સાબર ડેરી દ્વારા નવીન બે પ્લાન્ટોનું PM મોદીના હસ્તે લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવાનું હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News PM Narendra Modi pm modi gujarat visit sabar dairy પીએમ નરેન્દ્ર મોદી સાબર ડેરી pm modi gujarat visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ