બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PM modi was welcomed by indian diaspora in washington while raining pm tweeted

PM Modi US Visit / PM મોદીને મળવા વરસતા વરસાદમાં હાજર રહ્યા લોકો, ભાવુક થઈને શું લખ્યું જુઓ

Mayur

Last Updated: 10:57 AM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અમેરિકા પ્રવાસે છે. આજે વોશિંગ્ટનમાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અમેરિકા પ્રવાસે છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય મુલાકાત માટે ગુરુવારે ભારતીય સમયની વહેલી સવારે અમેરિકા પહોંચ્યા છે.

પીએમ મોદીનું ખાસ વિમાન વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે હળવા વરસાદ વચ્ચે ઉતર્યું હતું. આ પછી, વડાપ્રધાન મોદી છત્રી સાથે વિમાનમાંથી ઉતર્યા હતા અને લોકોને શુભેચ્છા પાઠવી હતી અને અભિવાદન કર્યું હતું. NSA અજીત ડોવાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ વડાપ્રધાન સાથે ખાસ વિમાનમાં પહોંચ્યા છે.

આજે ભર વરસાડે પ્રધાનમંત્રી મોદીને મળવા ભીડ ઉમટી હતી. વડાપ્રધાને પણ તેમના ચાહકોને નિરાશ ન કરતાં કોવિડ પ્રોટોકૉલ્સ તોડીને લોકો સાથે હાથ મિલાવ્યા હતા. 

PM મોદીની ટ્વિટ 
ભાવુક થઈ ગયેલ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હું વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયનો ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું. આપણાં લોકો કે એનઆરઆઈ આપણી તાકાત છે. તે પ્રશંસનીય છે કે કેવી રીતે ભારતીય ડાયસ્પોરાએ સમગ્ર વિશ્વમાં પોતાની જાતને અલગ કરી છે.

Image

આવો રહેશે PM મોદીનો પ્રવાસ
PM મોદી અમેરિકાના પ્રવાસમાં જો બાયડન સહિત વિશ્વના અન્ય નેતાઓની સાથે વાતચીત કરશે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ જો બાયડન 24 સપ્ટેમ્બરના સવારે વ્હાઈટ હાઉસમાં PM મોદીની મુલાકાત કરશે અને અહીં બંને નેતાઓની વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય વાત થશે. આ વાતમાં ભારત અને અમેરિકાના સંબંધોને દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે વ્હાઈટ હાઉસમાં આગળ વધારવાને લઈને ચર્ચા થશે. તેમાં કારોબારથી લઈને કોરોનાની લડાઈ અને રક્ષા સહયોગને લઈને પણ અનેક મુદ્દે વાત થશે.  

Image

આ બાબતો પર પીએમ મોદી કરશે સંબોધન
પીએમ મોદી નવી દિલ્હીથી નીકળતા પહેલા પોતાની યાત્રાના સમાપન અંગે કહી ચૂક્યા છે કે તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક ચેતવણી, ખાસ કરીને કોરોના મહામારી, આતંરવાદથી લડવાની જરૂરિયાત, જળવાયુ પરિવર્તન અને અન્ય મહત્વના મુદ્દાઓ પર સંબોધન કરશે. પીએમ મોદીએ યાત્રા સમયે ક્વાડ સમૂહના નેતાઓના શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ બાયડન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશિહિગે સુગાની સાથે ભાગ લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ