બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi visited Ambaji Temple

અંબાજી પ્રવાસ / PM મોદીએ પૂજા અર્ચના કરી માં અંબાના આશીર્વાદ લીધા, ગબ્બર પહોંચી આરતી ઉતારી

Vishnu

Last Updated: 09:04 PM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં 6909 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી પીએમ મોદી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા

  • PM મોદી બનાસકાંઠાના પ્રવાસે
  • અંબાજી મંદિરે માં અંબાના ચરણોમાં ઝુકાવ્યું શીશ
  • માતાજીની પૂર્જા અર્ચના કરી આરતી ઉતારી

અંબાજી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. બોલી મારી માં, જય જય અંબેના નારાથી લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર સરકારના કુલ 4732 કરોડ, અને રાજ્ય સરકારના કુલ 2177 કરોડના મળીને કુલ 6909 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી અંબાજી તેમજ આસપાસના વિસ્તારને પીએમ મોદીએ મોટી ભેટ આપી છે. લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે તેમજ બનાસકાંઠા ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ પુર્ણ થયા બાદ પીએમ મોદી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા ત્યાં પૂજા કરી ગબ્બર પહોંચી આરતી કરી હતી.

માં અંબાનાં દરબારમાં PM મોદી
અંબાજીમાં જંગી સભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મા અંબાના દરબારમાં દર્શન માટે પહોંચ્યા હતા. અહીં દર્શન અને પૂજા કરી હતી. ત્યારબાદ ગબ્બર પહોંચી મહાઆરતી કરી હતી.​​​​​​ 

પીએમ મોદીએ મા અંબા સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા, પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી

નારી શક્તિ અને નારી સન્માન પર પ્રધાનમંત્રીએ અર્જૂન, શ્રીકૃષ્ણ અને હનુમાનજીનું આપ્યું ઉદાહરણ
અંબાજીમાં સંબધોન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નારી સન્માનની વાત કરીએ છીએ તો આપણા માટે આ ખુબ સહજ વાત લાગે છે, પરંતુ જ્યારે ગંભીરતાથી આના પર વિચાર કરીએ છીએ તો જણાય છે કે આ આપણા સંસ્કારોમાં નારી સન્માન કેટલું રચ્યું પચ્યું છે. દુનિયાભરમાં જે શક્તિશાળી લોકો હોય છે, જ્યાં શક્તિની ચર્ચા થાય છે તો તેમની સાથે તેમના પિતાનું નામ જોડાય છે. આ ફલણા ભાઇનો છોકરો બહાદુર છે. ભારતની પરંપરા જૂદી છે. ભારતમાં, આપણે ત્યાં વીરપુરૂષોની સાથે માતાનું નામ જોડાયું છે. હું ઉદાહરણ આપું છું. જેમકે અર્જૂન મહા વિર પુરૂષ હતા, પરંતુ એવું નથી સાંભળવા મળતું કે તેઓ પાંડું પુરૂષ, જ્યારે પણ સાંભળીયે ત્યારે પાર્થ સાંભળીએ છીએ. પાર્થ એટલે પૃથા(કુંતિ) પુત્ર તરીકે ઓળખાયા. એવી જ રીતે ભગવાન કૃષ્ણ, સર્વ શક્તિમાન તેમનો જ્યારે પરિચય થાય છે ત્યારે દેવકીનંદન કૃષ્ણ એવી રીતે થાય છે, હનુમાનજીની વાત આવે ત્યારે અંજનીપુત્ર હનુમાન. એટલે માતાના નામની સાથે વીરોના નામ આપણા દેશમાં માના મહાત્વમને આપણા સંસ્કારની પૂંજી સમાન મળ્યું છે. આ સંસ્કારી છે. આપણા દેશ ભારતને પણ માતાના રૂપમાં જોઈએ છીએ. ખુદને મા ભારતીની સંતાન માનીએ છીએ.

પ્રધાનમંત્રી આવાસ માતાના નામ પર આપ્યુંઃ PM મોદી
આવી મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ તેમ છતા ઘરની સંપત્તિ પર ઘરના આર્થિક નિર્ણયો પર પિતા અને પુત્રનો હક રહ્યો છે. ઘર કે ગાડી હોય તો પુરૂષોના નામે હોય છે. મહિલાના નામે કશુ ના હોય. પતિ ગુજરી જાય તો પુત્રના નામે થઇ જાય. અમે નક્કી કર્યું, પ્રધાનમંત્રી આવાસ આપીશું તેમાં માતાનું પણ નામ હશે. એટલે 2014 બાદ અમે નિર્ણય લીધો અમે જે મકાન આપીશું તે માતા અથવા માતા-પુત્ર સંયુક્ત નામ પર હશે. હાલમાં દેશમાં ગરીબોને 3 કરોડથી વધુ ઘર બનાવીને આપ્યા છે.

25 વર્ષમાં આપણે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશુંઃ PM મોદી
આપણે હંમેશા અહીં આવીએ છીએ અહીં આવીએ છીએ તો નવી ઉર્જા, નવી પ્રેરણા, નવો વિશ્વાસ લઇને જઇએ છીએ. મા અંબાના આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પોની સિદ્ધિ માટે શક્તિ મળશે, તાકાત મળશે.   વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ દેશે લીધો છે, ત્યારે 25 વર્ષમાં આપણે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશું. જ્યારે આપણે નારી સન્માનની વાત કરી છીએ ત્યારે આપણને આ વાત સાવ સહજ લાગે છે. પણ જ્યારે ગંભીરતાથી આના પર વિચાર કરીએ ત્યારે આપણાં સંસ્કારોમાં જ નારી સન્માન વસ્યું છે, વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ દેશે લીધો છે, ત્યારે 25 વર્ષમાં આપણે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશું. 

આ વખતે લાભાર્થીઓની દિવાળી નવા ઘરમાં થશેઃ પ્રધાનમંત્રી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ પાવન અવસરે, મને બનાસકાંઠાની સાથો સાથ ગુજરાતના અનેક જિલ્લાઓને હજારો કરોડ રૂપિયાની યોજના ઉપહાર દેવાનો અવસર મળ્યો છે. 45000થી વધુ ઘરોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત સાથે 61 હજાર લાભાર્થીઓ છે. આ તમામ લાભાર્થીઓને શુભકામનાઓ. આ વખતે આ સૌની દિવાળી નવા ઘરમાં મનશે. પોતાના ખુદના ઘરમાં મનાવી શકશો. જેમણે જીંદગી ઝૂંપડામાં કાઢી હોય તેને પાકા ઘરમાં દિવાળી ઉજવવાની હોય તો ખુશી થાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ