બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm modi us tour adobe ceo shantanu narayen to meet prime minister

મુલાકાત / આખું વિશ્વ જેનું સોફ્ટવેર વાપરે છે તે ભારતીય મૂળના ચેરમેનને મળશે PM મોદી, સેલેરી છે 341 કરોડ રૂપિયા

Premal

Last Updated: 02:01 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે. ગુરૂવારે સવારે તેઓ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી ગુરૂવારે અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સિવાય ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસર સહિત 5 મોટી કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે.

  • PM નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે
  • વડાપ્રધાન મોદી એડોબીના ચેરમેન સાથે કરશે મુલાકાત
  • શાંતનુ નારાયણ વિશ્વમાં સૌથી વધુ પગાર લેનારા CEOમાંથી એક

ભારતીય મૂળના છે શાંતનુ

વડાપ્રધાન મોદી જે CEO સાથે મુલાકાત કરવાના છે તેમાં ભારતીય મૂળના શાંતનુ નારાયણનો પણ સમાવેશ થાય છે. શાંતનુ એડોબીના ચેરમેન છે. આવો જાણીએ કોણ છે શાંતનુ નારાયણ. શાંતનુ નારાયણનો જન્મ 27 મે 1963ના રોજ આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદમાં થયો છે. જણાવવામાં આવ્યું છે કે શાંતનુ નારાયણના પિતા એક પ્લાસ્ટિક કંપની ચલાવતા હતા અને માતા અમેરિકન સાહિત્યની શિક્ષક હતી. તેમણે હૈદ્રાબાદ પબ્લિક સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ શરૂ કર્યુ છે. ઉસ્માનિયા યૂનિવર્સિટીના University College of Engineering માંથી તેમણે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બીટેક કર્યુ.

સૌથી વધુ પગાર મેળવનારા ભારતીયોમાંથી એક

શાંતનુ નારાયણ ADOBE INC ના ચેરમેન, પ્રેસિડેન્ટ અને CEO છે. શાંતનુ નારાયણ વિશ્વમાં સૌથી વધુ પગાર લેનારા ભારતીય મૂળના CEOમાંથી એક છે. 2020માં ADOBE INC તરફથી દાખલ કરવામાં આવેલા proxy statements મુજબ નાણાંકીય વર્ષ 2020માં શાંતનુ નારાયણને કુલ 45,889,954 ડોલરનું વળતર મળ્યું. ભારતીય રૂપિયા પ્રમાણે આ રકમ લગભગ 341 કરોડ રૂપિયા બરાબર હતી.

ભારતમાં પણ વ્યાપાર

વડાપ્રધાન મોદી એડોબીના સીઈઓ શાંતનુ નારાયણ સાથે મુલાકાત કરશે. આ સોફ્ટવેર કંપનીનો ભારતમાં પણ વ્યાપાર છે. આ કંપનીની ઓફિસ બેંગલુરૂ, નોએડા અને ગુરૂગ્રામમાં પણ છે. જણાવવામાં આવ્યું છે કે એડોબીના ભારતમાં લગભગ 6000 કર્મચારીઓ કામ કરે છે. એડોબ ઈન્ક અમેરિકાની બહુરાષ્ટ્રીય સોફ્ટવેર કંપની છે. અગાઉ Adobe Systems Incorporatedના નામથી ઓળખવામાં આવતી હતી. જેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે. આ કંપની કન્ટેન્ટ ક્રિએશન અને ડિઝાઈનિંગમાં કામ આવતા સોફ્ટવેર બનાવે છે. 

2017માં બન્યા હતા CEO

1998માં નારાયણે એડોબી કંપનીમાં પ્રવેશ કર્યો હતો. 2001માં તેમને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યાં હતા. નવેમ્બર 2017માં જ્યારે Bruce Chizenએ CEOનું પદ છોડ્યુ ત્યારે શાંતનુ નારાયણને નવા CEO તરીકે નિમણુંક કરવામાં આવી. અહીં તેમણે કંપનીના પ્રોડક્ટસને ડેસ્કટોપ પરથી ક્લાઉડ પર લઇ જવામાં મહત્વની ભૂમિકા નિભાવવામાં આવી.

પદ્મશ્રીથી સન્માનિત

શાંતનુ નારાયણને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 11 માર્ચ, 2019ના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ