બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / pm modi today in bhavnagar latest gujarati news

ગુજરાત પ્રવાસ / ભાવનગરનો મારા પર અધિકાર છે, હું મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો: ભાવેણામાં PM મોદીનું સંબોધન

Dhruv

Last Updated: 03:57 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે સુરત બાદ હવે ભાવનગર અને અમદાવાદને પણ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.

  • PM મોદી સુરત બાદ હવે ભાવનગરના આંગણે
  • PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
  • 5200 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનો કરશે શિલાન્યાસ

PM મોદીએ સુરતની જનતાને કરોડોના વિકાસકાર્યોની ભેટ અર્પણ કર્યા બાદ હવે તેઓ ભાવનગરના આંગણે છે. અહીં તેઓએ 5200 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.

ભાવનગરમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, 'ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.'

PMએ કહ્યું કે,  'છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. અમે ગુજરાતમાં અનેક બંદરોનો વિકાસ કર્યો છે, અનેક બંદરોનું આધુનિકીકરણ પણ કર્યું છે.'

મને આવવામાં વર્ષો લાગ્યા ગયા, પણ ખાલી હાથ નથી આવ્યો: PM

PM મોદીએ ભાવનગરની ક્ષમા માંગતા કહ્યું કે, 'મને આવવામાં વર્ષો લાગ્યા ગયા, હું મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો. ગત વર્ષનું બાકી હતું તે પણ લઇને આવ્યો છું. આમ પણ ભાવનગરનો મારા પર અધિકાર છે.'

જૂની સ્ક્રેપિંગ પોલિસીની સૌથી મોટો લાભ ભાવનગરને મળશે: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અલંગને દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારે જૂની સ્ક્રેપિંગ પોલિસી બનાવી છે, તે જ્યારે લાગુ થશે ત્યારે આખા દેશમાં આ વ્હિકલ પોલિસીનો સૌથી પહેલા અને સૌથી વધુ લાભ તમને(ભાવનગર) મળવાનો છે. તેનું કારણ છે અલંગની પાર્ટ્સથી જોડાયેલી વિશેષજ્ઞતા છે, જાણકારી છે. તેવામાં જહાજોની સાથો સાથ બીજા નાના વાહનોની સ્ક્રેપિંગ માટે પણ દેશમાં મોટું યાર્ડ બનશે. એક સમયે વિદેશોથી પણ નાની-નાની ગાડીઓ લાવીને તેને સ્ક્રેપ કરવાની શરૂ કરી દેશે. જહાજોને તોડીને જે લોખંડ નિકળે છે, કન્ટેનરો માટે કોઈ એક જ દેશ પર નિર્ભરતા કેટલું મોટું સંકટ હોય છે, ભાવનગર માટે એ પણ મોટો અવસર છે. વૈશ્વિક વેપારમાં દેશની ભાગીદારીમાં ભાવનગરનું યોગદાન હશે. દુનિયા પણ કન્ટેનર્સમાં ભરોસાપાત્રની શોધમાં છે. આખી દુનિયાને લાખો કન્ટેનરની જરૂરિયાત છે. ભાવનગરમાં બનતા કન્ટેઇનર આત્મનિર્ભરને પણ ઉર્જા આપશે અને રોજગાર પણ આપશે. મનમાં સેવાનો ભાવ, પરિવર્તનની ઇચ્છાશક્તિ હોય તો માટામાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.'

PM મોદીએ ભાવનગર, બોટાદ અને અમરેલીને 6623 કરોડના વિકાસકાર્યોની ભવ્ય ભેટઆપી.


ભાવનગરમાં 5200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

  • 402 કરોડના ખર્ચે સૌની યોજના, લિંક 2 અને પેકેજ 7નું લોકાર્પણ
  • 112 કરોડના ખર્ચે 25 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ 
  • 111 કરોડના ખર્ચે ભાવનગર ST બસ પોર્ટનું લોકાર્પણ 
  • 100 કરોડના ખર્ચે રિજીયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ 
  • 70 કરોડના ખર્ચે નવાગામ ખાતે કન્ટેઇનર મેન્યુફેકચરીંગનું લોકાર્પણ
  • 58 કરોડના ખર્ચે યુ.જી.ડી. બોટાદ ફેઝ 1 અને 2નું લોકાર્પણ 
  • 43 કરોડના ખર્ચે 32 એમ.એલ.ડી, એસ.ટી.પી બોટાદનું લોકાર્પણ
  • 10 કરોડના ખર્ચે તળાજાની મોડેલ સ્કૂલનું લોકાર્પણ 
  • 6 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ 
  • 5 કરોડના ખર્ચે મોતીબાગ ટાઉનહોલનું લોકાર્પણ 
  • 4024 કરોડના ખર્ચે નવાબંદર ખાતે CNG ટર્મીનલનું ખાતમુહૂર્ત
  • 1045 કરોડના ખર્ચે ઢાંકીથી નાવડા બલ્ક પાઇપ લાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
  • 200 કરોડના ખર્ચે નવા માઢીયા ખાતે GIDCનું ખાતમુહૂર્ત
  • 135 કરોડના ખર્ચે સૌની યોજના, લિંક 2, પેકેજ 9નું ખાતમુહૂર્ત

રાજ્યના અગ્રણીઓએ મા ખોડલની પ્રસાદીની ચૂંદડી તથા તસવીર આપીને PM મોદીનું ભાવનગરમાં સભાસ્થળે સ્વાગત કર્યું.

PM મોદી આજે સુરત, ભાવનગર અને અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેઓ ભાવનગરમાં ભવ્ય રોડ શૉ કર્યા બાદ સભાસ્થળે પહોંચી ચૂક્યા છે. જ્યાં તેઓ સભાસ્થળે 2 લાખથી પણ વધુ લોકોને સંબોધિત કરશે.

સુરત શહેર-જિલ્લાને PMએ આપી કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ

  • 3400 કરોડથી વધુના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટના 370 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • 139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક
  • જિલ્લામાં 324.66 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનનું ખાતમુહુર્ત
  • સિવિલ હોસ્પિટલમાં 123.74 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે
  • 108 કરોડના ખર્ચે અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • 52 લાખના ખર્ચે ‘ખોજ-વિજ્ઞાન-કળા-નવીનીકરણ મ્યુઝિયમનું લોકાર્પણ
  • પાણી પુરવઠાના 672 કરોડના કાર્યો અને 890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત
  • શહેરમાં 50 સ્થળોએ 20.78 કરોડના ખર્ચે ઈલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો
  • PCS 25 સ્ટેશનોનું ખાતમુહુર્ત અને 25 સ્ટેશનોનું લોકાર્પણ થશે
  • 33 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ચોકબજારના પ્રાચીન કિલ્લાનું લોકાર્પણ
  • કામરેજના ખોલવડ ખાતે રૂ.12 કરોડના ખર્ચે IIIT નું લોકાર્પણ 
  • (ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ)
  • 70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરી ટર્મિનલનું લોકાર્પણ

ચૂંટણી પૂર્વે કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓના સતત ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે PM મોદી એકવાર ફરી માદરે વતન પધાર્યા છે. અહીં તેઓ સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. ત્યારે અહીં જોઇશું કે આખરે શું છે PM મોદીનો બે દિવસના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ?

જાણો શું છે આજનો કાર્યક્રમ?

  • PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે 
  • સુરત,ભાવનગર અને અમદાવાદના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે PM મોદી
  • પ્રધાનમંત્રી મોદીનું સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે
  • PM મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
  • સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે PM
  • આજે ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન
  • ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી રોકાશે PM
  • સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે PM મોદી
  • અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે PM
  • અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે PM મોદી
  • સાંજે 7 વાગે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં આપશે હાજરી 
  • રાત્રે 9 વાગે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી 
  • PM મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે

જાણો આવતીકાલનો શું છે કાર્યક્રમ?

  • 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
  • કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
  • કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
  • અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM 
  • અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે 
  • 30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે 
  • અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી
  • રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ