બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / pm modi to inaugurate global patidar business summit to be held in surat today

કાર્યક્રમ / આજથી સુરતમાં ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટનું આયોજન, PM મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

Dhruv

Last Updated: 07:48 AM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજે સુરતમાં યોજાવા જઇ રહેલા ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.

  • આજથી સુરતમાં ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેટ સમિટ
  • PM નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
  • મુખ્યમંત્રી પણ વડાપ્રધાનની સાથે વર્ચ્યુઅલી જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા "સરદારધામ" દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બુધવારે એક નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.

દર બે વર્ષે યોજાય છે આ કોન્ફરન્સ

PMOના જણાવ્યાં અનુસાર, સરદારધામ "મિશન 2026" હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની પાછળનો ઉદ્દેશ્ય પાટીદાર સમાજનો આર્થિક વિકાસ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દર બે વર્ષે થાય છે. પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી. PMOના જણાવ્યાં અનુસાર, આ GPBS-2022 ની મુખ્ય થીમ "આત્મનિર્ભર ગુજરાત અને ભારત માટે આત્મનિર્ભર સમુદાય" રાખવામાં આવી છે.

આ મહાનુભવો રહેશે હાજર

સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા અને અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.
આ સમિટમાં ખુદ CM પણ હાજર રહેવાના હતાં. પરંતુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસના કારણે CM ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ્દ કરાયો છે. તેઓ પણ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં. આથી વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાશે.

950 સ્ટોલ હશે

સરસાણા ખાતે 30 હજાર ચોરસ મીટરમાં  ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે.જેમાં આશરે 950સ્ટોલ હશે. આઇટી, ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, રબર, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ સહિતના 15થી વધુ સેક્ટરના સ્ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે. 

વેપાર ઉદ્યોગનો વિકાસ કરવાનો હેતુ

સરદારધામના પ્રમુખે જણાવ્યું હતું કે  આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય મિશન-2026 હેઠળ રાજ્યમાં વેપાર ઉદ્યોગનો વિકાસ અને નવા ઉદ્યોગ સાહસિકોને તક મળે તેમજ રોજગારી સર્જન કરવાનો છે. યુવા ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે તે સમિટનો મુખ્ય ધ્યેય છે. સમિટ દરમિયાન અગ્રણી પાટીદાર 10 હજાર જેટલા ઉદ્યોગકારો આવશે તેમજ દેશ-વિદેશના વિવિધ વિષયોના જાણકાર સેમિનારમાં સંબોધન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ