બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / PM modi speech in UNGA 2021

BIG NEWS / UNGAમાં PM મોદીનું તેજાબી ભાષણ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મુદ્દે વિશ્વ મંચથી આપ્યું મોટું નિવેદન

Kavan

Last Updated: 07:03 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન UNGAમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિશ્વમંચ પરથી અફઘાનિસ્તાનનું ઉદાહરણ આપીને આડકતરી રીતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા.

આતંકવાદ મુદ્દે PM મોદીનું મોટું નિવેદન 

પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે,  દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય. તો અફઘાનિસ્તાને લઈને પણ નિવેદન આપતા કહ્યું હતું કે,અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ઉપયોગ કોઈ દેશ પોલિટિકલ ટૂલની જેમ ઉપયોગ ન કરે.

વેક્સિનેશનને લઈને આપ્યું નિવેદન 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપતા કહ્યું કે,ભારતમા 36 કરોડ લોકોને વીમા સુરક્ષા કવચ મળ્યું છે, 50 કરોડથી વધારે લોકોને મફત સારવાર આપી છે, ત્રણ કરોડથી વધારે પાકા ઘર બનાવ્યા છે. સેવા પરમો ધર્મ સાથે ભારત સીમિત સંશાધન છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું, ભારતે દુનિયાની પહેલી DNA વેક્સિન વિકસિત કરી લીધી હોવાની તેમણે વાત કરી હતી. આ સાથે જ તેમણે દુનિયાના વેક્સિન બનાવનાર કંપનીઓને ભારતમાં આવીને વેક્સિન બનાવવા આમંત્રણ આપ્યું હતું.

જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો વિકાસ થાય છે

સંયુક્ત રાષ્ટ્રમાં સામાન્ય સભાના સંબોધનમાં PM મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરીને એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કર્યો હતો, આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે, અમારી વિજ્ઞાન અને ટેકનોલોજી દુનિયાને મદદ કરી શકે છે.

ગુજરાતના કાર્યકાળને કર્યો યાદ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક બાળક જે ચાની દુકાન પર કામ કરતો હતો તે આજે ચોથીવાર UNGAમાં સંબોધન કરી રહ્યો છે, આ ભારતના લોકતંત્રની તાકાત છે. સાથે જ તેમણે કહ્યું સૌથી લાંબા સમય સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યો અને સાત વર્ષથી ભારતનો પ્રધાનમંત્રી છું. 

કોરોનાના મૃતકોના પરિવારજનો માટે વ્યક્ત કરી સંવેદન 

તેમણે સંબોધનની શરૂઆત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વિશ્વ આ મહામારીનો સામનો કરી રહ્યું છે.

મહાસભા પછી તેઓ પરત ભારત આવશે 

આ સભામાં કાસ કરીને વડાપ્રધાન કોરોના મહામારી, મંદી અને વિકાસને લઈને ચર્ચા કરશે. સાથેજ અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને પણ તેઓ ચર્ચા કરી શકે છે. સાથેજ જલવાયુ પરિવર્તન અને આતંકવાદને લઈને પણ વડાપ્રધાન મોદી તેમનો અવાજ ઉઠાવશે અને મહાસભામાં સંબોધન બાદ તેઓ ભારત પરત આવવા માટે રવાના થશે. 

ગઈકાલે બાયડન અને PM મોદી વચ્ચે વ્હાઈટ હાઉસમાં યોજાઈ બેઠક 

પીએમ મોદીએ કહ્યું કે તમે કહ્યું કે 40 લાખ ભારતીયો અમેરિકાને મજબૂત કરી રહ્યા છે. લોકો વચ્ચેનો સંપર્ક મહત્વનો છે અને આમાં તમારું યોગદાન ખૂબ મહત્વનું રહેશે. એ જ રીતે, ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એ જ રીતે, ભારત અને અમેરિકા વચ્ચે વેપારનો પોતાનો સંબંધ છે અને આપણે એકબીજાને પૂરક બનાવી શકીએ છીએ. કેટલીક ચીજો એવી છે જેની અમેરિકા પાસેથી ભારતને જરૂર છે તો કેટલીક ચીજો એવી પણ છે કે, ભારત પાસેથી અમેરિકાને જરૂર છે.

રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસમાં કહ્યું - આજે ભારત -અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત

રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીને કહ્યું કે અમે તમને લાંબા સમયથી ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે આજે આપણે ભારત-અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. 4 મિલિયન ભારતીય અમેરિકનો દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ