બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / pm modi meet hiraba gandhinagar gujarat

વતનમાં વડાપ્રધાન / પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા માતા હિરાબાને મળવા, 30 મિનિટ જેટલો કર્યો સમય પસાર

Hiren

Last Updated: 09:13 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના રાયસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરાબાના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે.

  • પ્રધાનમંત્રી મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે
  • પ્રધાનમંત્રી માતા હીરાબાને મળવા પહોંચ્યા
  • અમદાવાદીઓને આપી મોટી ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ખાદી મહોત્સવમાં હાજરી આપી હતી. તેમજ અમદાવાદ મનપા દ્વારા તૈયાર કરેલા ફૂટ ઓવરબ્રિજનું તેમણે લોકાર્પણ પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક જાહેર જનસભાને પણ સંબોધન કર્યું હતું. ત્યાંથી PM મોદી અટલ ફૂટ ઓવરબ્રીજની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે બ્રીજને નિહાળ્યો હતો અને ત્યાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પોતાના કાર્યક્રમ અનુસાર, પ્રધાનમંત્રી અમદાવાદથી ગાંધીનગર પહોંચ્યા છે. આ વચ્ચે તેઓ પોતાની માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે, ગાંધીનગરમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રી મોદી રાત્રિ રોકાણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા માતા હિરાબાને મળવા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની માતા હિરાબાના ખબર અંતર પૂછવા ગાંધીનગરના રાયસણ ખાતે પહોંચ્યા હતા. પોતાના ભાઇ  પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચી તેમણે હિરાબાના આશિર્વાદ લીધા હતા. અહીં તેમણે લગભગ માતા સાથે અડધો કલાક જેટલો સમય પસાર કર્યો હતો. બાદમાં તેઓ રાજભવન જવા નિકળ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ પીએમ મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ અટલ ફુટ ઓવરબ્રિજ નિહાળ્યો
પ્રધાનમંત્રી મોદીએ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. PM મોદી અટલ ફૂટ ઓવરબ્રીજની મુલાકાતે પહોંચ્યા હતા.આ દરમિયાન PM મોદી સાથે  CM ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ સી.આર.પાટીલ સહીત મોટી સંખ્યામાં અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ખુલ્લો મુક્યો અટલ ફુટ ઓવરબ્રિજ
અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાઈ ગઈ છે. શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ ને આજે પીએમ મોદીના હસ્તે  લોકો માટે ખુલ્લો મુકાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાવેલા આ બ્રિજનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકાર્પણ કર્યું છે. આ સાથે જ દેશનો પ્રથમ આ પ્રકારનો ફુટબ્રિજ આપણા રાજ્યનું પ્રવાસનક્ષેત્રનું નવું નજરાણું બની ગયું.

 

પ્રધાનમંત્રી મોદીએ ખાદી મહોત્સવમાં ચરખો કાંત્યો
અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદી મહોત્સવમાં હાજરી આપી હતી. 7500 મહિલાઓ અને પુરૂષો એક સાથે ચરખો કાંતીને રેકૉર્ડ બનાવ્યો છે. તો અહીં PM મોદી પણ ચરખો કાંત્યો હતો.

અમદાવાદ એરપોર્ટ ગુજસેલ ખાતે મહત્વની બેઠક
અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ ખાતે PM મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ હતી. CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ, કે.કૈલાશનાથન, પંકજ કુમાર અને અમદાવાદ મેયર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. એક કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી.

PM મોદી આવતીકાલે કચ્છને આપશે ભેટ
આવતીકાલે 28મી તારીખે PM મોદી ભુજના પ્રવાસે જશે. અહીં તેઓ બ્રાંચ કેનાલ અને સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ભુજમાં વિવિધ પ્રકલ્પોના શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ