બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PM Modi laughed heartily in Parliament

અનોખો નજારો / VIDEO : આ જ લોકશાહી ! પોતાની પર પ્રહારની વચ્ચે ખડગેની વાત પર ખડખડાટ હસ્યાં PM મોદી, સંસદ ગૂંજી

Hiralal

Last Updated: 03:28 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ પર પીએમ મોદી અને રાજ્યસભાના સભાપતિ ધનખડ ખડખડાટ હસતાં જોવા મળ્યા હતા.

  • લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેની વાત પર હસી પડી સંસદ
  • પીએમ મોદી પણ હસવું ન રોકી શક્યા 
  • ખડગેએ કહ્યું હું અહીં છું, પીએમ મોદી મારા મતવિસ્તાર પહોંચી ગયા
  • રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડ પણ હસી પડ્યાં 
  • સંસદમાં પહેલી વાર હોબાળાની વચ્ચે જોવા મળ્યો અનોખો નજારો 

 વિરોધ-વિરોધને ઠેકાણે પરંતુ પોતાની પર હુમલો થતો હોય છતાં પણ શાંત ચિત્તે વિપક્ષી નેતાની વાત સાંભળીને ખડખડાટ હસવું તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને પ્રધાનમંત્રી મોદીએ આ વાત સાચી કરી દેખાડી છે. પોતાની પર વિપક્ષી નેતાના પ્રહારની વચ્ચે પણ પીએમ મોદી શાંતિ મને તેમની વાત સાંભળતા રહ્યાં અને એટલું જ નહીં પરંતુ વિપક્ષ તરફથી એક તબક્કે એવી વાત આવી કે ખુદ હસવું ન રોકી શક્યાં. સંસદના બજેટ સત્રમાં સમરાંગણ મચેલું છે. કોંગ્રેસ મહત્વના મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી રહી છે જોકે સરકાર તેના વલણ પર અડગ છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બોલવા માટે ઊભા થયા હતા અને તેમણે પીએમ મોદી પર પ્રહાર કરતાં કરતાં એક તબક્કે એક વાત કહી નાખી કે પીએમ મોદી સહિતની આખી સંસદ હસી પડી હતી અને થોડી વાર પૂરતું ભારેખમ વાતાવરણ હળવું બની ગયું હતું. 

ખડગેની વાત પર હસી-હસીને ગોટે ચડ્યાં પીએમ મોદી 
બુધવારે સંસદમાં રાષ્ટ્રપતિના બજેટ ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા. ત્યારે તેમણે પીએમ મોદીને સંસદ પર ધ્યાન આપવાની અપીલ કરી હતી. ખડગેએ કહ્યું કે વડા પ્રધાન હંમેશાં ચૂંટણી મોડમાં હોય છે.

શું બોલ્યાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે 
ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે અહીં સંસદ ચાલી રહી છે, વડાપ્રધાન મારા મતવિસ્તાર કલબુર્ગી પહોંચી ગયા છે. અરે ભાઈ, મારી પાસે એક જ સંસદીય મતવિસ્તાર છે. તમને એ જ મળી રહ્યું છે અને એક નહીં પણ બે મીટિંગ્સ કરી રહ્યા છો. ખડગેએ આ વાત કરતા જ પીએમ મોદી અને સાંસદોના હાસ્યથી સમગ્ર સદન ગુંજી ઉઠ્યું હતું.

સભાપતિ જગદીપ ધનખડ પણ હાથ જોડી ગયા
ખડગેની વાત પર રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ હસતાં જોવા મળ્યાં હતા. તેમણે હસતાં હસતાં હાથ પણ જોડી લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ