બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi in Navsari and Home Minister Amit Shah in Ahmedabad today

મુલાકાત / વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, PM મોદી નવસારીમાં તો ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

Vishnu

Last Updated: 12:39 AM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરોડોના વિકાસના કામોને લીલીઝંડી આપશે.સાથે જાહેર સભાને સંબોધન પણ કરશે.

  • PM મોદી આજે ગુજરાતની મુલાકાતે
  • નવસારી અને અમદાવાદની મુલાકાત લેશે
  • અમદાવાદમાં IN-SPACeના હેડક્વૉટરનું કરશે ઉદ્વાટન

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી નવસારીમાં 3 હજાર 52 કરોડના વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ઈસરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને IN-SPACEના હેડક્વૉટરનું ઉદ્ધાટન કરશે.

વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 764 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને 200 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હત કરવાના છે. નવસારીમાં નવી GMERS મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. છેલ્લા 5 વર્ષમાં એઈમ્સ સહિત ગુજરાતમાં 9 મેડિકલ કોલેજના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે....આ નવી મેડિકલ કોલેજ રૂ. 542.50 કરોડના ખર્ચે 20 એકર વિસ્તારમાં બનશે. કોલેજના નિર્માણના ખર્ચ ઉપરાંત, રાજ્ય સરકાર મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, મેડિકલ ઈક્વિપમેન્ટ અને હોસ્પિટલના હાર્ડવેર માટે લગભગ રૂ. 74 કરોડનો ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂરો કરવાનો રાજ્ય સરકાર દ્વારા ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ઉપરાંત નવસારીમાં હાલમાં 5 એકર વિસ્તારમાં કાર્યરત સરકારી હોસ્પિટલને પણ અપગ્રેડ કરવામાં આવશે.

PM મોદીનો કાર્યક્રમ

  • સવારે  7.55 વાગે દિલ્હી એરપોર્ટથી સુરત આવવા રવાના થશે 
  • સવારે 9.45 વાગે સુરત એરપોર્ટ પર થશે PM મોદીનું આગમન
  • સવારે 9.45 વાગે સુરત એરપોર્ટથી ચીખલીના ખુડવેલ ગામ ખાતે બનાવેલ હેલીપેડ ખાતે રવાના થશે
  • સવારે 10:30 વાગેથી 11:45 વાગ્યા સુધી ગુજરાત ગૌરવ સંમેલનમાં ઉપસ્થિત રહેશે
  • 12:00 વાગે ચીખલી હેલીપેડથી નવસારી નિરાલી હોસ્પિટલ ખાતે બનાવેલ હેલીપેડ પર ઉતરશે
  • બપોરે 12:30થી બપોરે 2 વાગ્યા સુધી નિરાલી હેલ્થ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે
  • બપોરે 02:05 કલાકે નવસારીથી અમદાવાદ જવા રવાના થશે

સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બદોબસ્ત 
PM મોદીના આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અંદાજે 2 લાખ લોકો ઉપસ્થિત રહેશે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાંથી લોકો કાર્યક્રમમાં આવશેલોકોની ઉપસ્થિતિને ધ્યાને રાખી મોટા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 રશિયન કેટેગરીના ફાયર અને વોટર પ્રુફ એક કિલોમીટર લંબાઇના ડોમ બનાવવામાં આવ્યા છે.PM મોદીના કાર્યક્રમને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.16 IPS અધિકારી, 1 IFS, 32 DySP, 32 PSI, 191 PSI અને કુલ 1718 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. ઇન્ટેલિજન્સની ટીમ પણ તૈયાર રાખવામાં આવી તેમજ તમામ જગ્યાએ ડ્રોન કેમેરાથી મોટરિંગ કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

  • અમિત શાહ આજે બપોરે 1 વાગે અમદાવાદ પહોંચશે
  • બોપલ ખાતે ઇસરોના કાર્યક્રમમાં PM મોદી સાથે રહેશે હાજર
  • સાંજે 4 કલાકે PM મોદી ઇસરો કેન્દ્રની મુલાકાત લેશે
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 11 જૂને દીવ જશે
  • વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમાં ભાગ લેશે
  • અમિત શાહ દીવમાં રાત્રી રોકાણ કરશે 
  • 12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે
  • 12 જૂને બપોરે અમિત શાહ ગાંધીનગર પહોંચશે
  • ગાંધીનગર મનપા અને GUDAના કાર્યક્રમમાં હાજરી આપશે
  • આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
  • સાંજે અમદાવાદના શેલામાં નવા તળાવનું લોકાર્પણ કરશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ