બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / PM Modi got information about Saputara accident last night: CR Patil

દુર્ઘટના / સાપુતારા અકસ્માતની PM મોદીએ રાત્રે જ મેળવી હતી માહિતી, તાત્કાલિક મદદ કરવાની આપી હતી સૂચના : સી આર પાટીલ

Vishnu

Last Updated: 05:39 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાપુતારા ખાતે પ્રવાસે ગયેલ સુરતના એક ગરબા ગ્રુપની પાંચ બસ પૈકી એક બસ માલેગામ ઘાટમાર્ગમાં ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં 2 મહિલાના મોત થયા છે.

  • સાપુતારા અકસ્માતની PM મોદીએ મેળવી જાણકારી
  • અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે 52 લોકોને ઇજા થઈ છે:પાટીલ

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માલેગાંવ ઘાટ માર્ગ ગોઝારો સાબિત થયો છે. શનિવારની રાત્રે 8.30 વાગ્યે સુરતની નિકુંજ ટ્રાવેલ્સ ની બસ ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સુરતના અડાજણ વિસ્તારમાં ગરબા ક્લાસની 50 થી વધુ મહિલાઓ સવાર હતી. માલેગાંવ ઘાતમાર્ગ ઉપર બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને પરિણામેં બસ ખીણમાં ખાબકી હતી, અકસ્માતની જાણ થતાંજ આસપાસના લોકો અને સાથે ની અન્ય બસના મુસાફરો મદદે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી જેમાં, 46 જેટલી મહિલાઓને ઇજા થઇ હતી ઘાયલ મહિલાઓમાં 21 ને નજીક ની સામગહાન પીએચસી જ્યારે 15 મહિલાઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાં વધુ પડતા ઘાયલ 8 જેટલા દર્દીઓને સુરત રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રૂપે ઘાયલ 2 મહિલા નું મોત થયું હતું. 

PM મોદીએ રાત્રે જ માહિતી મેળવી હતી:પાટીલ
અકસ્માતની જાણ વહીવટ તંત્ર ને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત મેડિકલનો સ્ટાફ સામગહન પીએચસીમા ધસી જઈ ઘાયલ મુસાફરોની સારવાર શરૂ કરી હતી. તો આ તરફ આ ઘટના અંગે પીએમ મોદીએ પણ દૂખ વ્યક્ત કરી ગત રાત્રીએ તમામ જાણકારી મેળવી છે. આ મામલે સુરત ખાતે સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 52 લોકોને ઇજા થઈ છે. તેમાં પણ 8થી 9 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. વધુમાં પાટીલે જણાવ્યું કે PM મોદીએ રાત્રે જ ઘટનાની તમામ માહિતી મેળવી હતી.CMએ પણ કલેક્ટર સાથે વાતચીત કરી મદદ માટે સૂચના આપી હતી

મૃતક 

  1. સોનલબેન દાવડા
  2. કુંદનબેન સાપરિયા

ઈજાગ્રસ્તો ની યાદી

  1. દિવ્યાની પી ગાંધી ઉં 42
  2. લક્ષ્મી અજિત શર્મા ઉં 39
  3. બીના હેમંત ધારિવાળા
  4. ઉર્વશી અજિત શર્મા ઉં 11
  5. હંસા સાડીજા સિંધી ઉં 39
  6. અમિષા અંજીરવાળા ઉં 51
  7. વંશી પ્રતીક વાઘેરા ઉં 20
  8. અનિતા નિકુંજ કાપડિયા ઉં 40
  9. રીના ભાવેશ ભાવસાર ઉં 40
  10. કલ્પના ગીરીશભાઈ શાહ ઉં 65
  11. નિરલ કેવીલ શાહ ઉં 45
  12. દિવ્યા રમેશભાઈ ઉં 22
  13. રૂપાલી ચિંતન ઉં 35
  14. ઉષા હરેશ પટેલ ઉં 43
  15. અંજલિ નીલી ઉં 38
  16. અમિષા આશિષ આઈસ્ક્રીમ વાળા ઉં 40
  17. સ્વાતિ દિનેશ ઉં 37
  18. પ્રિયાંશી સુરેશ આર્ય ઉં
  19. તનયા આકાશ દારવીઉં 3
  20. ચેતના આકાશ ધારવી ઉં 25 ને ઇજા પહોંચતા સામ ગહન સીએચસી ખાતે સારવાર આપાઈ હતી જયારે અન્ય ને આહવા સિવિલ હોસ્પિટલમા રીફર કરાયા હતા.

સુરતથી આવેલી બસનો અકસ્માત પહેલાનો વીડિયો સામે આવ્યો
હાલમાં આ અકસ્માત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અકસ્માત પહેલા મહિલાઓ બસમાં ડાન્સ ને મસ્તી કરતી જોવા મળી રહી હતી. ઉપરાંત અકસ્માત પહેલા પતિ-પત્ની વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ