બ્રેકિંગ ન્યુઝ
VTV / ચૂંટણી 2019 / PM Modi Central Government Karnataka Model Congress ready
vtvAdmin
Last Updated: 12:19 PM, 17 May 2019
આ બધા બદલાતાં સમીકરણો વચ્ચે નરેન્દ્ર મોદીને ફરીથી એક વખત સત્તામાં આવતા રોકવા માટે કોંગ્રેસ ‘કર્ણાટક મોડલ’ની તર્જ ઉપર પણ કેન્દ્રમાં સરકાર રચવાનો દાવ ચાલી શકે છે. જોક કોંગ્રેસની પહેલી કોશિશ વિપક્ષી દળોની સાથે મળીને ખુદની સરકાર બનાવવાની દિશામાં જ છે.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસના મહાસચિવ ગુલામ નબી આઝાદે મોટા રાજકીય સંકેત આપ્યા છે. તેઓ પહેલા કોંગ્રેસી નેતા છે, જેમણે જણાવ્યું છે કે, ચૂંટણીનાં પરિણામ બાદ જો કોંગ્રેસને વડાપ્રધાન પદની ઓફર કરવામાં ન આવે તો પણ કોંગ્રેસ આ વાતને મુદ્દો નહીં બનાવે. કોંગ્રેસ કોઈ અન્ય નેતાને વડાપ્રધાન બનતા પણ નહીં રોકે, ઉલટાનો તેમને સાથ આપશે. કોંગ્રેસનું એકમાત્ર લક્ષ્ય કિસાન અને જનવિરોધી ભાજપ સરકારને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું જ છે.
ADVERTISEMENT
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, જો કેન્દ્રમાં એક ગઠબંધન સરકાર બનશે અને તે ભાજપ વિરોધી પક્ષોના સહયોગથી બનશે તો કોંગ્રેસ સરકારમાં સામેલ થશે અને તેને પ્રતિષ્ઠાનો મુદ્દો નહીં બનાવે. તેમણે દાવો કર્યો હતો કે, કેન્દ્રમાં ભાજપ કે એનડીએની સરકાર સત્તામાં આવવાની નથી. આઝાદના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ પીએમ પદ માટે કોઈ સંઘર્ષ કરશે નહીં, પણ મોદીને રોકવા માટે વિપક્ષનો સહયોગ કરશે અને સરકાર બનાવશે.
હકીકતમાં કોંગ્રેસ હવે ભાજપને સત્તામાં આવવાતી રોકવા માટે કેન્દ્રમાં કર્ણાટક મોડલનો દાવ રમી શકે છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી અને બેઠકોની સંખ્યામાં કોંગ્રેસ બીજા અને જેડીએસ ત્રીજા સ્થાને હતી. પ્રદેશમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નહોતી. આવા સંજોગોમાં કોંગ્રેસે ભાજપને સત્તામાં આવતો રોકવા માટે જેડીએસની ઓછી બેઠકો હોવા છતાં પણ મુખ્યપ્રધાન પદ તેમને આપીને સરકાર બનાવી હતી. જોકે, રાજ્યપાલે સરકાર રચવાની સૌથી પહેલી ઓફર ભાજપને આપી હતી, પરંતુ તે બહુમતી સાબિત કરી શક્યો ન હતો.
લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળો જે રીતે નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે તે જોતાં આ શક્ય બને તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસની આગેવાની હેઠળ ઘણા પક્ષો નથી આવ્યા, જેના કારણે કોંગ્રેસે દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યમાં એકલા હાથે મેદાનમાં ઊતરવું પડ્યું છે. જોકે કોંગ્રેસને આશા છે કે ૨૦૦૪ની જેમ પરિણામો બાદ વિપક્ષી દળો એકજૂથ થઈને મોદીને સત્તામાં આવતા રોકી લેશે.
યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધીએ તમામ વિપક્ષી દળોને ૨૩ મેના રોજ બેઠક માટે બોલાવ્યા છે. આ દિવસે જ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થવાનાં છે. કોંગ્રેસ માની રહી છે કે, ભાજપને આ વખતે બહુમતી નહીં મળે. આથી તેમણે એનસીપીના પ્રમુખ શરદ યાદવ, ડીએમકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિન, આરજેડી અને ટીએમસીના નેતાઓને આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.