PM KUSUM Scheme Extending for the next three years free electricity and subsidy will be of great benefit
તમારા કામનું /
ખુશખબર: આગામી ત્રણ વર્ષ સુધી લંબાવાઇ કેન્દ્ર સરકારની આ યોજના, ફ્રી વીજળી અને સબસિડીને લઇને થશે મોટો ફાયદો
Team VTV04:50 PM, 03 Feb 23
| Updated: 10:12 PM, 03 Feb 23
સોલર પ્લાન્ટ લગાવવાના ટાર્ગેટને પુરો કરવા માટે આ યોજનાને ત્રણ વર્ષ માટે વધારી દેવામાં આવી છે. આ હેઠળ ફ્રી વિજળી અને પૈસા કમાવવાનો મોકો આપવામાં આવી રહ્યો છે.
ત્રણ વર્ષ સુધી લંબાવાઇ કેન્દ્ર સરકારની આ યોજના
ફ્રી વીજળી અને સબસિડીને લઇને થશે મોટો ફાયદો
જાણો આ યોજના વિશે વધુ વિગતે
કેન્દ્ર સરકારે પોતાની એક યોજનાની ડેડલાઈન ત્રણ વર્ષ માટે વધારી લીધી છે. આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવે છે. સોલર પ્લાન્ટની મદદથી ખેડૂતોને ફ્રી વિજળીનો લાભ મળે છે. ત્યાં જ પૈસા પણ કમાવવાની તક મળે છે. આ યોજના પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્તમ મહાભિયાન યોજના (PM-KUSUM) છે.
માર્ચ 2026 સુધી વધારવામાં આવી આ યોજના
એક ઓફિશ્યલ નિવેદનમાં જાણકારી આપવામાં આવી છે કે પીએમ કુસુમ યોજનાને હવે માર્ચ 2026 સુધી વધારવામાં આવી છે. કોવિડ-19 મહામારીના કારણે આ યોજના પ્રભાવિત થઈ હતી. જેના કારણે આ ત્રણ વર્ષ માટે વધારવામાં આવી છે.
કેન્દ્ર સરકારની આ યોજનાને 2019માં શરૂ કરવામાં આવી હતી. સરકારની આ યોજના હેઠળ 2022 સુધી 30,800 MW સોલર ક્ષમતા પેદા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જ્યારે સરકારની આ યોજનામાં 34,422 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવવામાં આવી હતી.
હજુ બીજા પણ ઘણા રાજ્યોમાં વધારવાની માંગ
ન્યૂ અને રિનેવબલ એનર્જી મંત્રી આરકે સિંહે જણાવ્યું કે મંત્રાલયે યોજનાનું મુલ્યાંકન કર્યું હતું. જેમાં જાણકારી મળી કે તે COVID અનિશ્ચિતતાના કારણે અત્યાર સુધી પ્રભાવિત થઈ છે. એવામાં આ યોજનાને ત્રણ વર્ષ માટે વધારવામાં આવી છે. જોકે હાલમાં જ ઘણા રાજ્યોની તરફથી તેમાં વધારો કરવાને લઈને માંગ કરવામાં આવી છે.
શું છે PM-KUSUM યોજના?
સોલર એનર્જીને બૂસ્ટ કરવા માટે 2019માં આ યોજનનાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસકરીને આ યોજના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જેથી તે સોલરની મદદથી વિજળી પેદા કરી શકે અને પોતાના અને આસપાસના ખેતરોની સિંચાઈ કરી શકે.
PM-KUSUM યોજનામાં મળશે પૈસા
આ એક એવી યોજના છે. જેના હેઠળ વિજળી પેદા કરી તમે સરકારને વિજળી પર યુનિટના હિસાબથી વેચીને પૈસા કમાઈ શકો છે. આ યોજના હેઠળ સોલર પ્લાન્ટ લગાવવા પર કેન્દ્ર સરકાર ખેડૂતોને 90 ટકા સુધીની સબ્સિડી આપે છે.