બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 11:30 AM, 27 June 2022
ADVERTISEMENT
આપવા પડે છે દસ્તાવેજ
ADVERTISEMENT
સરકાર તરફથી ખેડૂતોના ફાયદા માટે અનેક સ્કીમ ચલાવવામાં આવી રહી છે. જેમાંથી એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં ખેડૂતોને ફાયદો પહોંચાડવામાં આવે છે. અનેક ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ફાયદો પહેલેથી ઉઠાવી રહ્યો છે. જો કે, કેટલાંક ખેડૂત એવા પણ છે, જેણે અત્યાર સુધી આ યોજનામાં પોતાનુ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. જો કે, હવે ઘણા બાકી ખેડૂત આ યોજના હેઠળ લાભ પ્રાપ્ત કરવા માગે છે. એવામાં તેમણે કેટલાંક દસ્તાવેજ રજૂ કરવા પડશે. જેમાં એક દસ્તાવેજ ખૂબ જરૂરી છે, જો તે દસ્તાવેજ ખેડૂતની પાસે નથી તો રજીસ્ટ્રેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ દસ્તાવેજની છે જરૂર
આ દસ્તાવેજ છે રેશન કાર્ડ. રેશન કાર્ડ વગર પીએમ કિસાન યોજના હેઠળ નવુ રજીસ્ટ્રેશન કરાવી શકાય નહીં. એવામાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે 6000 રૂપિયાનો લાભ ઉઠાવવા માટે ખેડૂતોની પાસે રેશન કાર્ડ હોવુ જરૂરી હોય છે. ખરેખર, પીએમ કિસાન યોજનામાં થતાં ફર્જીવાડાને રોકવા માટે સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
ક્યા કરાવશો રજીસ્ટ્રેશન?
ઘણા એવા ખેડૂતો પણ છે, જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવવા માગો છો. પરંતુ તેમને ખબર નહોતી કે આ સ્કીમમાં કેવીરીતે રજીસ્ટ્રેશન કરાવવાનુ. મહત્વનું છે કે આ સ્કીમ માત્ર એવા ખેડૂતો માટે છે અને સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ સ્થાનિક કૃષિ સહાયક/મહેસુલ અધિકારી/નોડલ અધિકારી સાથે સંપર્ક કરવો જરૂરી છે. તો ખેડૂત પોર્ટલમાં ખેડૂત કૉર્નરના માધ્યમથી પણ પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.