બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm kisan samman nidhi yojana pm narendra modi 11th installment transferred

GOOD NEWS / ખેડૂતો માટે હરખના સમાચાર: 10 કરોડ ખેડૂતોના ખાતામાં PM મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા, આ રીતે ચેક કરો

Pravin

Last Updated: 12:12 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન સમ્માન નિધિનો 11મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે.

  • ખેડૂતો માટે ખુશખબર આવી
  • પીએમ મોદીએ 10 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા નાખ્યા
  • આવી રીતે ચેક કરી લો ખાતામાં આવ્યા કે નહીં

પીએમ કિસાન સમ્માન નિધિનો 11મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે. પ્રધાનમંત્રી મોદીએ આજે 31 મે 2022ના રોજ 10 કરોડથી વધારે લાભાર્થી પરિવારોના ખાતામાં 21,000 કરોડ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવી દીધી છે. 

ગરીબ કલ્યાણ મેળામાં ટ્રાંસફર કર્યા રૂપિયા


પીએમ મોદીએ શિમલામાં આયોજીત ગરીબ કલ્યાણ સંમેલનમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સમ્માન નિધિના રૂપિયા ટ્રાંસફર કર્યા છે. તો વળી આ રકમ ટ્રાંસફર કરવાની સાથે સાથે પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રંસિંગ દ્વારા લાભાર્થી ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી. 

આ રીતે ચેક કરો યાદીમાં પોતાનું નામ 

  • પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
  • હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
  • બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
  • અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
  • યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવશે. 


હેલ્પલાઈન નંબર પર કરો કૉલ

જો યાદીમાં તમારું નામ નથી તો તમે તમારા જિલ્લાના સંબંધિત નોડલ અધિકારી સાથે સંપર્ક કરી યાદીમાં નામ નહીં આવવાનું કારણ જાણી અધૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી દો. આ સિવાય જો તમે સતત બે હપ્તાથી તમારું નામ યાદીમાં આવી રહ્યું નથી તો હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરો. અહીં કોલ કર્યા બાદ તમે તમારું નામ અને અન્ય માહિતી બતાવીને જાણકારી ભરી શકો છો. 


ખેડૂતોના ખાતામાં વર્ષે જમા થાય છે 6000


ઉલ્લેખનીય છે કે કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રુપિયા જમા થાય છે આનાથી ખેડૂતોને થોડી રાહત રહે છે. હવે 31મેના દિવસે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો રિલિઝ થવા જઈ રહ્યો છે. 

ક્યારે કરશે જાહેર?


પીએમ કિસાન યોજના અંતર્ગત આવનાર 11મો હપ્તો 31 મે 2022ના રોજ બહાર પાડવામાં આવશે. શિમલાના રિજ મેદાનમાં કાર્યક્રમ દરમિયાન જ આ પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે.

જરૂર કરાવી લો ઇ-કેવાયસી 


જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 11મો હપ્તો અટકી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ