બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / pm kisan samman nidhi yojana both husband and wife can take benefit of pm kisan yojana know the rules

જરૂરી વાત / પતિ- પત્ની બન્નેને મળી શકે છે PM કિસાન યોજનાનો લાભ? જાણો શું છે નિયમ

Arohi

Last Updated: 03:30 PM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 9મા હપ્તાના પૈસા આવી રહ્યા છે.

  • પતિ-પત્ની બન્ને લઈ શકે આ યોજનાનો લાભ? 
  • ટેક્સ આપતા લોકો લઈ શકે આ યોજનાનો લાભ? 
  • જાણો યોજના સાથે જોડાયેલા નિયમો વિશે 

PM Kisan Samman Nidhi યોજના હેઠળ સરકાર ખેડૂતાને આર્થિક મદદ કરે છે. તેમાં વાર્ષિત તેમને 6000 એટલે કે 2000ના ત્રણ હપ્તા સીધા ખાતામાં આપવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં 9મો હપ્તો ચુકવવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ યોજનાને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. જેવા કે શું પતિ-પત્ની બન્ને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી શકે છે? જાણો શું છે નિયમ

કઈ રીતે લેશો યોજનાનો લાભ? 
પતિ-પત્ની બન્ને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા. જો તે આમ કરે તો તેમને છેતરપિંડી જાહેર કરતા સરકાર તેની રિકવરી કરશે. આ ઉપરાંત ઘણી એવી જોગવાઈઓ હોય છે જે ખેડૂતને અપાત્ર બનાવે છે. ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ આપે છે તે આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ ગયા વર્ષે ઈનકમ ટેક્સ ભર્યો છે તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે. 

કોને નહીં મળે આ યોજનાનો લાભ? 
જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરી બીજા કામોમાં કરે છે અથવા બીજાના ખેતરમાં ખેતીનું કામ કરે છે અને ખેતર તેમનું નથી. એવા ખેડૂત પણ આ યોજનાનો લાભ ન ઉઠાવી શકે. જો કોઈ ખેડૂત ખેતી કરી રહ્યો છે પરંતુ ખેતર તેના નામે નહી પરંતુ પિતા અથવા દાદાના નામે છે તો તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે. 

આ લોકોને પણ નહીં મળે લાભ 
જો કોઈ ખેતીની જમીનનો માલિક છે પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા રિટાયર થઈ ચુક્યા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ ખેડૂત યોજનાના લાભ નહીં લઈ શકે. આ લિસ્ટમાં પ્રોફેશનલ રજીસ્ટર્ડ ડોક્ટર, એન્જિન્યર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ પરિવારના લોકો પણ આવે છે. ઈનકમ ટેક્સ આપતા પરિવારને પણ આ યોજનાનો ફાયદો નથી મળતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ