બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / PM Kisan Maan Dhan Yojana: PM Kisan Pension Yojana In Gujarati

તમારા કામનું / સરકાર ખેડૂતોને જીવનભર દર મહિને આપશે 3000 હજાર રૂપિયા, બસ કરવું પડશે આ નાનકડું કામ, જાણો આખી પ્રોસેસ

Parth

Last Updated: 06:16 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ ખેડૂતો માટે શરૂ કરેલ કિસાન માનધન યોજનાની સંપૂર્ણ માહિતી જાણવા માટે વાંચો આ અહેવાલ

કેન્દ્ર સરકાર તરફથી આગામી 15 ડિસેમ્બર સુધીમાં પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ કિસાન યોજના એક એવી યોજના છે જેમા કરોડો ખેડૂતો લાભ ઉઠાવે છે જેમને અત્યાર સુધીમાં નવ હપ્તામાં બે-બે હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. આગામી સમયમાં આ જ યોજનાનો દસમો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે.  આ યોજનામાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર બે-બે હજાર એમ છ હજાર રૂપિયા આપવામાં આવે છે. 

નોંધનીય છે કે ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કરાતાં હોય તેવી આ એક યોજના નથી, ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પણ કેન્દ્ર સરકાર એક બીજી યોજના ચલાવે છે જેનું નામ છે PM શ્રમયોગી માનધન યોજના. 

શું થશે લાભ? 
PM shram yogi mandhan yojana હેઠળ ખેડૂતો જ્યારે રિટાયરમેન્ટની લાઈફ જીવે ત્યારે માસિક પેન્શન આપવામાં આવે છે.  60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાની શરૂઆત થઈ જાય છે. 

રજીસ્ટ્રેશન માટે આવશ્યક દસ્તાવેજ:

1. આધાર કાર્ડ
2. ઓળખ પત્ર
3. ઉંમર પ્રમાણપત્ર
4. આવકનો દાખલો 
5. બેંક એકાઉન્ટ પાસબુક
6. મોબાઈલ નંબર
7. પાસપોર્ટ સાઇઝ ફોટો
8. ખેતરનાં દસ્તાવેજ 

જો ખેડૂતો મહિને ત્રણ હજારનું પેન્શન જોઈતું હોય તો વર્તમાન ઉંમરનાં આધારે પ્રતિ મહિને 55થી 200 રૂપિયાનું રોકાણ કરવાની શરૂઆત કરી દેવી પડશે. જો વીમો કરાનાર ખેડૂતનું નિધન થઈ જાય તો તો નૉમિનીને લાભ પ્રદાન કરવામાં આવે છે. 

શું છે યોજનાનો ઉદ્દેશ 
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં આ સ્કીમ લૉન્ચ કરી હતી જેમા યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક મદદ મળી રહે તે છે. 

Maandhan Yojana માટે ભારત સરકાર દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. નીચે મુજબની પાત્રતા ધરાવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

ભારતના નાગરિક હોય તેવા 18 થી 40 વર્ષના ખેડૂતોને મળશે.
નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
ખેડૂત 2 હેક્ટર કરતા ઓછી જમીન  ધરાવતો હોય તો લાભ મળવાપાત્ર થાય

ખાસ નોંધ: 
નોંધનીય છે કે આ યોજના માત્ર સીમાંત અને નાના ખેડૂતો માટે જ છે, ઊંચા પદો રહેલા કોઈ પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળતો નથી. 
યોજનામાં 18થી 40 વર્ષના ખેડૂતો કરાવી શકે છે રજીસ્ટ્રેશન 
જે ખેડૂતો પાસે 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન હોય તેવા ખેડૂતો 

યોજના માટે ઓનલાઈન અરજી ભરવાની લિન્ક: 
https://maandhan.in/auth/login

કઈ રીતે ભરવાનું આવશે પ્રીમિયમ 
આ યોજનામાં જે તે 18થી 40 વર્ષનો ખેડૂતો દર મહિને પ્રીમિયમ ભરવાનું ચાલુ કરે તે પછી તે 60 વર્ષનો થાય તે બાદ ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવાની શરૂઆત થાય છે. 
18 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીને દર મહિને રૂપિયા 55 ભરવાના રહેશે અને 40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોએ દર મહિને રૂપિયા 200 પ્રીમિયમ ભરવાનું રહેશે. 

ચાર્ટમાં સમજો, કઈ ઉંમરમાં પૈસા ભરવાનું ચાલુ કરશો કેટલા રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે 

PM Kisana Maandhan Helpline: 1800-3000-3468

Office E-Mail: [email protected]

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ