છોટાઉદેપુર જિલ્લામા પીઠોરા નામ સાંભળતા જ એક ચિત્ર નજર સામે આવી જાય છે. પદ્મ શ્રી એવોર્ડ માટે પરેશ રાઠવાના નામની જાહેરાત થતા છોટાઉદેપુર જિલ્લામાં ખૂસીનો માહોલ જોવા મળ્યો હતો.
પદ્મશ્રી એવોર્ડ માટે પરેશ રાઠવાનું નામ જાહેર
જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો
પીઠોરા ચિત્ર છે આદીવાસીઓના દેવ
ચિત્રમાં બતાવ્યું છે સૃષ્ટિનું સર્જન
દોરવામાં નહીં પણ લખવામાં આવે છે ચિત્ર
છોટાઉદેપુર જિલ્લામા પીઠોરા નામ સાંભળતા જ એક ચિત્ર નજર સામે આવી જાય, આ કોઈ ચિત્ર નથી આ પીઠોરા એ આદીવાસીઓના દેવ છે અને તેને દોરવામાં નહિ પણ લખવામાં આવે છે. આ ચિત્રમા સૃષ્ટિનું સર્જન બતાવવામા આવેલુ છે.. લોકો ગાન સાથે આ ચિત્ર લખે છે અને પૂજન કરે છે..પદ્મ શ્રી એવોર્ડ માટે પરેશ રાઠવાના નામ ની જાહેરાત થતા છોટાઉદેપુર જિલ્લામાં ખૂસીનો માહોલ જોવા મળ્યો હતો.
છોટા ઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે.મોટેભાગે રાઠવા સમુદાય વસે છે.આ આદીવાસીઓ પ્રકૃતી પૂજક છે અને તેઓ આદી અનાદી દેવો અને પૂર્વજોને જ પૂજે છે. આદીવાસી સમાજ સૂર્ય દેવ, ચંદ્ર દેવ, જળ દેવતા, ધરતી માતા, જમીન માતા, અગ્ની દેવતા, અન્ન દેવતા, પવન દેવ, વૃક્ષ દેવતા જે સાક્ષાત છે . અને જેનાથી જીવ સૃષ્ટી શક્ય બની છે જેના વગર જીવન શક્ય નથી તેવા કુદરતી અને પ્રકૃતી નિર્મિત - નૈસર્ગીક છે તેવા તત્વોની પૂજા કરે છે. મૂર્તીપૂજામાં માનતા નથી પરંતુ પૂર્વજોના નામની સાગનાં કે સાગડાના લાકડામાથી ખાંભ (ખૂટડા) બનાવીને તેની પૂજા કરવામાં આવે છે.
પ્રકૃતીપૂજક રાઠવા સમુદાયના દેવ એટલે પીઠોરા દેવ. આ આદીવાસીઓ જીવતા જાગતા દેવની પૂજા કરે છે. પીઠોરા દેવની કોઈ મૂર્તી નથી હોતી, તેનું માત્ર દીવાલ પર ચીત્રરૂપી લખાણ લખવામાં આવે છે. આ પીઠોરા લખાવવા પાછળનો હેતુ સુખ, શાંતી અને સમૃધ્ધી મળે તે માટે જ પીઠોરા દેવને લખવામાં આવે છે. પીઠોરા ચિત્રમાં દોરવામાં આવતા દરેક ચિત્ર પાછળ એક રહસ્ય છે. આ ચિત્રમાં સમગ્ર સૃષ્ટીનું ચિત્રણ કરવામાં આવે છે. સૂર્ય દેવ તરફ જળ જંગલ જમીનની સાથે દીવસ દરમીયાન કરવામાં આવતી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે જ્યારે ચંદ્ર દેવ તરફ રાત્રી દરમીયાન કરવામાં આવતી તમામ ક્રીયાઓને દર્શાવવામાં આવે છે. આ બધા ચિત્રો લખારા દ્વારા લખવામાં આવે છે. પીઠોરા જ્યારે લખાતા હોય છે ત્યારે આદીવાસીઓ દેવના આગમનને વધાવવા ગાન કરતાં હોય છે.
આદિવાસી ઢોલ વગાડીને નાચગાન કરીને પીઠોરાદેવને શ્રધ્ધાપૂર્વક આવકારે છે
સાથે સાથે આદિવાસી ઢોલ વગાડીને નાચગાન કરીને પીઠોરાદેવને શ્રધ્ધાપૂર્વક આવકારે છે. ત્યારબાદ બળવા (ભુવા )દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. આ ચિત્રો જે લખવામાં આવે છે તે દેવી દેવતાઓ તેને વાંચી લે છે. આ ચિત્રમાં કળા અને સંસ્કૃતીનો સમન્વય કરેલો છે. આ પીઠોરામાં નાના જીવ એવા કીડી થી લઈને મોટા જીવ એવા હાથીના ચિત્રને પણ દર્શાવવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે નવા જમાના પ્રમાણે જેમ જેમ સુખ સમૃધ્ધી વધતી ગઈ તેના પણ ચિત્રો પીઠોરામાં દોરવામાં આવે છે. આ પીઠોરા લખવાની સુખ શાંતી માટેની ગાન કરીને પ્રાર્થના કરે છે.
આદીવાસીઓમાં જુદી જુદી પરંપરાઓ ચાલી આવે છે
આદીવાસીઓમાં જુદી જુદી પરંપરાઓ ચાલી આવે છે. જેને તેઓ હજુ પણ ચલાવી રહયા છે. આવે એજ એક અનોખી દેવાની પેઢી બદલવાની પરંપરા ચાલી આવે છે અને આ પરંપરાની ઉજવણી છોટા ઉદેપુર જીલ્લાના વિવિધ વિસ્તારમાં કરવામાં આવે છે.આ જીલ્લામાં મોટેભાગે રાઠવા સમુદાયના લોકો વસે છે. છોટા ઉદેપુર જીલ્લાના રાઠવા સમાજમાં ઇન્દ, પાનગુ,જુવારીયો ઇંદ જેવી પરંપરાઓની ઉજવણી કરવામાં આવે છે.જેમાં હાલમાં જિલ્લાના વિવિધ ગમોમા દેવોની પેઢી બદલવાનો ગામના લોકો દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે. ગામશાહી ઇંદમાં ગામના જુદા જુદા જેટલા દેવ દેવીઓની પેઢી બદલવાની ઉજવણી કરવામાં આવે છે.
લોકોમાં ખુશીનો માહોલ
ગામના જુદા જુદા ફળીયામાંજુદા જુદા દેવને પ્રસ્થાપીત કરવામાં આવે છે
ગામનાદરેક ફળીયામાં સ્થાપિત કરવામાં આવેલા દેવની પેઢી બદલવાનીવિધિ સંપન્ન કરવામાં આવી હતી.ગામના જુદા જુદા ફળીયામાંજુદા જુદા દેવને પ્રસ્થાપીત કરવામાં આવે છે અને વર્ષો સુધી તેની પૂજા કરવામાં આવે છે.આદીવાસીઓ દરેક દેવના પ્રતીકરૂપે સાગ અથવા સાદડના લાકડામાથી એક ખૂંટ ઘડવામાં આવે છે અને તેની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવે છે. અહીના આદીવાસીઓ મુર્તિપૂજામાં નહી પણ જીવતાજાગતા દેવાની પૂજામાં માને છે. આ આદીવાસીઓ સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર,પશુ પંખી, વૃક્ષ જેવા સજીવને દેવ માનીને તેની સ્થાપના કરીનેપૂજા કરે છે.