Team VTV03:45 PM, 02 Aug 21
| Updated: 04:32 PM, 02 Aug 21
જાણો છેલ્લા કેટલાય સમયથી વાયરલ થઈ રહેલા આ મેસેજનું તથ્ય શું છે?
પ્રધાનમંત્રી યોજના હેઠળ 1% વ્યાજ પર લોનની વાત
WhtsApp પર મેસેજ શેર થઈ રહ્યા છે
જાણો ફેક્ટ ચેકમાં શું થયો ખુલાસો
છેલ્લા કેટલાય દિવસોથી WhtsApp પર ઝડપથી એક મેસેજ ખૂબ શેર થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડના માધ્યમથી 1% વ્યાજ પર લોન મળે છે. આ બાબતે PIB ફેક્ટ ચેક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
જાણો ફેક્ટ ચેકનો રિપોર્ટ
સરકારી એજન્સી પીઆઈબીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી યોજના' નામથી કોઈ પણ યોજના નથી આવી કોઈ યોજના નથી ચલાવવામાં આવી રહી. આવી કોઈ પણ યોજના હેઠળ કોઈ લોન નથી આપવામાં આવી રહી.
दावा: #WhatsApp पर साझा किए जा रहे एक मैसेज में यह दावा किया जा रहा है कि प्रधानमंत्री योजना के तहत आधार कार्ड के माध्यम से 1% ब्याज पर लोन मिल रहा है। #PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा 'प्रधानमंत्री योजना' नामक ऐसी किसी योजना के तहत लोन नहीं दिया जा रहा है। pic.twitter.com/fGJpE4Bs4A
આ રીતે ખબરની સત્યતા ઓળખો
તમને જણાવી દઈએ કે જો તમે પણ કોઈ ખબર અથવા જાણકારીમાં આપવામાં આવેલા તથ્યને લઈને શંકામાં છો તો તેને પીઆઈબી ફેક્ટચેકને મોકલી શકો છો. તેની સંપૂર્ણ તપાસ બાદ તમને તેની સાચી જાણકારી આપવામાં આવશે. તેના માટે તમારે ઘણા માધ્યમો દ્વારા પીઆઈબી ફેક્ટચેકને પોતાની વાત મોકલી શકો છો.