બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / phonepe start charging fee for mobile recharge know how much fee on which recharge

કામના સમાચાર / PhonePeના યુઝર્સ માટે જરૂરી સમાચાર, હવે આ કામ માટે આપવો પડશે ચાર્જ, ફટાફટ જાણી લો

Noor

Last Updated: 01:58 PM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ મોબાઈલ રિચાર્જ માટે PhonePeનો ઉપયોગ કરો છો તો તમારા જરૂરી સમાચાર છે.

  • PhonePeનો ઉપયોગ કરનારાઓ માટે કામના સમાચાર
  • હવે મોબાઈલ રિચાર્જ કરાવવા પર આપવો પડશે ચાર્જ
  • PhonePeએ UPI આધારિત ટ્રાન્ઝેક્શન માટે ફી વસૂલવાનું શરૂ કર્યું છે

ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશન PhonePeએ UPI આધારિત ટ્રાન્ઝેક્શન માટે ફી વસૂલવાનું શરૂ કરનાર દેશની પ્રથમ એપ બની છે. ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન PhonePeએ 50 રૂપિયાથી વધુના મોબાઇલ રિચાર્જ માટે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ ફી વસૂલવાનું શરૂ કર્યું છે, જે UPI દ્વારા રિચાર્જ કરવા માટે પણ લાગુ થશે.

જાણો કેટલી ફી ચૂકવવી પડશે

કંપનીએ કહ્યું કે તે 50 રૂપિયાથી ઓછી કિંમતના મોબાઈલ રિચાર્જ માટે કોઈ ચાર્જ નથી લઈ રહી. રૂ. 50 અને રૂ. 100 વચ્ચેના રિચાર્જ માટે 1 રૂપિયો અને 100થી વધુના મોબાઇલ રિચાર્જ માટે PhonePe ગ્રાહકો પાસેથી 2 રૂપિયા વસૂલવામાં આવશે.

ફોનપે કહ્યું, રિચાર્જ પર અમે ખૂબ જ નાના પાયે એક્સપેરિમેન્ટ ચલાવી રહ્યાં છીએ, જ્યાં કેટલાક યુઝર્સ મોબાઇલ રિચાર્જ માટે ચૂકવણી કરી રહ્યાં છે. 50 રૂપિયાથી ઓછા રિચાર્જ પર કોઈ ફી વસૂલવામાં આવતી નથી. 50થી 100 રૂપિયાના રિચાર્જ પર 1 રૂપિયો અને 100 રૂપિયાથી વધુના રિચાર્જ પર 2 રૂપિયા વસૂલવામાં આવે છે. 

ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવા પર ફી વસૂલવામાં આવશે

PhonePeના પ્રવક્તાએ જણાવ્યું કે ફી વસૂલનાર અમે એકમાત્ર પ્લેયર અથવા પેમેન્ટ પ્લેટફોર્મ નથી. બિલની ચુકવણી પર નાની ફી વસૂલવી એ હવે એક સ્ટાન્ડર્ડ ઈન્ડસ્ટ્રી પ્રેક્ટિસ છે અને અન્ય બિલર વેબસાઇટ્સ અને ચુકવણી પ્લેટફોર્મ દ્વારા પણ આ કરવામાં આવે છે. અમે પ્રોસેસિંગ ફી (અન્ય પ્લેટફોર્મ પર તેને સર્વિસ ફી કહેવામાં આવે છે) માત્ર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર લઈએ છીએ.

300 મિલિયનથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ 

થર્ડ પાર્ટી એપમાં UPI ટ્રાન્ઝેક્શનની દ્રષ્ટિએ PhonePeનો સૌથી મોટો હિસ્સો છે. કંપનીએ સપ્ટેમ્બરમાં તેના પ્લેટફોર્મ પર 165 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન નોંધ્યા હતા, જેમાં એપ સેગમેન્ટનો હિસ્સો 40%થી વધુ છે. PhonePeની સ્થાપના 2015માં ફ્લિપકાર્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ સમીર નિગમ, રાહુલ ચારી અને બુર્જિન એન્જિનિયર દ્વારા કરવામાં આવી હતી. ડિજિટલ પેમેન્ટ એપમાં 300 મિલિયનથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ