બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Pf Account Update when you transfer amount in pf then you should know these rules check Here all details

એલર્ટ / PF એકાઉન્ટ ટ્રાન્સફર કરતી સમયે ધ્યાન રાખો આ વાત, નહીં તો મળશે અડધા જ રૂપિયા

Published By: Bhushita

Last Updated: 08:51 AM, 2 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ તમે PF એકાઉન્ટથી એકથી અન્ય ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરો છો તો તમારા તમામ રૂપિયા ટ્રાન્સફર થતા નથી. એવામાં તમારે આ ખાસ નિયમને જાણી લેવો જરૂરી છે.

  • PF એકાઉન્ટ ટ્રાન્સફર કરતી સમયે ધ્યાન રાખો 
  • આ નિયમ તમારે જાણી લેવો જરૂરી છે
  • નહીં તો થશે  અડધા જ રૂપિયા ટ્રાન્સફર

નોકરી કરનારા લોકોની બચતનો ખાસ હિસ્સો તેમનું પીએફ એકાઉન્ટ હોય છે. જેમાં સેલેરીનો કેટલોક ભાગ દર મહિને જમા થાય છે. PFમાં કર્મચારીની સેલેરીનો એક ભાગ કપાય છે અને એક ભાગ કંપનીની તરફથી જમા થાય છે. જો તમે કંપની બદલો છો તો તમે એક યૂએએનના કારણે તમારે પીએફના રૂપિયા કાઢવાની જરૂર રહેતી નથી. જ્યારે જરૂર પડે ત્યારે તમે દરેક એકાઉન્ટના રૂપિયા એક ખાતામાં મર્જ કરી શકો છો.  અલગ અલગ એકાઉન્ટથી એક જ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો પણ ખાસ નિયમ છે. જ્યારે રૂપિયા ટ્રાન્સફર કરી લેવાય તો રૂપિયા એકાઉન્ટમાં પૂરેપૂરા આવતા નથી, તેનો કેટલોક ભાગ એકાઉન્ટમાં જ રહી જાય છે. તો જાણો આ રૂપિયાને લઈને શું નિયમ છે અને રૂપિયા ટ્રાન્સફર કરતી સમયે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.  

કેવી રીતે થાય છે રૂપિયા ટ્રાન્સફર
દરેક એકાઉન્ટના રૂપિયા એક જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા તમારે દરેક એકાઉન્ટમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવાની રહેશે જેથી ઈપીએફઓને ધ્યાન રહે કે તમે નોકરી છોડી દીધી છે. તમે ઈપીએફઓની સાઈટમાં મેનેજ ઓપ્શનમાં જાઓ અને માર્ક એક્ઝિટ ઓપ્શનમાં જઈને હાલની કંપનીને છોડીને દરેક કંપનીમાં એક્ઝિટની ડેટ મેન્શન કરો. આ પછી હોમ પેજમાં ઓનલાઈન સર્વિસમાં જઈને  One Member- One EPF Account (Transfer Request) પર ક્લિક કરો. અહીં સ્ટેપ બાય સ્ટેપને પ્રોસેસ કરો. અને એકાઉન્ટને ટ્રાન્સફર કરી લો. 
 

કેટલા રૂપિયા થાય છે ટ્રાન્સફર
જ્યારે તમે અલગ અલગ એકાઉન્ટથી રૂપિયા એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો તો ફક્ત ઈપીએફના રૂપિયા ટ્રાન્સફર થાય છે. તમે પેન્શન ફંડના રૂપિયા ટ્રાન્સફર કરી શકતા નથી. જ્યારે તમે પેન્શન ફંડના રૂપિયા કાઢવા માટે એપ્લાય કરો છો તો તે સમયે અલગ વ્યવસ્થા હોય છે. પીએફમાં રૂપિયા 2 ટુકડામાં જમા થાય છે. એક ભાગ તો ઈપીએફ અને બીજો ભાગ પેન્શન ફંડના રૂપે જમા થાય છે. એવામાં તમે એકાઉન્ટ ટ્રાન્સફર કરો તો ધ્યાન રાખો કે પેન્શનના રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે કે નહીં. 
 
રૂપિયા ટ્રાન્સફર કરવામાં કેટલો સમય લાગે છે
તમે  પીએફ ફંડ ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તો તેમાં 7-30 દિવસનો સમય લાગે છે. તેમાં પહેલા પ્રેઝન્ટ કંપની તેને અપ્રૂવ કરે છે અને પછી પીએફ એકાઉન્ટ તેને આગળ પ્રોસેસ કરશે. આ પછી તમે 7-30 દિવસમાં તમારા રૂપિયા મેળવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Business News PF Pension Fund Rule account transfer ઈપીએફઓ એકાઉન્ટ ટ્રાન્સફર નિયમ પીએફ પેન્શન ફંડ રૂપિયા Pf Account transfer amount

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ