બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / PF account holders will get Diwali gift soon by EPFO

ભેટ / 6 કરોડ PF ખાતાધારકોની સુધરી જશે દિવાળી, જલ્દી EPFO આપશે ફેસ્ટિવલ ગિફ્ટ

Kinjari

Last Updated: 11:49 AM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO 6 કરોડથી વધારે ખાતાધારકો માટે ખુશખબર લઇને આવ્યું છે. આ વખતની તેમની દિવાળી જરૂરથી સુધરી જશે.

  • EPFO લઇને આવ્યું છે દિવાળી ગિફ્ટ
  • જલ્દી બેન્કમાં આવશે વ્યાજના પૈસા
  • દિવાળી પર મળશે ખાતાધારકોને ભેટ

સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે EPFO જલ્દી જ પોતાના 6 કરોડથી વધારે ગ્રાહકોના ખાતામાં 2020-21 માટે વ્યાજ ટ્રાંસફર કરવાની ઘોષણા કરી શકે છે. 

8.5% વ્યાજ મળશે
સરકાર પહેલા જ 2020-21 માટે PF પર 8.5% વ્યાજ સબસ્ક્રાઇબર્સના એકાઉન્ટમાં ટ્રાંસફર કરવાની વાત પર મોહર મારી ચૂકી છે. જાણકારો કહે છે કે શ્રમ મંત્રાલયે આ નિર્ણય પર મોહર લગાવી ચૂકી છે. 

EPFOએ ગયા વર્ષે 2020-21 માટે વ્યાજ 8.5 અને 2019માં 8.55 ટકા વ્યાજનું એલાન કર્યું હતું. તમને જણાવી દઇએ કે 2019-20માં KYCમાં થયેલી ગડબડમા કારણે વ્યાજ મળવામાં ઘણા લોકોને 8 થી 10 મહિના લાંબી રાહ જોવી પડી હતી. 

ફેક કોલથી રહેજો સતર્ક 
EPFOએ પોતાના ખાતા ધારકોને ફેક કોલથી સતર્ક રહેવાની સલાહ આપી છે. EPFOએ પોતાના 6 કરોડ ખાતા ધારકોને જાણકારી આપી છે અને કોઇ પણ પ્રકારની એપને ડાઉનલોડ કરવાને લઇને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, EPFO ક્યારેય પણ ફોન પર ખાતાધારકો પાસેથી UAN નંબર, આધાર નંબર, પાન નંબર કે બેન્ક ડિટેઇલ્સ નથી માંગતી અને ના તો EPFO પોતાના અકાઉન્ટ હોલ્ડરને કોઇ ફોન કોલ કરે છે. 

PF ખાતું 
તમે જે સંસ્થામાં કામ કરો છો તે સંસ્થા તરફથી દર મહિને EPFO ખાતામાં પૈસા ટ્રાંસફર કરવામાં આવે છે. આ એક ફિક્સ રકમ હોય છે જે તમારા પગારમાંથી કાપવામાં આવે છે અને સંસ્થા પણ તેટલી જ રકમ આપે છે. 

આ રીતે ચૅક કરો વ્યાજ 
દર મહિને EPFO મેસેજ કરીને ગ્રાહકને વ્યાજની રકમ જણાવે છે અને તમે જાતે પણ મેસેજ કરીને જાણી શકો છો.  મોબાઇલ ફોનથી એક SMS કરવાનો રહેશે. તેમાં લખવાનું રહેશે કે, EPFOHO UAN ENG ટાઇપ કરીને 7738299899 પર મોકલી દો, અથવા તો 011-22901406 પર મિસ કોલ કરી દો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ