પેટ્રોલિયમ ઉત્ત્પાદનો પર ટૈક્સ કલેક્શનમાં 33 ટકા વધારો થયો છે. કેન્દ્ર સરકાર આ કલેક્શનથી યૂપીએ સરકારનું દેવું ભરવાનું રટણ કરી રહી છે. જો કે હકિકત કંઈક આવી છે
પેટ્રોલિયમ ઉત્ત્પાદનો પર ટૈક્સ કલેક્શનમાં 33 ટકા વધારો
ટેક્સથી યૂપીએ સરકારનું દેવું ચૂકવવાની વાતો
ટેક્સ કલેક્શન યૂપીએ સરકારના દેવા કરતા અનેક ગણું વધારે
પેટ્રોલિયમ ઉત્ત્પાદનો પર ટૈક્સ કલેક્શનમાં 33 ટકા વધારો
પેટ્રોલિયમ ઉત્ત્પાદનો પર ટૈક્સ કલેક્શન ચાલુ નાણા વર્ષ 2021-22ના પહેલા 6 મહિનામાં ગત વર્ષના સમાન સમયની સરખામણીએ 33 ટકા વધ્યો છે. સત્તાવાર આંકડાથી આ જાણકારી મળી છે. જે કોરોના પૂર્વના આંકજાના સરખામણી કરવામાં આવે તો પેટ્રોલિયમ ઉત્પાદો પર ઉત્પાદ કરના સંગ્રહમાં 79 ટકાનો ભારે વધારો થયો છે.
એપ્રિલ- સપ્ટેમ્બર સુધી કમાણીનો આંકડો
નાણા મંત્રાલયમાં લેખ મહાનિયંત્રક (CGA)ના આંકડા અનુસાર ચાલુ નાણા વર્ષના પહેલા 6 મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદો પર સરકાર પર ઉત્પાદ કર સંગ્રબ હત નાણા વર્ષના સમાન સમયની સરખામણીમાં 33 ટકા વધીને 1.71 લાખ કરોડ રુપિયા પહોંચી ગયો છે. ગત વર્ષના સમાન સમયમાં આ 1.28 લાખ કરોડ રુપિયા રહ્યો હતો.
એપ્રિલ સપ્ટેમ્બર 2019થી 95,930 કરોડ રુપિયાના આંકડાથી 79 ટકા વધારે
પીટીઆઈ મુજબ આ એપ્રિલ સપ્ટેમ્બર 2019થી 95,930 કરોડ રુપિયાના આંકડાથી 79 ટકા વધારે છે. સમગ્ર નાણા વર્ષ 2020-21માં પેટ્રોલિયમ ઉત્પાદોથી સરકારનું ઉત્પાદ કર સંગ્રહ 3.89 લાખ કરોડ રુપિયા રહ્યો હતો. 2019-20માં આ 2.39 લાખ કરોડ રુપિયા હતો.
સમગ્ર વર્ષ માટે લીધેલા બોન્ડ દેનદારીના 10,000 કરોડ રુપિયા કરતા ચાર ગણો
નાણા વર્ષ 2020-21ના પહેલા છ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદો પર વધ્યું ઉત્પાદન કર સંગ્રહ 42, 931 કરોડ રુપિયા રહ્યો હતો. આ સરકારના સમગ્ર વર્ષ માટે લીધેલા બોન્ડ દેનદારી 10,000 કરોડ રુપિયાના ચાર ગણો છે. આ તેલ બ્રાન્ડ પૂર્વવર્તી કોંગ્રેસની આગેવાની વાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યૂપીએ) સરકારમાં જારી કર્યા હતા. ઉત્પાદન કર સંગ્રહ પેટ્રોલ-ડીઝલના વેચાણથી મળ્યો છે. ઉદ્યોગ સૂત્રોનું કહેવું છે કે ચાલુ નાણા વર્ષમાં વધેલું ઉત્પાદ કર સંગ્રહ એક લાખ રુપિયાથી વધારે રહી શકે છે.
ટેક્સથી યૂપીએ સરકારનું દેવું ચૂકવવાની વાતો
યૂપીએ સરકારમાં રસોઈ ગેસ, કેરોસિન અને ડીઝલ ખર્ચના ઓછા મૂલ્ય પર વેચાણના કારણે થનારા ભારે નુકસાનની ભરપાઈ માટે પેટ્રોલિયમ કંપનીઓને કુલ 1.34 લાખ કરોડ રુપિયાના બોન્ડ જારી કર્યા હતા. નાણા મંત્રાલયનું કહેવું છે કે ચાલુ નાણા વર્ષમાં આમાંથી 10,000 કરોડ રુપિયા ચૂકવણી કરવાની છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહે લોકોને વાહન ઈંધનની ઉંચી કિંમતોમાંથી રાહત આપવા માટે પેટ્રોલિયમ બોન્ડને અવરોધપૂર્ણ ગણાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધારે ઉત્પાદન કર ભેગા કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીની સરકારે ગત વર્ષ વાહન ઈંધણ પર ટેક્સ દરોને રિકોર્ડ ઉચ્ચસ્તર પર કરી દીધા હતા.
કોરોના કાળમાં વધ્યો હતો ટેક્સ
ગત વર્ષ પેટ્રોલ પર ઉત્પાદ કરને 19.98 રુપિયા વધારીને 32. 9 રુપિયા લીટર કરી દીધા હતા. આ રીતે ડીઝલ પર કર વધારી 31.80 રુપિયા પ્રતિ લિટર કરી દીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતો સુધારા સાથે 85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે અને માંગ વધી છે. પરંતુ સરકારે ઉત્પાદન કર નથી ઘટાડ્યો. આના કારણે આજે દેશમાં અનેક શહેરોમાં પેટ્રોલ- ડીઝલ 100 રુપિયા કરતા વધુ મોંઘુ વેચાઈ રહ્યું છે.
પેટ્રોલના ભાવમાં 37.38 રુપિયા તો ડીઝલમાં 27.98 રુપિયા વધ્યા છે
સરકારે 5 મે 2020ને ઉત્પાદન કરમાં વધારો કરી તેનો રેકોર્ડ સ્તર પાર કરી દીધો હતો. તે બાદથી પેટ્રોલના ભાવમાં 37.38 રુપિયા પ્રતિ લીટર વધારો નોંધાયો. જ્યારે ડીઝલની કિંમતમાં 27.98 રુપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.