બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / petrol diesel price today released fuel rate less than rs 100 liter in these 10 cities check details

તમારા કામનું / પેટ્રોલ- ડીઝલના તાજા રેટ જારી, આ 10 રાજ્યોમાં 100 રુપિયાની નીચે આવ્યો પેટ્રોલનો ભાવ, ચેક કરો આજની કિંમત

Dharmishtha

Last Updated: 08:05 AM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સતત 5માં દિવસે પેટ્રોલ- ડીઝલના ભાવ સ્થિર છે. 10 રાજ્યોના કેટલાક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100થી ઓછા પણ મહાનગરોમાં હજું ભાવ 100ને પાર છે.

  • મહાનગરોમાં પેટ્રોલ હજું પણ 100ને પાર 
  • 10 રાજ્યોમાં પેટ્રોલ 100 રુપિયાની નીચે
  • કેન્દ્રની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા છતાં ભાવમાં રાહત નહીં

 પેટ્રોલ- ડીઝલના નવા રેટ જારી કરી દીધા

સરકારી તેલ કંપનીઓ(IOCL)એ પેટ્રોલ- ડીઝલના નવા રેટ જારી કરી દીધા છે. આજે પણ પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો વધારો નથી થયો. જણાવી દઈએ કે સરકારના એલાન બાદ ઈંધણના ભાવ સ્થિર બનેલા છે. સરકારે દિવાળીના એક દિવસ પહેલા પેટ્રોલમાં 5 રુપિયા પ્રતિ લીટર તથા ડીઝલ પર 10 રુપિયા ઘટાડાનું એલાન કર્યુ હતુ.

યુપીમાં પેટ્રોલ- ડીઝલ 12-12 રુપિયા સસ્તું થયુ

આ ઘટાડો કેન્દ્ર  સરકારના પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાના કારણે આવ્યો છે. સાથે અનેક રાજ્યોમાં રાજ્ય સરકારોએ પોતાના સ્તરે ભાવ ઘટાડ્યા છે. યુપીમાં પેટ્રોલ- ડીઝલ 12-12 રુપિયા સસ્તું થયુ છે. આ બાદ યુપી સહિત અનેક શહેરમાં તેલ 100 રુપિયા પ્રતિ લીટરથી ઓછું થયું છે. 
 નવા રેટ મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 103.97 રુપિયા પ્રતિ લીટર છે. ત્યારે ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે 

પેટ્રોલ -ડીઝલના આજના ભાવ (13 નવેમ્બર 2021)

  • દિલ્હીમાં પેટ્રોલ રુ.103.97 પ્રતિ લીટર અને ડીઝલ રુ 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રુ. 109.98  પ્રતિ લીટર અને ડીઝલ  રુ 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈમાં પેટ્રોલ રુ.101.40  પ્રતિ લીટર અને ડીઝલ  રુ 91.43 પ્રતિ લીટર
  • કોલકત્તામાં પેટ્રોલ રુ 104.67  પ્રતિ લીટર અને ડીઝલ  રુ 89.79 પ્રતિ લીટર
  • શ્રીગંગાનગર પેટ્રોલ 114.01 રુપિયા અને ડીઝલ 98.39 રુપિયા પ્રતિ લીટર

આ શહેરોમાં 100 રુપિયાની નીચે છે પેટ્રોલ- ડીઝલ

  • પોર્ટ બ્લેયર પેટ્રોલ 82.96 રુપિયા અને ડીઝલ 77.13 રુપિયા પ્રતિ લીટર
  • નોઈડામાં પેટ્રોલ  95.51 પ્રતિ લીટર અને ડીઝલ  રુ 87.01 પ્રતિ લીટર
  • ઇટાનગર પેટ્રોલ 92.02 રુપિયા અને ડીઝલ 79.63 રુ. પ્રતિ લીટર
  • ચંદીગઢ પેટ્રોલ 94.23 રુપિયા અને ડીઝલ 80.9 રુ. પ્રતિ લીટર
  •  આઈજોલ પેટ્રોલ 94.26 રુપિયા અને ડીઝલ 79.73રુ. પ્રતિ લીટર
  •  લખનૌ પેટ્રોલ 95.28 રુપિયા અને ડીઝલ 86.8 રુ. પ્રતિ લીટર
  •  શિમલા પેટ્રોલ 95.78 રુપિયા અને ડીઝલ 80.35 રુ. પ્રતિ લીટર
  •  પણજી પેટ્રોલ 96.38 રુપિયા અને ડીઝલ 87.27 રુ. પ્રતિ લીટર
  •  ગેંગટોક પેટ્રોલ 97.7 રુપિયા અને ડીઝલ 82.25 રુ. પ્રતિ લીટર
  •  રાંચી પેટ્રોલ 98.52 રુપિયા અને ડીઝલ 91.56 રુ. પ્રતિ લીટર
  •  શિલોંગ પેટ્રોલ 99.28 રુપિયા અને ડીઝલ 88.75 રુ. પ્રતિ લીટર
  •  દહેરાદૂન પેટ્રોલ 99.41 રુપિયા અને ડીઝલ 87.56 રુ. પ્રતિ લીટર
  •  દમન પેટ્રોલ 93.02 રુપિયા અને ડીઝલ 86.9 રુ. પ્રતિ લીટર

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ