બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Petrol-Diesel may become cheaper before the elections, the government is preparing to reduce this amount per liter

સારા સમાચાર / ચૂંટણી પહેલા સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, પ્રતિ લિટર આટલા રૂપિયા ઘટાડવાની તૈયારીમાં સરકાર

Megha

Last Updated: 02:05 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને એવામાં ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.

  • ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે
  • કેટલું સસ્તું થશે પેટ્રોલ ડીઝલ?
  • પેટ્રોલ-ડીઝલના વેચાણ પર નફો વધવાને કારણે કિંમતમાં ઘટાડો થઈ શકે છે

મોંઘવારીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં મોટી રાહતના સમાચાર મળી શકે છે, જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જલ્દી ઘટાડો જોવા મળી શકે છે. ઘણા રાજ્યોમાં ચુટણીની તૈયારીઓ ચાલી રહી છે અને એવામાં ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે કિંમત ઘટાડાની પાછળનું કારણ ચુંટણી નહીં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો લાંબા સમયથી નરમ રહેલ કિંમત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઘટાડાની સ્થિતિમાં ઈન્ડિયન ઓઈલ, BPCL-HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને હાલ પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે.

જો કે આ કંપનીઓએ લાંબા સમયથી કિંમતો સ્થિર રાખી છે અને તેના કારણે જ્યારે કિંમત વધુ હતી ત્યારે કંપનીઓને મોટું નુકસાન પણ થયું હતું પણ હવે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નફો વધવાને કારણે તેઓ કિંમતમાં ઘટાડો કરી શકે છે. 

કેટલું સસ્તું થશે પેટ્રોલ ડીઝલ?
એક રિપોર્ટ અનુસાર કંપનીઓને હાલ પેટ્રોલ પર લગભગ 6 રૂપિયા પ્રતિ લીટરનો સરપ્લસ મળી રહ્યો છે અમે હાલની સ્થિતિમાં કંપનીઓ માટે કિંમતમાં ઘટાડો કરવો શક્ય છે. જો કે અગાઉના નુકસાનની ભરપાઈ કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કિંમત ઘટાડવાનું ટાળ્યું હતું પણ હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભાવમાં ઘટાડો થવાની અટકળો વધી ગઈ છે. હાલ એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.5 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે. 

રશિયાના કારણે સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ
જણાવી દઈએ કે ભારતે આ વર્ષે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. યુક્રેન સાથેના રશિયાના યુદ્ધ પહેલા ભારતની કુલ ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો 2 ટકા પણ ન હતો જે હવે 20 ટકાની નજીક પહોંચી ગયો છે. ખાસ જણાવી દઈએ કે ગયા મહિને ઇરાક અને સાઉદી અરેબિયા જેવા સપ્લાયર્સને પાછળ છોડીને રશિયા દ્વારા ક્રૂડ ઓઇલ સપ્લાય કરતા દેશોની યાદીમાં ભારત પ્રથમ વખત પ્રથમ આવ્યું હતું.  જો કે તેની પાછળ કારણ હતું કે ભારતને રશિયા પાસેથી આંતરરાષ્ટ્રીય કિંમતોની સરખામણીમાં ખૂબ ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ મળી ગયું હતું. 

ઇન્ટરનેશનલ માર્કેટમાં રેટ 
ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં 100 ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રૂડ મળી રહ્યું છે એ જ સમયે ભારતને રશિયા પાસેથી 25 ડોલર પ્રતિ બેરલ સુધી ક્રૂડ ઓઈલ મળી ગયું હતું. જો કે તે સમયે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાએ તેના ક્રૂડ ઓઇલની કિંમતમાં 18 થી 25 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો કર્યો હતો અને તેને કારણે જ ભારતને ઓછા કે ઓછા ડિસ્કાઉન્ટ પર ક્રૂડ આયાત કરવાનો મોકો મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ