બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / વિશ્વ / Peshawar Governor requested youngsters to donate the blood for injured people

Video / મસ્જિદમાં ધમાકા બાદ પેશાવરમાં મેડિકલ EMERGENCY, રાજ્યપાલે લોકોને કરી આ વિનંતી

Vaidehi

Last Updated: 07:30 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનનાં પેશાવરમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ 40થી વધુ લોકોનું મોત થયું છે ત્યારે સ્થિતિને જોતાં પેશાવરમાં મેડિકલ ઈમરજેન્સી જાહેર કરવામાં આવી છે. ગર્વનરે અપીલ કરી છે કે પેશાવરનાં યુવકો બ્લડ ડોનેટ કરવા આવે..

  • પાકિસ્તાનનાં પેશાવરમાં મેડિકલ ઈમરજેન્સી જાહેર
  • રાજ્યપાલે યુવકોને બ્લડ ડોનેટ કરવા કરી વિનંતી
  • મસ્જિદમાં હુમલા બાદ 40થી વધુ લોકોનું મોત

પાકિસ્તાનનાં પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયાં બાદ આશરે 40 લોકોનું મોત થયું છે. ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પરિસ્થિતિને જોતાં પેશાવરમાં મેડિકલ ઈમેરજેન્સી ઘોષિત કરી છે. એટલું જ નહીં ગર્વનરે અપીલ કરી છે કે પેશાવરનાં યુવકો બ્લડ ડોનેટ કરવા આગળ આવે. આ સાથે જ ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.  આ હુમલામાં 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. 

બ્લડ ડોનરની આવશ્યકતા
આ ઘટના તેવા સમયે થઈ જ્યારે મોટી સંખ્યામાં નમાજી મસ્જિદની અંદર નમાજ અદા કરી રહ્યાં હતાં. આશરે 150 ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે.  પેશાવરમાં હોસ્પિટલોમાં ઈમરજેન્સી ઘોષિત કરી છે. આ સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરવા માટે હોસ્પિટલમાં આવે કારણકે અહીં મોટી સંખ્યામાં ઘાયલોને બ્લડ ડોનરની આવશ્યકતા છે. પાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદ આતંકીઓના નિશાન પર આવી છે. સોમવારે પેશાવરની પોલીસ લાઈન મસ્જિદમાં એક આતંકીએ તેની જાતને વિસ્ફોટકથી ઉડાવી મૂકી હતી, જેમાં જોરદાર બ્લાસ્ટ થતા નમાઝ પઢી રહેલા 28 લોકોના ફૂરચેફુરચા ઉડી ગયા તથા ઘણા ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

મસ્જિદની છત ધરાશાયી થતા ઘણા દટાયાં 
રિપોર્ટ અનુસાર બોમ્બ બ્લાસ્ટના કારણે મસ્જિદની છત ધરાશાયી થઇ ગઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે નમાઝ દરમિયાન હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો. મૃ઼તકોમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. 150થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. બ્લાસ્ટ બાદ આ વિસ્તારમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યાં બ્લાસ્ટ થયો હતો તેની નજીક આર્મી યુનિટની ઓફિસ પણ છે.

આગળની હરોળમાં નમાઝ પઢી રહેલા શખ્સે પોતાની જાતને ઉડાવી મૂકી 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પેશાવરની મસ્જિદમાં વિસ્ફોટનો અવાજ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો. પેશાવર પોલીસ લાઇન્સમાં હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ આકાશમાં ધૂળ અને ધુમાડાના વાદળ છવાયા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદમાં નમાજ દરમિયાન આ આત્મઘાતી હુમલાખોર આગળની હરોળમાં હાજર હતો અને પછી તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી.

પેશાવરમાં મેડિકલ ઈમરજન્સી, ઈસ્લામાબાદમાં હાઈએલર્ટ 
મસ્જિદ બાદ તંત્ર દ્વારા પેશાવર શહેરમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરી દેવાઈ. હાલમાં શહેરમાં અફરાતફરીનો માહોલ છે, ચારે બાજુ અંધાધૂંધી ભર્યો માહોલ છે. તો બીજી તરફ રાજધાની ઈસ્લામાબાદમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ