બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Personal Data Of 280 Million Indians Allegedly Exposed In Leak From Pension Fund Org EPFO

સુરક્ષા પર ખતરો / 28.8 કરોડ EPFO ખાતાધારકોના પર્સનલ ડેટા લીક થતા ખળભળાટ, ફટાફટ જાણી લેજો વિગતો

Hiralal

Last Updated: 08:12 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO 28.8 કરોડ ખાતાધારકોના ડેટા ઈન્ટરનેટ પર લીક થયાનો દાવો યુક્રેનના સાઈબર સિક્યોરિટી રિસર્ચર અને પત્રકારે કરતા ખળભળાટ મચ્યો છે.

  • યુક્રેનના પત્રકાર અને સંશોધકનો ચોંકાવનારો દાવો
  • ભારતના 28.8 કરોડ EPFO ખાતાધારકોના ડેટા લીક થયા
  • જોકે થોડી વાર પછી તેને ડિલિટ કરી દેવાયા 

જો તમે પણ ભારત સરકારની EPFO પેન્શન સ્કીમનો ફાયદો ઉઠાવી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચો. આ સમાચાર તમને મોટો આંચકો આપી શકે છે. આઈએનએસના રિપોર્ટ અનુસાર યૂક્રેનના સાઈબર સિક્યોરિટી રિસર્ચર અને પત્રકારે દાવો કર્યો છે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)માં કર્મચારી પેન્શન યોજના (ઈપીએસ) ધારકોના પૂરા નામ, બેંક એકાઉન્ટ નંબર અને નોમિનીની ડિટેલ્સ ધરાવતા લગભગ 288 મિલિયન (28.8 કરોડ) પર્સનલ રેકોર્ડ ઓનલાઈન લીક થયા હતા. 

એકાઉન્ટ નંબર અને નોમિનીની વિગતો લીક

SecurityDiscover.com સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર અને પત્રકાર બોબ ડાયાચેન્કોએ દાવો કર્યો હતો કે તેમની સિસ્ટમે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) ડેટા સાથે બે અલગ અલગ આઇપીની ઓળખ કરી હતી. તેમણે એક બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે આઇપી એડ્રેસ એક અનોખું સરનામું છે જે ઇન્ટરનેટ અથવા સ્થાનિક નેટવર્ક પર કોઇ ડિવાઇસની ઓળખ કરે છે. આઈપીનો અર્થ થાય છે 'ઈન્ટરનેટ પ્રોટોકોલ'. 

થોડા સમય બાદ ડેટા ડિલિટ કરાયા 
પત્રકાર બોબ ડાયાચેન્કોએ એવું પણ કહ્યું કે ઈન્ટરનેટ પર ઘણા સમય સુધી ડેટા રહ્યાં હતા ત્યાર બાદ તેને ડિલિડ કરી દેવાયા હતા. 
તેમણે કહ્યું કે ડેટાના સ્કેલ અને સ્પષ્ટ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, મેં સ્રોત અને સંબંધિત માહિતી વિશે કોઈ વિગતો આપ્યા વિના, તેના વિશે ટ્વીટ કરવાનું નક્કી કર્યું છે." મારા ટ્વીટના 12 કલાકની અંદર, બંને આઇપી ડિલીટ થઈ ગયા હતા અને હવે ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું, 3 ઓગસ્ટ સુધી, મને પ્રાપ્ત ડેટાની જવાબદારી સ્વીકારતી કોઈ એજન્સી અથવા કંપની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

જાણો શું છે UAN 
યુએએનનો અર્થ યુનિવર્સલ એકાઉન્ટ નંબર થાય છે અને તે ભારત સરકારની રજિસ્ટ્રીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. યુએએન ઇપીએફઓ દ્વારા ફાળવવામાં આવે છે. દરેક રેકોર્ડમાં વ્યક્તિગત વિગતો હોય છે, જેમાં વૈવાહિક સ્થિતિ, લિંગ અને જન્મ તારીખ, યુએએન, બેંક એકાઉન્ટ નંબર અને રોજગારની સ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે. સંશોધકે દાવો કર્યો હતો કે, "જ્યારે એક આઈપી એડ્રેસ હેઠળ 280 મિલિયન (એટલે કે 28.8 મિલિયન) રેકોર્ડ્સ ઉપલબ્ધ હતા, ત્યારે બીજા આઈપી એડ્રેસમાં લગભગ 8.4 મિલિયન (એટલે કે 84 લાખ) ડેટા રેકોર્ડ્સ જાહેરમાં જાહેર કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ