બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / permanent commission will be given to 11 officers within 10 days

દિલ્હી / ભારતીય સેનામાં કામ કરતી મહિલાઓ માટે મોટા સમાચાર, સુપ્રીમના આદેશ બાદ મળશે આ લાભ

Kavan

Last Updated: 04:18 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટની ઝાટકણીથી બચવા માટે ભારતીય સેનાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો વાયદો કર્યો છે.

  • ભારતીય સેનામાં કામ કરતી મહિલાઓ માટે મોટા સમાચાર
  • પરમેનન્ટ કમિશન ચૂકવવાનો કોર્ટનો સેનાને આદેશ
  • 71 મહિલાઓએ કોર્ટમાં કરી અરજી 

આ પહેલા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે, સેનામાં મહિલાઓની સાથે ભેદભાવ ન કરી શકાય તથા તેમને પણ પુરુષોની જેમ જ પરમેનન્ટ કમિશન આપવામાં આવે. 

71 મહિલાઓએ કોર્ટમાં કરી અરજી 

આ સાથે જ સેનાએ અનેક મહિલાઓને પરમેનન્ટ કમિશન આપ્યું હતું તો કેટલાકને નહોંતુ આપ્યું, આવી 71 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કોર્ટના આદેશનો તિરસ્કાર કર્યો હોવાની વાત કરી હતી. આ અરજી પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભારતીય સેનાએ કહ્યું કે તે મહિલાઓને પરમેન્ટ કમિશન આપશે. 

72 પૈકી 14 મહિલાઓને જ પરમેનન્ટ કમિશન અપાયું 

આ મામલે સેના દ્વારા જણાવવામાં આવ્યું કે, 72 પૈકી 14 મહિલાઓને જ પરમેનન્ટ કમિશન આપવામાં આવ્યું નહોંતું. કારણ કે તે મેડકલી ફિટ નહોંતી, આ દલીલને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્પષ્ટ છે કે, તેમ છતાં સેનાએ યોગ્ય કાર્યવાહી કરી નથી અને આદેશનું પાલન કર્યું નથી. સેનાએ સમજવું જોઈએ તે સંવિધાનથી ઉપર નથી. પ્રથમ દ્રષ્ટીએ કોર્ટના આદેશનો તિરસ્કાર છે. 

જસ્ટીટ ચંદ્રચુડે આપ્યું નિવેદન 

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કોર્ટના આદેશની અવમાનના કરવામાં આવી છે. તેમ છતાં અમે સેનાને તેની ભૂલ સુધારવાનો મોકો આપીએ છીએ. સેના દ્વારા ફરીથી કહેવામાં આવ્યું કે હાલમાં 72 માંથી માત્ર 14 મહિલાઓ જ મેડિકલી અનફિટ મળી છે. મહિલાનો કેસ વિચારણા હેઠળ છે. બાકીની મહિલાઓને કાયમી કમિશન માટે પત્રો મોકલવામાં આવ્યા છે. આ પછી સેનાએ તરત જ નિર્ણય લીધો કે 14માંથી 11 મહિલાઓને 10 દિવસમાં કાયમી કમિશન આપવામાં આવશે. પરંતુ તે માત્ર 3 મહિલાઓને આપી શકાય તેમ નથી કારણ કે તેઓ બિલકુલ ધોરણોને પૂર્ણ કરતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ