ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોય પરંતુ હજુ પણ કિંમત એટલી વધારે છે કે લોકો સસ્તા તેલ માટે રાજ્યની સરહદ પાર કરી રહ્યા છે. આવું જ કંઈક જોવા મળ્યું મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મહારાષ્ટ્ર કરતા ઓછા હોવાથી મહારાષ્ટ્રના લોકો ગુજરાત જઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના લોકો બોર્ડર ક્રોસ કરીને પેટ્રોલ ભરાવે
ADVERTISEMENT
ગુજરાતની બોર્ડર પર સ્થાયી થયેલા મહારાષ્ટ્રના લોકો સસ્તું પેટ્રોલ અને ડીઝલ ખરીદવા બોર્ડર પાર કરીને ગુજરાત જાય છે. વલસાડના એક પંપ માલિકે જણાવ્યું કે અહીંથી મહારાષ્ટ્ર બોર્ડર 2 કિમી દૂર છે. લોકો અમારા પંપ પરથી ઓઇલ ખરીદે છે કારણ કે મહારાષ્ટ્રની સરખામણીમાં અમારે પેટ્રોલમાં 14 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 3.5 રૂપિયા ઓછા છે.
પૈસાની બચત કરવા 2કિમી દૂર જાય
ADVERTISEMENT
આ અંગે મહારાષ્ટ્રના એક ગ્રાહકે જણાવ્યું કે હું મારા કામ માટે દરરોજ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર ક્રોસ કરું છું અને સામાન્ય રીતે આ પંપ પરથી પેટ્રોલ ખરીદું છું. આ રીતે અમે પેટ્રોલમાં પ્રતિ લિટર 14 રૂપિયાની બચત કરીએ છીએ. દર મહિને તમે 3,000 રૂપિયા સુધીની બચત થઇ જાય છે.
People from border areas of Maharashtra purchase fuel from Gujarat due to low fuel prices in the latter state
— ANI (@ANI) May 24, 2022
"Maharashtra border is 2 km from here. People buy fuel from our pump as there is a diff of Rs 14/liter in petrol & Rs 3.5/liter in diesel," said a pump owner in Valsad pic.twitter.com/wvenFBVOMY
ADVERTISEMENT
કેન્દ્રએ ઘટાડી એક્સાઇઝ ડ્યૂટી
ADVERTISEMENT
દેશમાં વધી રહેલી મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ પછી દેશના અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમતમાં 9.16 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં રવિવારે પેટ્રોલ 111.35 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 7.49 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ